પ્રકાશ બસિયાએ સેક્ધડ હેન્ડ ટ્રકનાં EMI સમયસર ન ભરતાં મૂળ માલિક વસંત ભોજાણી જ ટ્રક ઉઠાવી ગયા છે
સંજય રાવલ પણ પાપનો ભાગીદાર: પોલીસ ખાતામાં ન હોવા છતાં કોન્સ્ટેબલ તરીકે પોતાની ઓળખાણ આપીને તોડ કરે છે!
- Advertisement -
ખાસ-ખબર સંવાદદાતા
તારીખ 9 ફેબ્રુઆરીનાં રોજ ‘ખાસ-ખબર’માં પાના નંબર 4 પર ‘લાંચ પણ ઑનલાઈન- સુરેન્દ્રનગરનાં બજાણાનાં પોલીસ જમાદાર સંજય રાવલે ૠઙફુ થકી 10 હજાર લીધાં’ એવા મથાળા તળે એક અહેવાલ છપાયો હતો. ‘ખાસ-ખબર’ને જાણવા મળ્યાં મુજબ આ આખા મુદ્દે કહેવાતા ફરિયાદી પ્રકાશ બસિયા અને વિશાલ માલાની આખી વાત જ પાયાવિહોણી છે અને વાસ્તવમાં તેમનું ડમ્પર ચોરાયું જ નથી પરંતુ મૂળ માલિક લઈ ગયા છે. વાસ્તવમાં પ્રકાશ બસિયા અને વિશાલ માલાએ ડમ્પર કોઈ ટ્રાન્સપોર્ટવાળા પાસેથી લીધું હતું જેનાં બાકી ઊખઈં ભરવાની જવાબદારી ખરીદનાર બસિયાની હતી. પરંતુ તેણે સમયસર હપ્તા ન ભરતાં ડમ્પરનો મૂળ માલિક એ ડમ્પર ઉઠાવી ગયો હતો પરંતુ બસિયા-માલાથી આ વાતથી અજાણ હોવાથી તેમણે ચોરીની ફરિયાદ નોંધાવવા કોશિષ કરી હતી.
પ્રકાશ બસિયાની અજાણતા અને ગેરસમજનાં કારણે ‘ખાસ-ખબર’ ગેરમાર્ગે દોરાયું હતું અને તેથી ઙજઈં દિનેશસિંહ ઝાલાની ઈમેજને નુક્સાન થયું હતું, આ સમગ્ર બાબતમાં હાથો બનવા બદલ ‘ખાસ-ખબર’ દિલગીરી અનુભવે છે અને ઙજઈં દિનેશસિંહ ઝાલા સામેના આક્ષેપો સદંતર ખોટા છે એવું માને છે.
જો ફરિયાદી સાચા હોય તો અને તેઓની ફરિયાદ ન સ્વીકારાઈ હોય તો તેમની પાસે ઊચ્ચ અધિકારીઓ પાસે જવાનો રસ્તો હતો. તેઓ ઉુજઙ કે જઙ કે ઈંૠ સુદ્ધાંને મળી શકતા હતાં. બસિયા કોઈ જ ઉચ્ચ અધિકારીને મળ્યા નથી, ઈવન દિનેશસિંહ ઝાલાને પણ ક્યારેય મળ્યા નથી. પોતાનો અને નકલી કોન્સ્ટેબલ સંજય રાવલ વચ્ચેનો વહીવટ પાર ન પડતાં તેમણે ખાસ-ખબરનો સંપર્ક કર્યો હતો અને તેમને જે ગેરસમજભરી વિગતની જાણ હતી તે ખાસ-ખબરને આપી હતી.
- Advertisement -
બીજી તરફ કહેવાતો કોન્સ્ટેબલ સંજય રાવલ પણ એકદમ ચાલું આઈટમ છે. એ પોલીસ ખાતામાં છે જ નહીં છતાં બધાંને પોતાની ઓળખ પોલીસ કોન્સ્ટેબલ તરીકે આપે છે અને પોતાનાં વ્હોટ્સએપ ઉઙમાં પણ ગુજરાત પોલીસનો સિમ્બોલ રાખે છે. સંજય રાવલ પોલીસનાં ગોરખધંધા કરવા માટે કૂખ્યાત છે. આ મામલે ટ્રક ચોર અને સંજય રાવલ વિરૂદ્ધ કાર્યવાહી થાય તે જરૂરી છે.