કેશોદ પંથકમાં પત્રકારકત્વ જગતને લાંછનરૂપ ઘટના સામે આવી
સોશિયલ મિડીયા પર કેશોદ પંથકની આ ઘટનાની કાન ફાડી નાંખે તેવી ચર્ચા
- Advertisement -
ઉધઈની જેમ પત્રકાર જગતને ખોખલું કરતાં તત્ત્વો સામે લાલ આંખ ક્યારે?
ખાસ ખબરસંવાદદાતા
પત્રકારત્વ ક્ષેત્રે કલંકરૂપ ઘટના કેશોદ પંથકમાં બની છે. કહેવાતા પત્રકાર હાથમાં બુમ અને ગળામાં કાર્ડ પહેરી નિકળી પડ્યાં છે. આ પત્રકારો દ્વારા બેફામલૂંટ ચલાવવામાં આવી રહી છે. કેશોદ પંથકમાં તોડબાજ પત્રકારોએ એક તબીબને નિશાન બનાવ્યો છે. આ ચર્ચા સોશિયલ મિડીયા પર વાયરલ થતા ખળભળાટ મચી ગયો છે. પત્રકાર જગતને બદનામ કરતા આવા તત્વો સામે કાર્યવાહી કરવાની માંગ ઉઠી છે.
- Advertisement -
લોકોશાહીનાં ચોથા સ્થંભ સમાન પત્રકારત્વનાં હવે કેટલીક જીવાતનાં કારણે સોળો પડી રહ્યો છે. આવી પ્રકારની ઉંધઇ પત્રકારત્વ ક્ષેત્રને ખોખલી કરી રહી છે. પત્રકારત્વમાં પ્રવેશેલી જીવાતોનાં કારણે સાચા અને નિષ્ઠાવાન પત્રકારોને પણ બદનામીનો સામનો કરવો પડી રહ્યો છે. કહેવાતા પત્રકારો યુટ્યુબમાં ચેનલો બનાવી લોકોને લૂંટતા ફરી રહ્યાં છે.
તેના છાંટા ઇમાનદાર પત્રકારોને ઉઠી રહ્યાં છે.જૂનાગઢ સહિત રાજયમાં બીલાડીનાં ટોપની જેમ આવા લેભાગુ પત્રકારો નિકળી પડ્યાં છે. લેભાગુ પત્રકારો સવારથી સાંજ સુધી કોને લૂંટવા તે જ વેતરણમાં હોય છે. આવા અનેક કિસ્સાઓ સામે આવ્યાં છે. અનેક નકલી પત્રકારો પણ ઝડપાયા છે. ત્યારે પત્રકારત્વ ક્ષેત્રે કાળી ટીલી લગાડતો કિસ્સો કેશોદ પંથકમાં સામે આવ્યો છે. છેલ્લા બે દિવસથી સોશિયલ મિડીયા પર તેની ભારે ચર્ચા થઇ રહી છે. તોડબાજ ટોળકીએ એક તબીબને નિશાન બનાવ્યો છે.
કેશોદ પંથકમાં પત્રકારત્વ જગતને લાંછન લાગડતી ઘટના બની છે. આવા તત્વો સામે પોલીસ કે સરકાર લાલ આંખ કરે તે જરૂરી બન્યું છે. આવા લંપટ અને તોડબાજ પત્રકારનાં કારણે સારા પત્રકારોથી પણ લોકો દુર થઇ રહ્યાં છે. પોલીસ પણ આવા તોડબાજ પત્રકારો સામે કાનુની કાર્યવાહી કરવાની માંગ ઉઠી છે.
પ્રેસનાં નામે લોકોને દાટી મારી
લેભાગુ અને તોડકરતા પત્રકારો પ્રેસ કાર્ડનાં નામે લોકોને ડાટી મારતા ફરે છે. લોકોને દબાવતા ફરે છે. અહીં તેમની ઇચ્છા ન સંતોષાય તો સમાજમાં બદનામ કરવાનાં પ્રયાસ કરે છે. પોતાનાં તાબે કરવાનો પ્રયાસ કરે છે.
લોકોએ પણ સાચા અને ખોટાનો ફરક સમજવો પડશે
તોડબાજ પત્રકારોનાં કારણે સમાજમાં પત્રકારને છાપ ભ્રષ્ટાચારની બની ગઇ છે. પરંતુ બધા સમાન હોતા નથી. સમાજનાં દરેક વ્યકિતએ સાચા અને ખોટાનો ફરક સમજવો પડશે.તેમજ લોકોએ ખોટા પત્રકારોથી ડરવાની જરૂર નથી. અને તેમને ઉઘાડા પાડવા માટે સામે આવવું પડશે. તેમજ પોલીસમાં ફરિયાદ નોધાવવી જોઇએ.
આવા બોગસ પત્રકારો સામે પ્રતિબંધ કયારે?
ચોરની જમે ફરતા લેભાગુ પત્રકારો સામે કાર્યવાહી કરવાનો સમય આવી ગયો છે. આવા પત્રકારો ઉપર પ્રતિબંધ મુકવાની જરૂર છે. તંત્ર અને સરકાર કાર્યવાહી કરે તે જરૂરી બન્યું છે.


