By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    ભારતને ‘નર્ક’ ગણાવનારા ટ્રમ્પને ઈરાનનો જડબાતોડ જવાબ, શેર કર્યો મહારાષ્ટ્રનો શાનદાર VIDEO
    4 hours ago
    યુદ્ધ વચ્ચે ચાબહાર પોર્ટ અંગે ભારત સરકાર લેશે મોટો નિર્ણય, 12 કરોડ ડૉલર લાગેલા છે દાવ પર
    4 hours ago
    ફ્રાન્સ સરકારનો ડેટા ચોરી થયો, હેકરે 19 મિલિયન રેકોર્ડ હોવાનો દાવો કર્યો
    1 day ago
    ટ્રમ્પનો બફાટ: ભારત-ચીનને ગણાવ્યા ‘નરક’, શું ભારતીયોની નોકરીઓ જોખમમાં?
    1 day ago
    યુદ્ધવિરામ લંબાવાયો:પાકિસ્તાનના ઈશારે નાચતું અમેરિકા: પાકિસ્તાની વડાપ્રધાન અને આર્મી ચીફનાં કહેવાથી સંઘર્ષ વિરામ લંબાવ્યો હોવાનું ટ્રમ્પે જણાવ્યું
    2 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    સાવધાન : મોંઘા ઇન્જેકશનની સસ્તી નકલ, જીવ સાથેનો ખતરનાક ખેલ બહાર આવ્યો
    26 minutes ago
    ગુજરાત જઝમાં ‘ખાનગીકરણ’નો ખેલ! એસટી નિગમ વધુ 1200 નવી બસ ભાડે લેશે
    28 minutes ago
    મુખ્યમંત્રી બંગાળના જ હશે, બસ તે દીદીનો ભત્રીજો નહીં હોય: અમિત શાહ
    37 minutes ago
    સેન્સેક્સમાં 1000, નિફ્ટીમાં 280 પોઈન્ટનો કડાકો નોંધાયો
    39 minutes ago
    રાઘવ હવે ભાજપમાં
    40 minutes ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    MI vs CSK ની મેચમાં ઝઘડો! બે સ્ટાર ખેલાડી વચ્ચે તુ..તુ..મેં..મેં.., સૂર્યકુમાર પણ ભડક્યો
    4 hours ago
    લખનઉનો હારનો સિલસિલો યથાવત : લૉ- સ્કોરિંગ મેચમાં રાજસ્થાને 40 રને હરાવ્યું
    1 day ago
    ચાલુ IPLમાં સ્ટાર બોલર પર તૂટ્યો દુ:ખનો પહાડ, માતાના અંતિમ સંસ્કાર કરી ટીમમાં પરત ફર્યો
    1 day ago
    હૈદરાબાદની સતત ત્રીજી જીત, દિલ્હીને 47 રનથી હરાવ્યું
    2 days ago
    અમદાવાદમાં પહેલીવાર મુંબઈ ઈન્ડિયન્સે જીતનો સ્વાદ ચાખ્યો
    3 days ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    102 કરોડનું સોનું, 30 દુબઈ ટ્રિપ્સ અને IPS પિતા… સ્મગલિંગ કેસમાં એક વર્ષ બાદ જેલની બહાર આવશે અભિનેત્રી રાન્યા રાવ
    1 day ago
    સલમાનની માતૃભૂમિ ફિલ્મને હજુ સંરક્ષણ મંત્રાલયની મંજૂરી બાકી
    1 week ago
    ‘ધુરંધર’એ રચ્યો વધુ એક ઈતિહાસ, 3000 કરોડ કમાનારી ભારતની પ્રથમ ફિલ્મ ફ્રેન્ચાઈઝી બની!
    1 week ago
    ‘ધૂરંધર 2’નો બોક્સ ઓફિસ પર ધમાકો: એક જ ભાષામાં 1000 કરોડ પાર કરનાર પહેલી ફિલ્મ બની…
    2 weeks ago
    હોલિવૂડ સ્ટાર મેથ્યુ પેરી મોત કેસમાં ભારતીય મૂળની મહિલાને 15 વર્ષની સજા! કોર્ટમાં રડી પડી ‘કેટામાઇન ક્વીન’
    2 weeks ago
  • ધર્મ
    ધર્મShow More
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    5 months ago
    અયોધ્યાનો ખોવાયેલો પ્રાચીન ધ્વજ સહસ્ત્રાબ્દી પછી પાછો ફર્યો, પ્રધાનમંત્રી મોદીના હસ્તે મંદિરના શિખર પર ધ્વજા રોહણ
    5 months ago
    દેવઉઠી અગિયારસ: ભગવાન વિષ્ણુ 142 દિવસ પછી યોગનિદ્રામાંથી જાગશે,જાણો કયા રાશિના જાતકોને થશે લાભ
    6 months ago
    દિવાળી પર દીવા શા માટે પ્રગટાવવામાં આવે છે ? ચાલો જાણીયે
    6 months ago
    દિવાળી પર ઘીના દીવા કરવા કે પછી તેલના દીવા કરવા ! ક્યા શ્રેષ્ઠ છે ? ચાલો જાણીએ
    6 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજકોટ સિવિલમાં યલ્લો ફીવર વૅક્સિનની ખંડણીમાં ધરખમ ઘટાડો
    6 months ago
    યલ્લો ફીવર માટે ઉઘરાવાતું 1500નું ડૉનેશન ગેરકાયદે
    6 months ago
    આરદેશણાને નિયમ વિરૂદ્ધ AC ગાડી જેવી સવલતો
    6 months ago
    ઈન્ચાર્જ શાસનાધિકારી આરદેશણાનાં કાળાં કારનામાં બહાર આવતાં જબરો ખળભળાટ
    6 months ago
    સદાદિયાનાં રંગે રંગાઈને આરદેશણા ભાન ભૂલ્યાં
    6 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: રાજકોટ જિલ્લામાં જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી દ્વારા આંતરરાષ્ટ્રીય મહિલા દિનની ઉજવણી કરાઇ
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ગુજરાત > રાજકોટ > રાજકોટ જિલ્લામાં જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી દ્વારા આંતરરાષ્ટ્રીય મહિલા દિનની ઉજવણી કરાઇ
ગુજરાતરાજકોટસૌરાષ્ટ્ર કચ્છ

