લક્ષ્મણભાઇ યાદવ પ્રમુખ પદે બિનહરીફ ચૂંટાયા
ખાસ ખબરસંવાદદાતા
જૂનાગઢ જિલ્લામાં સહકારી ક્ષેત્રે આગવુ નામ ધરાવતા લક્ષ્મણભાઇ યાદવની સહકારી ક્ષેત્રેમાં ફરી એન્ટ્રી થઇ છે. વિધાનસભાની ચૂંટણી પહેલા સહકારી ક્ષેત્રમાં આગમન થતા રાજકીય માહોલ બન્યો છે. જૂનાગઢ જિલ્લા સહકારી ખરીદ વેંચાણ સંઘની ચૂંટણી યોજાઇ હતી.
- Advertisement -
આ ચૂંટણીમાં પ્રમુખ તરીકે લક્ષ્મણભાઇ યાદવ, ઉપપ્રમુખ તરીકે જયેશભાઇ ગુંદાણીયાની તેમજ બોર્ડના સભ્યોની બિનહરિફ વરણી કરાઇ હતી. જૂનાગઢ શહેર મામલતદાર તેજષભાઇ જોશીની ઉપસ્થિતીમાં ચૂંટણી યોજાઇ હતી જેમાં લક્ષ્મણભાઇ યાદવે પ્રમુખ તરીકે ઉમેદવારી નોંધાવી હતી. જ્યારે ઉપપ્રમુખ તરીકે જયેશભાઇ ગુંદાણીયાએ ફોર્મ રજૂ કર્યું હતું.
અન્ય કોઇએ ફોર્મ ન ભરતા લક્ષમણભાઇ યાદવની પ્રમુખ તરીકે તેમજ જયેશભાઇ ગુંદાણીયાની ઉપપ્રમુખ તરીકે બિનહરિફ વરણી થઇ હતી. આ સાથે બોર્ડની પણ બિનહરિફ વરણી થઇ હતી. આ તકે લક્ષ્મણભાઇ યાદવે જણાવ્યું હતું કે, વર્ષ 2006થી 2022 સુધી સતત 17 વર્ષ જૂનાગઢ જિલ્લા સહકારી ખરીદ વેંચાણ સંઘમાં પ્રમુખ તરીકે બિનહરિફ ચૂંટાતો રહ્યો છું. અમારી સંસ્થા 2006થી દર વર્ષે ખેડૂતોને 15 ટકા ડિવીડન્ડ આપે છે.