પાટણ જીલ્લાના ચાણસ્મા તાલુકાના ધીણોજ હાઇવે થી ધીણોજ ગામમાં મુખ્ય બજાર સુધી નો રોડ ઘણા સમયથી દુરસ્ત થયો હતો.જેના લીધે ધીણોજ ગામમાં પ્રવેશ દ્વારથી બજારમાં જવા માટે પણ આવા દુરસ્ત રોડ ના કારણે વાહનચાલકો પણ મુશ્કેલી અનુભવતા હતા. ધીણોજ ગામ નું કાપડ બજાર અને વાસણ બજાર ના કારણે લગ્નસરાની મૈાસમમાં રાધનપુર પાટણ સમી-હારીજ સહિતના ગ્રામ્ય વિસ્તારના લોકો લગ્નની ખરીદી કરવા માટે પણ આવતા હોય છે. જેના કારણે આ દુરસ્ત રોડ થતાં વાહનચાલકો માટે પણ આ રોડ માથાનો દુખાવો બની ગયો હતો. છેલ્લા કેટલાય સમયથી બજારના વેપારીઓ અને વાહન ચાલકો દ્વારા ગ્રામ પંચાયતને હાઈવેથી મુખ્ય બજાર સુધીનો રોડ બનાવવા માટે લેખિત અને મૌખિક રજૂઆતો કરવામાં આવી હતી. જેને ધ્યાને લઇ ગ્રામ પંચાયત ની જાગૃતતાના કારણે મહિલા સરપંચ કૈલાશબેન ચૌધરી દ્વારા આ રોડ બનાવવા માટે છેલ્લા એક વર્ષથી ઉચ્ચકક્ષાએ રજૂઆતો કરવામાં આવતાં તંત્ર દ્વારા ધીણોજ હાઈવેથી મુખ્ય બજાર સુધીના રોડ બનાવવાનું કામ હાથમાં લેવામાં આવતાં ગ્રામ પંચાયત દ્વારા પ્રવેશદ્વારથી બજાર સુધીના બંને બાજુ ના નડતરરૂપ દબાણો દૂર કરવાની કાર્યવાહી હાથ ધરાઇ હતી. અને ધીણોજ ગામના પ્રવેશદ્વારથી મુખ્ય બજારો નું કામકાજ કરવામાં આવતાં વાહનચાલકો વેપારી વર્ગને ગ્રામજનોમાં આનંદની લાગણી પ્રસરી જવા પામી છે.
- Advertisement -
જેઠી નિલેષ પાટણ


