કર્ણાટક, હરિયાણા, ઉ.પ્રદેશ અને રાજસ્થાનમાં સર્જાયેલા અકસ્માતોમાં કુલ 23નાં મોત
50 યાત્રીઓને લઇને રાજકોટથી ઉપડેલી બસનો ડ્રાઇવર ગુટખા ખાઇને થૂંકવા જતા બસ ટ્રક સાથે અથડાતા ચારે
જીવ ગુમાવ્યા
- Advertisement -
ખાસ-ખબર સંવાદદાતા
કર્ણાટકના હુબલીમાં હુબલી ધારવાડ બાયપાસ રોડ પાસે પ્રાઇવેટ બસ અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાતા આઠ લોકોનાં મોત થયા છે અને 20થી વધુ લોકો ઘાયલ થયા છે તેમ પોલીસે એક નિવેદનમાં જણાવ્યું છે.આ બસ મહારાષ્ટ્રના કોલ્હાપુરથી બેંગાલુરુ જઇ રહી હતી ત્યારે સામેથી ટ્રક આવતા બંને વચ્ચે વાહનો વચ્ચે અકસ્માત સર્જાયો હતો. પોલીસના જણાવ્યા અનુસાર ટ્રેકટરને ઓવરટેક કરવામાં બસના ડ્રાઇવરે અંકુશ ગુમાવતા બસ સામેથી આવી રહેલ ટ્રક સાથે અથડાઇ હતી.ઘટના સ્થળે જ છ લોકોનાં મોત થયા હતાં જ્યારે સારવાર દરમિયાન બે લોકોનાં મોત થયા હતાં. મૃતકોમાં બસ અને ટ્રક બંનેના ડ્રાઇવર મૃત્યુ પામ્યા છે.
હરિયાણાના જિંદ જીલ્લાના કાંદેલા ગામમાં એક વાહન ટ્રક સાથે અથડાતા છ લોકોનાં મોત થય છે અને અન્ય 17 લોકો ઘાયલ થયા છે.



