નવા નોંધાયેલા મતદારો માટે હવે ૨૮ ફેબ્રુઆરી સુધી e-EPIC ડાઉનલોડ કરી શકશે …
સમગ્ર રાજ્યમાં સ્થાનીક સ્વરાજની સામાન્ય ચુંટણી ૨૮ ફેબ્રુઆરી ૨૦૨૧ના રોજ યોજાવાની છે. જે અંતર્ગત ચુંટણીને લઇને અરવલ્લી મતદારયાદી સુધારણા કાર્યક્રમમાં નવા નોંધાયેલા યુવા મતદારો ડીજીટલ સ્વરૂપમાં પોતાના ચુંટણી કાર્ડ ડાઉનલોડ કરી શકે તે માટે રાષ્ટ્રીય મતદાતા દીવસે ચુંટણીપંચ દ્વારા ઇ-એપીક લોન્ચ કરાઇ છે. જેમા જિલ્લામાં ૫૪૭ મતદારોએ ડીજીટલ ચુંટણી કાર્ડનો લાભ લીધો છે. યુનિક મોબાઇલ નંબર ધરાવતા નવા મતદારો e-EPIC ડાઉનલોડ કરી શકાશે. જે અંતર્ગત હાલ યુનિક મોબાઇલ નંબર ધરાવતા નવા મતદારો તેમના ઇ-એપીક કાર્ડ ડાઉનલોડ કરી શકાશે.
આ ઇલેક્ટોનીક ચુંટણી કાર્ડને ડાઉનલોડ કરીને ડીજીટલ સાચવી શકાશે. અરવલ્લી જિલ્લામાં કુલ ૧૪૧૯ યુનિક મોબાઇલ નંબર ધરાવતા યુવા મતદારો નોંધાયા છે. જે પૈકી અત્યાર સુધીમાં ૫૪૭ મતદારોએ આ કાર્ડ ડાઉનલોડ કર્યા છે. ૩૦-ભિલોડા મતદાર વિભાગમાં ૩૨૩ મતદાર. ૩૧-મોડાસા મતદાર વિભાગમાં ૧૬૪ મતદાર,૩૨-બાયડ મતદાર વિભાગમાં ૬૦ મતદારનો સમાવેશ થાય છે. ચુંટણી પાંચ દ્વારા આ કાર્ડ ડાઉનલોડ કરવાની સમય મર્યાદા વધારીને ૨૮ ફેબ્રુઆરી કરવામાં આવી છે.
આગામી સમયમાં ભારતના ચુંટણી પંચ દ્ધારા તમામ મતદારો માટે e-EPIC ની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવનાર છે. જેથી તમામ મતદારો ડીજીટલ ચુંટણી કાર્ડ ડાઉનલોડ કરી શકશે. અત્રેના જિલ્લાના તમામ તાલુકામાં મામલતદાર કચેરીમાં જનસેવા કેન્દ્ર ખાતે e-EPIC હેલ્પ ડેસ્કની વ્યવસ્થા કરવામાં આવેલ છે. જ્યાં e-EPIC ડાઉનલોડ કરવા માટે મતદારોને જરૂરી માર્ગદર્શન પુરૂ પાડવામાં આવશે.
- Advertisement -
ચુંટણી કાર્ડ ડાઉનલોડ કરવા માટે http://nvsp.in ,http://voterportal.eci.govt.in તથા voter helpline mobile એપ્લીકેશનનો ઉપયોગ કરવાનો રહેશે.જિલ્લાના મતદારોને ચુંટણી પંચ દ્ધારા ઉપલબ્ધ કરવામાં આવેલી આ સુવિધાનો મહત્તમ લાભ લેવા જિલ્લા ચુંટણી અધિકારી અને કલેક્ટરશ્રી અરવલ્લી દ્વારા અપીલ કરવામાં આવી છે.
જગદીશ સોલંકી અરવલ્લી