રાજકોટ જિલ્લામાં જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી દ્વારા આંતરરાષ્ટ્રીય મહિલા દિનની ઉજવણી કરાઇ

khaskhabarrajkot
Last updated: 2021/03/08 at 8:49 PM
khaskhabarrajkot 5 years ago
Share
3 Min Read
SHARE

મહિલાઓના ઉત્કર્ષ માટેની સરકારની યોજનાઓનો લાભ લઈ મહિલાઓને આર્થિક રીતે સશકત બનવા જિલ્લા વિકાસ અધિકારી અનીલ રાણાવસીયાનો અનુરોધ

સખીમંડળોને રીવોલ્વીંગ ફંડના ચેક તથા ગ્રામ સંગઠનોને કોમ્યુનિટી ઇન્વેસ્ટમેન્ટ ફંડના ચેકોનું વિતરણ કરાયુ શ્રેષ્ઠ કામગીરી કરનાર મહિલાઓનું થયુ સન્માન

- Advertisement -

રાજકોટ જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી દ્વારા જિલ્લા વિકાસ અધિકારી અનીલ રાણાવસીયાની પ્રેરક ઉપસ્થિતીમાં આંતરરાષ્ટ્રીય મહિલા દિનની ઉજવણી કરવામાં આવી હતી.

