પોલીસે CCTVના આધારે ગણતરીના કલાકોમાં જ એક મહિલાને ઝડપી લીધી, બેની શોધખોળ શરૂ
ખાસ-ખબર સંવાદદાતા
હાલ તસ્કરો બેફામ બની ગયા છે. એક પછી એક ચોરીની ઘટનાનો સિલસિલો વધી રહ્યો છે. ચૂંટણીનો માહોલ પૂરો થવાની સાથે જ ચોરી, લૂંટની ઘટનાઓ સામે આવી હતી. રાજકોટ જિલ્લાના જસદણ તાલુકામાં જ્વેલરી શોપમાં ત્રણ મહિલા આવી હતી અને તેમણે નજર ચૂકવી સોનાના દાગીનાની ચોરી કરી હતી. આ મુદ્દે જસદણ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ થઈ હતી. એ બાદ પોલીસે ઈઈઝટના આધારે ગણતરીના કલાકોમાં જ એક મહિલાને ઝડપી લીધી હતી. જ્યારે અન્ય બે મહિલાની શોધખોળ હાથ ધરાઈ છે.
જસદણના ચીતલિયા રોડ પર આવેલી એક જ્વેલર્સ શોપમાંથી દાગીના ખરીદવાના બહાને આવેલી ત્રણ મહિલા ‘કારીગરી’ કરી ગઈ હતી. માલિકની નજર ચૂકવીને સોનાની બે બૂટી, જેની કિંમત 35,000 આસપાસ થવા જાય છે, તે ચોરી ગઇ હતી. મહિલાઓ નીકળી ગયા પછી માલિકને આ તફડંચીની ખબર પડી હતી અને તેમણે ઈઈઝટ ફૂટેજ ચેક કર્યા હતા, જેમાં ત્રણ મહિલા ચોરી કરતી સ્પષ્ટ દેખાતાં આ અંગે પોલીસનો સંપર્ક કરી ફરિયાદ નોંધાવી હતી અને પોલીસે એક મહિલાની ધરપકડ કરી લીધી હતી, જ્યારે તેમની અન્ય બે સાગરીતની શોધખોળ આરંભાઈ છે.



