ભવનાથમાં ગૂગલ પે દ્વારા પેમેન્ટ કરતા યુવાનની ભાળ મળી
ખાસ-ખબર સંવાદદાતા
ભુજનાં મહાપ્રભુ નગર માધાપર વિસ્તારમાં રહેતા સુરેન્દ્રસિંહ રાણસિંહ સોઢાએ ભુજ શહેર એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં પોતાના ભાઈ દશરથસિંહ રાણસિંહ સોઢા (ઉવ. 25) ઘરેથી કોઈને કહ્યા વગર નીકળી ગયા હોવાની જાણ કરવામાં આવેલ હતી.જેના પગલે ભુજ શહેર એ ડિવિઝન પોલીસ સ્ટેશનના સ્ટાફ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી. તપાસ દરમિયાન જાણવા મળ્યું હતું કે, ગુમ થનાર દશરથસિંહ સોઢા દ્વારા ગૂગલ પે દ્વારા જૂનાગઢ ભવનાથ તળેટીમાં પેમેન્ટ કરેલ હતું. જે અંગેની માહિતી જૂનાગઢ પોલીસને મળી હતી.બાદ જૂનાગઢ ડિવિઝનના ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ એલસીબી, ભવનાથ પોલીસ સ્ટેશનનાં સ્ટાફ વગેરેએ તપાસ હાથ ધરીહતી. બાદ યુવાન જૂનાગઢ એસટી બસ સ્ટેન્ડ પાસે હોવાની જાગતા મળતા તેને શોધી કાઢવામાં આવ્યો હતો.
- Advertisement -
યુવાનની પુછપરછ કરતા ભુજથી ફરવા માટે ઘરેથી કોઈને કહ્યા વગર ફરવા નીકળી ગયો હતો. ભવનાથ ફરવા આવી, ગિરનાર ઉપર દત્તાત્રેયના દર્શન કર્યા હતાં. જૂનાગઢથી દ્વારકા દર્શન કરવા જવાનો હોવાનું જણાવ્યું હતુ.પોલીસે તેના પરિવારને જાણ કરી બાદ તેના પરિવારને સોંપી દીધો હતો.