બેન્ક તેમજ ફાયનાન્સનું 85 કરોડનું લેણું વસૂલવા સરફેસી એકટ હેઠળ કાર્યવાહી, 40થી વધુ આસામીઓની મિલકત
ખાસ-ખબર સંવાદદાતા
લોન ભરવામાં નિષ્ફળ ગયેલા આસામી સામે જિલ્લા કલેક્ટર અરુણ મહેશ બાબુએ આકરા પગલાં લીધા છે. જિલ્લા કલેક્ટરે આવા આસામીઓની મિલકત જિલ્લા કલેકટર અરુણ મહેશ બાબુએ બેન્ક લોન ભરવામાં નિષ્ફળ ગયેલા આસામીઓ સામે મિલકત જપ્તીના આદેશ જાહેર કર્યા છે. જેમાં કુલ 85 કરોડની લોનની ભરપાઈ ન કરી હોય તેવા આસામીને નોટિસ ફટકારવામાં આવી હતી. લોનના બદલામાં ગીરવે મુકેલી મિલકત જપ્ત કરવા માટે બેન્કો તથા ફાયનાન્સ પેઢીઓએ જિલ્લા કલેક્ટર સમક્ષ દરખાસ્ત કરી હતી. જિલ્લા કલેક્ટર અરુણ મહેશ બાબુએ આજે કેટલીક દરખાસ્તોને માન્ય રાખીને મિલકત જપ્તીના આદેશો આપ્યા છે.
- Advertisement -
જિલ્લા કલેક્ટરના આદેશથી હવે જે તે મામલતદાર કચેરીઓ દ્વારા આ આસામીઓની મિલકતો સીલ કરીને તેનો કબ્જો બેન્કો તથા ફાયનાન્સ પેઢીઓને સોંપવાની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. ત્યારબાદ બેન્કો તથા ફાયનાન્સ પેઢીઓ આ મિલકતોની હરરાજી કરી તેની બાકી નાણાની વસુલાત કરશે. જ્યારે આ અગાઉ પણ 40થી વધુ આસામીઓની મિલકત જપ્તીના આદેશ આપ્યા હતા.