મોડાસા તાલુકાના ટીંટોઈ ગ્રુપ ગ્રામ પંચાયત ના સરપંચ શ્રી કાદરભાઈ ટીંટોઈયા તથા ત,ક,મંત્રીશ્રી અમૃતભા
ઈ પટેલ દ્વારા લોકડાઉન ના સમયે ગ્રામજનોને ૯૮૪૨ માસ્ક સ્વખર્ચે બનાવી વિતરણ કરાયું હતું તેમજ રૂપિયા,૫૫૫૦/ માસ્ક વગર ફરતા લોકો પાસેથી દંડ વસૂલ કરાયો હતો અને કોરોના ફેલાય નહીં તે માટે ટિટોઈ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર સાથે આયુર્વેદિક ઉકાળાનું વિતરણ કરાયું હતુંં
જેમાં તાલુકા પંચાયત દ્વારા પણ મદદ કરવામાં આવી હતી દર મહિને આયુર્વેદિક ઉકાળાનું આયોજન કરવામાં આવતું હતું દર વખતે ૨૦૦૦.થી વધારે લોકો ઉકાળા નો લાભ લેતા હતા તથા વારંવાર ગામમાં સેનેટાઈઝર કરવામાં આવતું હતું વૃદ્ધો અશક્ત વ્યક્તિઓ તથા બીમાર લોકોને પંચાયત તથા આરોગ્ય કેન્દ્ર દ્વારા આરોગ્ય લક્ષી સેવાઓ પૂરી પાડવામાં આવતી હતી
- Advertisement -
કોરોના સંક્રમણ ગામમાં વધારે ન વધે તેને લઈ લોકડાઉન નું ચુસ્તપણે પાલન થાય તેની તકેદારી રખાઇ હતી સમગ્ર કામગીરી કરતા ફરજ દરમિયાન ટીંટોઈ સરપંચ તથા ત,ક,મંત્રી પણ કોરોના સંક્રમિત થયા હતા તે છતાં પણ કામગીરી પર પૂરું ધ્યાન રાખ્યું હતું કોરોના કાળમાં પણ પંચાયત દ્વારા વિકાસના કામો સરકારની ગાઇડલાઇન મુજબ પુરા કરવામાં આવ્યા હતા અને તમામ ગરીબ નાગરિકોને મફત અનાજ વિતરણ મળી રહે તેવી વ્યવસ્થા કરવામાં આવી હતી ટીંટોઈ ગ્રુપ ગ્રામ પંચાયત દ્વારા કોરોના કાળ માં બજાવેલ ફરજ ગામલોકો દ્વારા બિરદાવવામાં આવી હતી.
જગદીશ સોલંકી અરવલ્લી.


