પરીક્ષાના ડરે વધુ એકનો ભોગ લીધો
આનંદનગરના કાળા પથ્થર ક્વાર્ટરનો બનાવ: ગઈકાલે ગણિતનું પેપર હતું તે પેપર આપી આવ્યા બાદ ઘરમાં જઇ સળગી જઇ પગલું ભરી લીધું.
રાજકોટમાં ધો.10ની વિદ્યાર્થીનીએ આપઘાત કરી લીધાનો બનાવ પ્રકાશમાં આવ્યો છે. આનંદનગર કાળા પથ્થર ક્વાર્ટરમાં રહેતી ખુશી કિશોરગિરી ગૌશ્વામી(બાવાજી)(ઉ.વ.15)ને ગઈકાલે ગણિત વિષયનું પેપર હતું. ગઈકાલે તેનું પેપર પુરૂ થયા બાદ ઘરે આવી અને જ્વલંતશીલ પ્રવાહી છાંટી સળગી જતા તેમને સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી ત્યાં તેમનું સારવારમાં મોત નીપજ્યું હતું.
- Advertisement -
આ અંગે ભક્તિનગર પોલીસ મથકના પીએસઆઈ આર.એન.હાથલિયા સહિતનો સ્ટાફ સિવિલ હોસ્પિટલમાં દોડી ગયો હતો અને કાગળો કર્યા હતા. પોલીસને જાણવા મળ્યું હતું કે, ધોરણ-10 બોર્ડની હાલ પરીક્ષા આપતી વિદ્યાર્થીની ખુશીએ પેપર નબળા જતા અગ્નિસ્નાન કર્યું હતું.ત્યારે સમગ્ર મામલે ભક્તિનગર પોલીસ દ્વારા જરૂરી પંચનામાની કાર્યવાહી પણ પૂર્ણ કરવામાં આવી છે.તેમજ પંચનામાની કાર્યવાહી ની સાથો સાથ મૃતદેહને પોસ્ટ મોર્ટમ અર્થે પીએમ રૂમ ખાતે ખસેડવામાં આવ્યો હતો.જ્યાં પીએમની પ્રક્રિયા પૂર્ણ થતા મૃતદેહને તેના પરિવારજનોને સોંપવામાં આવ્યો હતો.



