વિદેશ ટૂર માટે 50 ઈન્કવાયરી આવતી હતી હવે આ સંખ્યા 300ની થઈ
કોરોનાના બે વર્ષ બાદ પહેલી વખત આંતરરાષ્ટ્રીય ફ્લાઈટ નિયમિત બની છે. આંતરરાષ્ટ્રીય ફ્લાઈટને મંજૂરી મળતા હવે વિદેશ ટૂર માટે ઈન્કવાયરીમાં પણ 6 ગણો વધારો થયો છે. રાજકોટમાં કોરોના પહેલા રોજની વિદેશ ટૂર માટે 50 ઈન્કવાયરી આવતી હતી અને હવે આ સંખ્યા 300 એ પહોંચી છે. કોરોના પહેલા રાષ્ટ્રીય-આંતરરાષ્ટ્રીય ટૂરમાં જવા માટે બદલાવ આવ્યો છે.
અગાઉ લોકો ગ્રૂપ ટૂરમાં એકસાથે 20થી 45 લોકો જવાનું પસંદ કરતા હતા તેના બદલે હવે વેન ટૂરમાં લોકો 2 થી 7 લોકો જ જવાનું પસંદ કરી રહ્યા છે. તેમ ટ્રાવેલ્સ એજન્ટ સંજયભાઈ મહેતા જણાવે છે. રાજકોટ એરપોર્ટ પર રવિવારે એક વર્ષ બાદ રોજની 11 ફ્લાઈટ આવી હતી. જેમાં અંદાજિત 800થી વધુ મુસાફરોએ મુસાફરી કરી હોવાનો અંદાજ છે. આંતરરાષ્ટ્રીય ફ્લાઈટ માટે મંજૂરી મળ્યા બાદ સૌરાષ્ટ્રભરમાંથી અત્યાર સુધી અંદાજિત 100થી વધુ બુકિંગ થયા છે.
- Advertisement -
આ પણ વાંચો: 9 રાજ્યમાં હિન્દુઓને લઘુમતીનો દરજ્જો આપવા માગ
https://khaskhabarrajkot.com/2022/03/28/demand-for-granting-minority-status-to-hindus-in-the-state/


