કમિશનરે દંડ ફટકારતા ખળભળાટ : ખોટો અભિપ્રાય મુદે દંડ કર્યો
ખાસ-ખબર સંવાદદાતા
- Advertisement -
જૂનાગઢ મહાનગર પાલીકાનાં નિવૃત સિટી ઇજનેર લલીત વાઢેરને કમિશ્નરે રૂપિયા 50 હજારનો દંડ ફટકાર્યો છે. બિલ્ડીંગનાં બાંધકામમાં ખોટો અભિપ્રાય ભરી દેતા દંડ ફટકાર્યાનું જાણવા મળ્યું છે. કમિશ્નરનાં આકરા નિર્ણયથી ખળભળાટ મચી ગયો છે.
જૂનાગઢમાં બેફામ ગેરકાયદેસર બાંધકામ થયા છે.ગેરકાયદેસર બાંધકામને લઇ અનેક વખત રજુઆતો પણ થઇ છે.કોર્ટમાં પણ ફરિયાદ કરવામાં આવી છે.કોર્ટે પણ આવા બાંધકામ તોડી પાડવાનો હુકમ કર્યો છે. પરંતુ મનપા દ્વારા કોઇ જ કાર્યવાહી કરવામાં આવી નથી. ત્યારે જૂનાગઢ મનપાનાં નિવૃત સિટી ઇજનેર લલીત વાઢેરને કમિશ્નર રાજેશ તન્નાએ દંડ ફટકાર્યો છે. મળતી વિગત મુજબ જૂનાગઢનાં મોતીબાગથી સરદારબાગ વચ્ચે રાજલક્ષ્મી પાર્કમાં બીએમ સ્ક્વેર નામનું બિલ્ડીંગ બનાવવામાં આવ્યું છે. આ બિલ્ડીંગનાં અભિપ્રાયને લઇ લલીત વાઢેરને દંડ ફટકારવામાં આવ્યો છે. રસ્તાની પહોળાની ખોટી વિગત આપતી હતી.જેના કારણે બિલ્ડીંગને મંજુરી આપવામાં આવી હતી.
આ અભિપ્રાયને લઇ લલીત વાઢેરને 50 હજારનો દંડ કરવામાં આવ્યો છે. મનપાનાં સુત્રોએ જણાવ્યું હતું કે, ચાર બિલ્ડીંગની મંજુરી હતી. તેમાંથી બે બિલ્ડીંગ બની ગયા છે. જુના નિમય મુજબ મંજુરી અપાઇ હતી. બાદ નવા નિયમ આવ્યા ત્યારે બિલ્ડીંગ બની ગયા હતાં. જોકે બાકી બે બિલ્ડીંગને મંજુરી આપવામાં આવી નથી. પહેલાં અહીં એક જ રોડ હતો. જે સ્થળ ઉપર બીએમ સ્ક્વેરને મંજુરી આપવામાં તે સ્થળ પર પહેલા સિંગલ રોડ હતો. બિલ્ડીંગની મંજુરી માટે અહી રોડ પહોળો કરવામાં આવ્યો છે. તેમજ અહીંથી પસાર થતા પાણીનાં નાળા પણ દબાવી દેવામાં આવ્યાં છે.


