પાટણ જિલ્લાના તાલુકા મથક સિદ્ધપુરના સેદ્ધાણા ગામે ચાલતા કલરવ બાળ સંભાળ ગૃહની બુધવારના રોજ પાટણ જિલ્લા પ્રાંત અધિકારી સ્વપ્નિલ ખરે સહિતના નિરીક્ષણ કમિટીના સભ્યોએ મુલાકાત લઇ કલરવ બાળ સંભાળ ગૃહની કામગીરીનું બારીકાઈથી નિરીક્ષણ કર્યું હતું.
પાટણ જિલ્લા પ્રાંત અધિકારીએ સેદ્વાણા ખાતે ચાલતા કલરવ બાળ સંભાળ ગૃહમાં ચાલતા કામોના નિરીક્ષણની સાથે સાથે વિવિધ સૂચનો પણ કર્યા હતા.
કલરવ બાળ સંભાળ ગૃહના નિરીક્ષણ અર્થે કમિટીના સભ્યો માં જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી, જિલ્લા બાળ સુરક્ષા અધિકારી કેતનભાઇ પ્રજાપતિ,
જુવેનાઇલ જસ્ટિસ બોર્ડ ના સભ્ય જ્યોત્સનાબેન નાથ, બાળ કલ્યાણ સમિતિ ના સભ્ય નલીનીબેન માને,ધારપુર મેડિકલ કોલેજના માનસિક સ્વાસ્થયના નિષ્ણાંત તબીબ, જિલ્લા શિક્ષણાધિકારી કચેરીના શિક્ષણ નિષ્ણાંતની સાથે સામાજિક કાર્યકર શૈલેષભાઈ નાયી ઉપસ્થિત રહ્યા હતા.
જેઠી નિલેષ પાટણ.


