ગોંડલ ફોરેસ્ટ યુથ કલબ ના પ્રકૃતિપ્રેમી હિતેશભાઈ દવે દ્વારા 1 લી જાન્યુઆરી 2021 શુક્રવારે ગુરુપુષ્યઅમૃત યોગ અન્વયે પંચવટી સોસાયટી તેમજ આસપાસ ની સોસાયટીના 1થી10 વર્ષ સુધીના બાળકો માટે વિનામૂલ્યે સુવર્ણપ્રાશન ઔષધ પીવરાવવાનું આયોજન કરવામાં આવેલ છે તેમજ ગોંડલ આસપાસની ઝૂંપડપટ્ટીના અભ્યાસ કરતા બાળકોને પણ આ સુવર્ણપ્રાશન ઔષધ મૂલ્યે આપવામાં આવશે.

- Advertisement -
વૈદિક પદ્ધતિથી અને અમૂલ્ય ઔષધોથી તૈયાર થયેલ આ સુવર્ણપ્રાશન ઔષધ ગોંડલ ના સેવાભાવી નયનભાઈ જોશી અને કેવલ્યભાઈ જોશી પરિવાર તરફથી વિનામૂલ્યે પૂરું પાડવામાં આવે છે.
આ સુવર્ણપ્રાશન સેવા પંચવટી સોસાયટી, ગણપતિજી ના મંદિર સામે, હિતેશભાઈ દવે ના નિવાસ સ્થાનેથી સવારે 10 વાગ્યા થી બપોરના 2 વાગ્યા સુધી મળશે.
પંચવટી સોસાયટી, સહજાનંદ નગર રામનગર તેમજ આસપાસ ના બાળકો આ વ્યવસ્થાનો લાભ લ્યે તેવી અપીલ કરવામાં આવેલ છે.
હિતેશભાઈ દવે અને જતન દવે રૂબરૂ જઈને ગરીબ બાળકોને સુવર્ણપ્રાશન ઔષધ પીવળાવવામાં આવશે જેમાં કિરણબેન દવે જયશ્રીબેન જોશી તથા ભાવનાબેન ભટ્ટ સહયોગ કરી રહ્યા છે.


