ધીરુભાઈ સરવૈયાએ ભગવાન સોમનાથ દાદાના મંદિર શીખર પર સોનાનો કળશ ચડાવ્યો
સૌરાષ્ટ્રના અરબ સાગરના કિનારે બિરાજમાન બાર જ્યોતિલિંગમાં પ્રથમ એવા ભગવાન સોમનાથ મહાદેવ દાદામાં અતૂટ શ્રધ્ધા ધરાવતા જગવિખ્યાત અને ક્ષત્રિય ખાંટ રાજપૂત સમાજના ગૌરવ એવા ધીરુભાઈ સરવૈયાએ શ્રી સોમનાથ મંદિરે દાદા સોમનાથ મહાદેવને સાત્રોક્તવિધિથી પૂજા કરીને સોનાનો કળશ ચડાવીને ભગવાન શિવના ચરણોમાં અર્પણ કરવામાં આવ્યો હતો. ધીરુભાઈ સરવૈયા દ્વારા દાદા સોમનાથ મહાદેવની પૂજા અર્ચના કરીને આશીર્વાદ મેળવ્યા હતા.


