વિદ્યાર્થીઓને લાગ્યો મોટો ઝટકો
ફરી વાર નહીં યોજાય JEE મેઈન્સ પરીક્ષા, 28 ઓગસ્ટે જ યોજાશે JEE એડવાંસ્ડ
- Advertisement -
ખાસ-ખબર સંવાદદાતા
ઈંઈંઝમાં એડમિશન માટે એન્ટ્રેસ એક્ઝામ જેઈઈ એડવાંસ્ડ 2022ની તૈયારી કરી રહેલા વિદ્યાર્થીઓ માટે જરૂરી સમાચાર આવ્યા છે. આપની પરીક્ષા નિશ્ચિત તારીખે જ લેવાશે. જેઈઈ એડવાંસ્ડ 2022ની તારીખમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. પૂર્વ નિર્ધારિત શિડ્યૂલ એટલે કે, રવિવાર 28 ઓગસ્ટ 2022ના રોજ આઈઆઈટી જેઈઈ એડવાંસ્ડ પરીક્ષા લેવાશે. તો વળી જેઈઈ મેઈન્સ 2022માં પણ બીજી તબક્કાની આશા ખતમ થઈ ચુકી છે. શુક્રવારે 26 ઓગસ્ટના રોજ સુપ્રીમ કોર્ટે આ મામલે નિર્ણય સંભળાવ્યો છે.
સુપ્રીમ કોર્ટમાં અરજી લગાવામાં આવી હતી કે, જેઈઈ મેઈન્સ પરીક્ષામાં ઉમેદવારોને બીજો મોકો આપવામાં આવે. અરજીકર્તાનું કહેવુ હતું કે ટેકનિકલ અડચણોના કારણે જેઈઈ મેઈન્સ 2022 એક્ઝામમાં તે 50 સવાલ અટેમ્પટ નહીં કરી શકે. આ ટેકનિક ખામી કેડીંડેટની ભૂલ નહોતી. પણ સેન્ટરની ભૂલોનું પરિણામ વિદ્યાર્થીઓએ ચોક્કસથી ભોગવવું પડશે. એટલા માટે કેંડિડેંટને ફરી એક વાર મોકો મળે. જેથી તેમને ન્યાય મળી શકે.
પણ સુપ્રીમ કોર્ટે આ અરજી રદ કરી દીધી હતી. વડી અદાલતે કહ્યુ કે, અમે આ પરીક્ષામાં વધારે જટિલતા ઊભી કરી શકીએ નહીં. સાર્વજનિક પરીક્ષાઓની નિયમિતતા બનાવી રાખવી જોઈએ.
વિદ્યાર્થીઓ કોર્ટમાં જતા રહે છે, ઈંઈંઝ ઉંઊઊ 2022 એડવાંસ્ડની પરીક્ષા નિશ્ચિત સમય પર થવા દો.



