શ્રેષ્ઠ શિક્ષણ સાથે ઉત્તમ સંસ્કાર પ્રદાન કરવાનો હેતુ : કોઠારી સ્વામી
ખાસ-ખબર સંવાદદાતા
- Advertisement -
BAPS સ્વામિનારાયણ સંસ્થા દ્વારા વિવિધ નૈતિક, શૈક્ષણિક, સામાજીક, સાંસ્કૃતિ અને આધ્યાત્મિક સેવા કાર્યો કરવામાં આવી રહ્યાં છે. ત્યારે જૂનાગઢનાં વંથલી રોડ ઉપર અક્ષર મંદિર ખાતે બીએપીએસ સ્વામિનારાયણ વિદ્યામંદિરનો શુભારંભ થવા થઇ રહ્યો છે. આવતીકાલે 3 મેનાં અહીં વિદ્યા મંદિરનું લોકાર્પણ કરવામાં આવશે. આ કાર્યક્રમમાં સંસ્થાનાં વિદ્ધાન સંતવક્તા અને મોટીવેશનલ સ્પીકર જ્ઞાનવત્સલ સ્વામી પોતાની રસાળ શૈલીમાં લાભ આપશે. તા. 3મે 2022નાં મંદિરનો 16મો પાટોત્સવ અને વિદ્યા મંદિરનો લોકાર્પણ સમારંભ યોજાશે.જેમાં સંસ્થાનાં વરિષ્ઠ સંત ભક્તિપ્રિય સ્વામી ઉપસ્થિત રહેશે.સવારે 6:30 કલાકે ઠાકરોજીનો મંદિરમાં પંચામૃત અભિષેકથી કરી મહાપૂજા યોજાશે. સાંજે 5:30 કલાકે વિદ્યામંદિરનું ઉદ્ધાનટ કરવામાં આવશે. સાંજનાં 6 થી 8 દરમિયાન મુખ્ય સભા યોજાશે.
આ અંગે ધર્મ વિનય સ્વામી કોઠારી સ્વામીએ જણાવ્યું હતું કે, વિદ્યા મંદિરમાં ગુજરાતી અને અંગ્રેજી બન્ને માધ્યમમાં ધોરણ 1 થી 12નું શિક્ષણ પુરુ પાડવામાં આવશે. તેમજ ધોરણ 11 અને 12માં સાયન્સ,કોમર્સનું શિક્ષણ મળશે. સુવિધાઓથી સજ્જ આ સંકુલ ઓડિયો વિઝયુઅલ, વાતાનુકુલિત કલાસરૂમ, લાઇબ્રેરી, કમ્પ્યુટર લેબ, રમતો માટે વિશાળ મેદાન, મેડીકલ સુવિધા, સીસીટીવી કેમેરા રહેશે. સંકુલમાં છાત્રોને અધ્યાત્મ સાથેનાં મૂલ્યનિષ્ઠ શિક્ષણ દ્વારા વ્યક્તિત્વ વિકાસ માટે સંતોનું માર્ગદર્શન મળશે. સંસ્થા શરૂ કરવાનો મુખ્ય હેતુ બાળકોને શ્રેષ્ઠ શિક્ષણ સાથે ઉત્તમ સંસ્કાર પણ મળે તેવો છે. અહીં બાળકોને સર્વાંગીણ વિકાસ થશે. નવા સત્ર શિક્ષણ કાર્યનો પ્રારંભ થશે. પત્રકાર પરિષદ દરમિયાન જ્ઞાનરત્ન સ્વામી, વેદપ્રકાશ સ્વામી હાજર રહ્યાં હતાં.
20 વીઘામાં સંકુલ બનશે
ધર્મ વિનય સ્વામી કોઠારી સ્વામીએ કહ્યું હતું કે,2015માં પ્રમુખ સ્વામી મહારાજે સંકલ્પ કર્યો હતો. જે હવે સાકાર થવા જઇ રહ્યો છે. અહીં 20 વિઘામાં સંકુલ બનશે. અહીં ડે સ્કુલ રહેશે. ભાર વિનાનું ભણતર રહેશે. શાળાની સાથે અહીં છાત્રાલય પણ રહેશે. હાલ તેનું કાર્ય ચાલી રહ્યું છે.