જિલ્લા વિકાસ અધિકારી અનીલ રાણાવસીયાએ માતૃ શકિતને વંદન કર્યા બાદ જણાવ્યું હતું કે માનવીનું સર્જન કરનાર મહિલામાં અપાર શકિતઓ છે. વૈદિક કાળમાં ગાર્ગી જેવી મહિલાઓએ તેમજ ભારતની આઝાદીના સમયે પણ અનેક મહિલાઓએ આઝાદી મેળવવા નેતૃત્વ કર્યુ હતું.

રાણાવસીયાએ આજના આધુનિક સમયમાં મહિલાઓના ઉત્કર્ષ માટે સરકાર દ્વારા પણ અનેક સુવિધાઓ – સહાય આપવામાં આવી રહી છે તેમ જણાવી ઉપસ્થિત મહિલાઓને સરકાર ની મહિલા સશક્તિકરણ માટેની યોજનાઓનો લાભ લઈ સ્વાવલંબી બની આર્થિક રીતે સશક્ત બનવા અનુરોધ કર્યો હતો.

- Advertisement -

આ પ્રસંગે જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક જે.કે. પટેલે કહયુ હતું કે, સરકાર દ્વારા મહિલાઓના ઉત્કર્ષ માટે અનેક લાભો આપી રહી છે, ત્યારે બહેનોએ પોતાની શકિત બહાર લાવવાની તક ઝડપી લેવી જોઇએ. કચ્છના પાબીબેન (પાબી બેગ) નું ઉદાહરણ આપી તેમણે ઉમેર્યું હતુ કે, પાબીબેને નાના પાયે શરૂ કરેલુ હુન્નર આજ વિશ્વ સમક્ષ પહોચી શકયુ છે.
પ્રારંભમાં ઉપસ્થિત મહેમાનોએ દીપ પ્રાગ્ટય કરીને સમારોહને ખુલ્લો મૂકયો હતો. આ સમારોહમાં રાજકોટ, પડધરી અને લોધિકા તાલુકામાં કાર્યરત સખીમંડળોને રીવોલ્વીંગ ફંડના ચેક તથા ગ્રામ સંગઠનોને કોમ્યુનિટી ઇન્વેસ્ટમેન્ટ ફંડના ચેકોનું વિતરણ કરાયુ હતું. આ ઉપરાંત સ્વસહાય જુથોને સી.સી. લોન મંજુરી પત્રો, મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ યોજના અંતર્ગત લોન મંજુરીપત્રો, બેંક સખીઓને નિમણુંક પત્રો અને શ્રેષ્ઠ કામગીરી કરનાર બહેનોનું વિશિષ્ટ સન્માન કરાયુ હતું.

આસી. મેનેજર સરોજબેન મારડીયાએ મહાનુભાવોના શાબ્દિક પ્રવચન બાદ જણાવ્યુ હતું કે આપણે દીકરા-દીકરીમાં ઉછેર-અભ્યાસમાં કોઇ ભેદ ન રાખવો જોઇએ. સખી મંડળની બહેનો ખાખરા અને સિલાઇ મશીન ઉપરાંત મંડપ સર્વિસ, મસાલા ઉધોગ, કેન્ટીન, હસ્તકલાની વસ્તુઓ સહિતની અનેક પ્રવૃતિઓ કરી પગભર બની છે. કેટલીક મહિલાઓ તાલુકા પંચાયતની સભ્યો બની છે તો કેટલીક મહિલાઓ સરપંચ પણ બની છે.

