શહેરના કાલાવડ રોડ પર આવેલ અંડરબ્રિજ સર્કલ આસપાસ ભરાયેલ વરસાદી પાણીને કારણે આજે અનેક મોટરસાયકલ સ્લીપ થયાની ઘટના સામે આવી છે જેમાં રાહદારીઓને નાનીમોટી ઈજાઓ થવા પામી હતી. આ ઘટનામાં અકસ્માતનો ભોગ બનેલા લોકોએ કોંગ્રેસ પ્રવક્તા રોહિતસિંહ રાજપૂતને રજૂઆત કરી હતી.
દરમિયાન રોહિતસિંહ રાજપૂતે હોસ્પિટલ દોડી જઈ ભોગ બનનાર લોકો સાથે મુલાકાત કરી હતી અને સમગ્ર મામલે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પરથી રાજકોટ પોલીસ કમિશ્નર રાજુ ભાર્ગવ તથા મેયર ડો.પ્રદીપ ડવનું ધ્યાન દોર્યું હતું અને વર્ષો જૂની સમસ્યાનું તાત્કાલિક નિરાકરણ લાવવા માંગ કરી હતી.
- Advertisement -
આ અંગે રોહિતસિંહ રાજપૂતે જણાવ્યું હતું કે મહાનગર પાલિકાએ આ મામલે રસ્તો કાઢી સમસ્યાનું તાત્કાલિક નિરાકરણ લાવવું જોઈએ ઉપરાંત વરસાદી સીઝનમાં ટ્રાફિક પોલીસે બેરિકેડ સાથે રાહદારીઓને સાવચેત અંગેના બોર્ડ લગાવવા જોઈએ.



