ખાસ-ખબર સંવાદદાતા
ભારતીય બંધારણના ઘડવૈયા ડો.બાબાસાહેબ આંબેડકરની 131 મી જન્મજયંતિ ઉજવાણી કરાઇ હતી. સોરઠનાં શહેરો, ગામોમાં રેલી, શોભાયાત્રા યોજાઈ હતી. તેમાં ડો.બાબા સાહેબ આંબેડકર અમર રહો, જય ભીમ સહિતના નારા ગુંજયા હતા. ઠેર-ઠેર બાબા સાહેબની પ્રતિમાને પુષ્પ વંદના કરવામાં આવી હતી. અનેક સ્થળોએ સભા પણ યોજવામાં આવી હતી.
- Advertisement -
જૂનાગઢમાં ડીજે સાથે શોભાયાત્રા યોજાઈ હતી. તેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. રાત્રે મધુરમમાં સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો હતો. જયારે મનપાના અધિકારીઓ, રાજકીય પક્ષોના આગેવાનોએ બાબા સાહેબની પ્રતિમાને સુતરની આંટી પહેરાવી હતી. વેરાવળમાં ટાવર ચોકમાં ડો.આંબેડકરની પ્રતિમાને આગેવાનો દ્વારા ફુલહાર કરાયા હતા. તથા દલિત સમાજ દ્વારા વિશાળ બાઈક રેલી યોજાઈ હતી.


