– આવકવેરા વિભાગે નોટિસ ફટકારી
આવકવેરા વિભાગે કાળાનાણા કાનુન અંતર્ગત કથિત રીતે 420 કરોડ રૂપિયાની કર ચોરી મામલે રિલાયન્સ સમૂહના ચેરમેન અનિલ અંબાણીને નોટીસ ફટકારી છે. આ કર સ્વિસ બેન્ક ખાતામાં રાખવામાં આવેલ. 814 થી વધુ બેહિસાબ ધન સાથે જોડાયેલો છે.
- Advertisement -
નોટિસમાં કહેવામાં આવ્યું છે કે ઉદ્યોગપતિએ જાણી જોઈને વિદેશમાં બેન્ક ખાતા અને નાણાકીય હિતોની વિગત નથી આપી. અનિલ અંબાણી સાથે વર્ષ 2012-13 થી વર્ષ 2019-20 દરમિયાન વિદેશમાં અઘોષિત સંપતિ રાખીને કરચોરીના આરોપ છે. આ કેસમાં દંડની સાથે સાથે વધુમાં વધુ 10 વર્ષની સજાની જોગવાઈ છે.