પક્ષીના માળાથી વિધાનસભા ગૃહ, સેવ બર્ડ, ડિજિટલ ઇન્ડિયા તેમજ ભારત નો નકશો બનાવવામાં આવ્યો.
ગોંડલના સુલતાનપુર ગામે વિરા ગ્રુપ દ્વારા ચકલી દિવસની અનોખી રીતે ઉજવણી કરવામાં આવી હતી સુલતાનપુર કન્યા શાળાના પટાગણમાં વેસ્ટ વસ્તુ માંથી ચકલી ના અવનવા માળાનું પ્રદર્શન યોજવામાં આવ્યું હતું તેમજ પક્ષીના માળાથી વિધાનસભા ગૃહ, સેવ બર્ડ, ડિજિટલ ઇન્ડિયા તેમજ ભારતનો નકશો બનાવવામાં આવ્યો હતો લોકો ને પક્ષી બચાવો અભિયાન નો સુંદર મેસેજ આપવામાં આવ્યો હતો તેમજ વિશ્વ ચકલી દિન નિમિતે 5600ચકલી ના માળા નું ફ્રી માં વિતરણ પણ કરવામાં આવ્યું હતું
વિરા ગ્રુપ દ્વારા છેલ્લા 3વર્ષ થી પક્ષી બચાવો અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે અત્યાર સુધીમાં નવ હજાર પક્ષી ના માળા નું ફ્રી માં વિતરણ પણ કરેલ છે જે કાર્ય ની નોંધ ગોંડલ પૂર્વ ધારાસભ્ય, સાંસદ સભ્ય તેમજ મહેનુભાવો એ પણ વિરા ગ્રુપ ના આ સેવાકીય કાર્ય ની નોંધ લીધી તેમજ ગ્રુપ નું સન્માન પણ કરેલ હતું
વિરા ગ્રુપ ની નોંધ ઈંડિયા બુક ઓફ રેકોર્ડ, ગુજરાત બુક ઓફ રેકોર્ડ, એશિયા બુક ઓફ રેકોર્ડ, ઓ. એમ. જી બુક ઓફ રેકોર્ડ, ઇન્ડિયન બુક ઓફ રેકોર્ડ, જેવા અનેક અવૉર્ડ પણ મળેલા છે
લુપ્ત થતી ચકલી ને કેમ બચાવવી તેના સૂત્રો ના બેનરો કન્યા શાળા ના મેદાન માં લગાવવામાં આવ્યા હતા લોકો ને ચકલી વિશે ની તમામ માહિતી આપવામાં આવી હતી આ પ્રદર્શન ને નિહાળવા સુલતાનપુર ગામ ના તેમજ આજુબાજુ ગામના લોકો બહોળી સંખ્યા માં પ્રદર્શન જોવા આવ્યા હતા વિરા ગ્રુપ નો ફક્ત હેતુ ચકલી બચાવો અભિયાન હતો સોશ્યિલ ડિસ્ટન્સ તેમજ સરકાર ની ગાઈડ લાઈન મુજબ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જેમાં ગોંડલ અગ્રણીઓ ગામ અગ્રણીઓ માતાઓ બાળકો તેમજ ગ્રામજનો ઉપસ્થિત રહયા હતા. બહાર ગામ થી આવેલા તમામ મહેમાનો નું વિરા ગ્રુપ દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું કાર્યક્રમ સાંજ ના 5થી 8કન્યા શાળા સુલતાનપુર ખાતે યોજવામાં આવ્યો હતો.


