– કેશોદ નાં માર્કેટિંગ યાર્ડમાં ભાજપના જુનાગઢ પોરબંદર ગીર સોમનાથ જીલ્લાનું કિશાન સંમેલન યોજાયું હતું જેમાં પુર્વ પ્રદેશ ભાજપ પ્રમુખ જીતુભાઈ વાઘાણી,કેબિનેટ મંત્રી જવાહરભાઈ ચાવડા, સાંસદ રમેશભાઈ ધડુક, રાજેશભાઈ ચુડાસમા ધારાસભ્ય દેવાભાઈ માલમ, બાબુભાઈ બોખીરીયા અને પુર્વ ધારાસભ્ય અને જિલ્લા પ્રમુખો અને હોદેદારોની ઉપસ્થિતિ માં યોજાયેલ કિસાન સંમેલન દિપ પ્રાગટ્ય થી પ્રારંભ કરવામાં આવ્યો હતો. મંચસ્થ મહાનુભાવો નું સ્થાનીક સંગઠન દ્વારા પુષ્પગુચ્છ અને શાલ ઓઢાડી સ્વાગત કરવામાં આવ્યું હતું. કિશાન સંમેલન માં મંચસ્થ મહાનુભાવો એ પોતાના વક્તવ્યમાં જણાવ્યું હતું કે કોંગ્રેસ પક્ષના આગેવાનો અને વિરોધ પક્ષના નેતાઓ ખેડૂતો ને ભ્રમિત કરી ખોટાં ગેરમાર્ગે દોરી રહ્યા છે ત્યારે ખેડૂતો એ ગભરાવાની જરૂર નથી કૃષી સુધાર બીલ ૨૦૨૦ થી ખેડૂતો ની આવક બમણી થશે એવું જણાવ્યું હતું. ભાજપના પુર્વ પ્રદેશ પ્રમુખ જીતુભાઈ વાઘાણી એ પોતાના વક્તવ્યમાં જણાવ્યું હતું કે કોંગ્રેસની કટકી કમીશન ની આવક બંધ થતાં તેલ રેડાયું છે અને ખેડૂતો માં ગેરસમજણો ફેલાવી ગેરમાર્ગે દોરી રહ્યા છે. કેન્દ્ર સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલ કૃષી સુધાર બિલ નો થઈ રહેલાં વિરોધનો સામનો આવનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માં કરવો ન પડે એ માટે ભાજપા દ્વારા કિસાન સંમેલન યોજીને કાર્યકરો આગેવાનો ને સરકારની ખેડૂતો માટે કરેલાં ભુતકાળના નિર્ણયો યાદ કરી વાગોળીને ભાજપા ખેડૂતો વિરોધી ન હોવાનું ગાણું ગાયું હતું. ભારત બંધના એલાન માં કેશોદ વિસ્તારમાં સ્વયંભુ બંધ રહેતાં ખેડૂતો વેપારીઓ નારાજગી દેખાઈ આવી હતી ત્યારે ત્રણ જીલ્લાનું કિસાન સંમેલન કેશોદ શહેરમાં યોજીને નારાજગી દુર કરવા પ્રયત્ન કરવામાં આવ્યો હતો. કિસાન સંમેલન ની આભારવિધિ દિનેશભાઈ ખટારીયાએ કરી હતી.
કેશોદમાં ભાજપના જુનાગઢ પોરબંદર ગીર સોમનાથ જીલ્લાનું કિશાન સંમેલન યોજાયું
You Might Also Like
Follow US
Find US on Social Medias