આ પ્રસંગે પડધરીના તાલુકા વિકાસ અધિકારી નૈમેષભાઇ ગણાત્રા તથા સખીમંડળની બહેનો ઉપસ્થિત રહયા હતા. રાજકોટ ઉપરાંત ગોંડલ ટાઉન હોલમાં નાયબ જિલ્લા વિકાસ અધિકારી નિર્ભય ગોંડલીયા અને જેતપુર સ્થિત રોટરી કલબમાં નાયબ જિલ્લા વિકાસ અધિકારી રામદેવસિંહ ગોહિલ તથા જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના જિલ્લા લીવલીહુડ પ્રોજેકટ મેનેજર વી.બી.બસીયા પ્રેરક ઉપસ્થિતમાં આંતરરાષ્ટ્રીય મહિલા દિનની નિમિત્તે ખાસ કાર્યક્રમ યોજાયા હતા. આ પ્રસંગે રૂા.૨૫ લાખથી વધુ રકમના ચેકોનું વિતરણ લાભાર્થી બહેનોને થયા હતા.

You Might Also Like

આ માત્ર ચૂંટણી નહીં, પરંતુ રાજકોટના આવનારા વર્ષોની દિશા નક્કી કરવાની તક: રાજદીપસિંહ જાડેજા

રાજકોટના કુખ્યાત ભૂમાફિયા રમેશ રાણાને મેટોડા પોલીસે બે વર્ષ માટે કર્યો હદપાર

મોદી સરકારના દાયકાઓના નિર્ણયે દેશને નવી દિશા આપી છે : કાશ્મીરાબેન નથવાણી

નિર્ણાયક મેચમાં ખેલાડીઓનું શાનદાર પ્રદર્શન, મેદાનમાં ક્રિકેટનો માહોલ જામ્યો

‘ખાસ-ખબર’ કપ ટુર્નામેન્ટમાં પ્રેક્ષકોનો ઉત્સાહ, મહાનુભાવોની ઉપસ્થિતિ

Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ખાતે નારી શક્તિને ઉજાગર કરતા “શક્તિ રૂપેણ સંસ્થિતા” પ્રદર્શનનો શુભારંભ કરાવતાં જિલ્લા કલેકટર રૈમ્યા મોહન
Next Article શામળાજી કોલેજમાં આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી…

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
જુનાગઢ

શિકારની શોધમાં ગામમાં ઘૂસેલા સિંહ પરિવારે ગાયનો પીછો કર્યો, એક સિંહ અને ત્રણ સિંહણે બે ગાયનું મારણ કર્યું

khaskhabarrajkot khaskhabarrajkot 3 minutes ago
સિંહે શિકાર છોડી બાળકી પાછળ દોટ મૂકી : લોકોનું ટોળું અને ટોર્ચના પ્રકાશથી સાવજ ભડક્યો, ગીરમાં ચીસાચીસથી ગામ ફફડ્યું
જૂનાગઢ જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓની મત ગણતરી 10 કેન્દ્રો ખાતે થશે
સંતો અને સનાતનીઓનું શક્તિ પ્રદર્શન, 60 માંગણી સાથે સરકારને અલ્ટિમેટમ
આ માત્ર ચૂંટણી નહીં, પરંતુ રાજકોટના આવનારા વર્ષોની દિશા નક્કી કરવાની તક: રાજદીપસિંહ જાડેજા
રાજકોટના કુખ્યાત ભૂમાફિયા રમેશ રાણાને મેટોડા પોલીસે બે વર્ષ માટે કર્યો હદપાર
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાજકોટ

આ માત્ર ચૂંટણી નહીં, પરંતુ રાજકોટના આવનારા વર્ષોની દિશા નક્કી કરવાની તક: રાજદીપસિંહ જાડેજા

khaskhabarrajkot khaskhabarrajkot 9 minutes ago
રાજકોટ

રાજકોટના કુખ્યાત ભૂમાફિયા રમેશ રાણાને મેટોડા પોલીસે બે વર્ષ માટે કર્યો હદપાર

khaskhabarrajkot khaskhabarrajkot 10 minutes ago
રાજકોટ

મોદી સરકારના દાયકાઓના નિર્ણયે દેશને નવી દિશા આપી છે : કાશ્મીરાબેન નથવાણી

khaskhabarrajkot khaskhabarrajkot 13 minutes ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?