25 કારોબારી સભ્યોની ચૂંટણી થશે, ચૂંટાયેલા સભ્યો પ્રમુખ સહિતના હોદ્દારોને પસંદ કરશે
કેમીસ્ટ એસોસીએશન રાજકોટની વર્ષ ર019 થી ર0રર સુધીની ચૂંટાયેલી કારોબારીની મુદત પુરી થતા વર્ષ ર0રર થી ર0રપ માટેની નવી કારોબારીની રચના કરવા માટે ચૂંટણી જાહેર કરવામાં આવી છે. જાહેર કરાયેલ ચૂંટણી કાર્યક્રમ મુજબ ર6 માર્ચ, ર0રર ના રોજ મતદાન રાખવામાં આવેલ છે.
આ ચૂંટણી પ્રક્રિયાના મુખ્ય ચૂંટણી કમિશનર સંજયભાઇ ઉનડકટ (ભકિત મેડીકલ), આસીસ્ટન્ટ ચૂંટણી કમિશનર ભરતભાઇ મહેતા (કવોલિટી ફાર્મા), તથા અન્ય આસીસ્ટન્ટ ચૂંટણી કમિશનર રાજેશભાઇ મણીયાર (ઇન્ડીપેન્ડન્ટ આસી. ચૂંટણી કમિશનર કે જે વાદ-વિવાદ ને સ્થાન ન રહે તે માટે દવાના વેપાર સાથે સંકળાયેલ ન હોય તેવી વ્યકિતની નિમણુંક કરાઇ હોવાનું સૂત્રો દ્વારા જણાવાયું છે) ની સહીથી પ્રસિધ્ધ થયેલા સરકયુલર મુજબ એક સાથે રપ કારોબારી સભ્યોની ચૂંટણી થશે અને એક મતદારે ફરજીયાતપણે રપ મત આપવાના છે. ઓછા કે વધુ મત આપેલ મતપત્રક રદ થવાને પાત્ર થશે. ચૂંટાયેલા રપ કારોબારી સભ્યો ચૂંટણી પછીની પ્રથમ બેઠકમાં પ્રમુખ સહિતના હોદ્ેદારોની પસંદગી સર્વાનુમતે કે બહુમતીથી કરશે તેવું જણાવાયું છે. કુલ 1ર00 આસપાસના મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે.
- Advertisement -
ઉમેદવારી ફોર્મ તારીખ 10 માર્ચ, ર0રર ના રોજ મેળવી શકાશે. તથા ભરેલું ઉમેદવારી ફોર્મ જમા કરાવવાની છેલ્લી તારીખ તથા ફોર્મ ચકાસણીની તારીખ 1ર માર્ચ ર0રર છે. ભરેલું ઉમેદવારી ફોર્મ પરત ખેંચવાની છેલ્લી તારીખ 17 માર્ચ, ર0રર હોવાનું યાદીમાં જણાવાયું છે. સમગ્ર ચૂંટણી પ્રક્રિયાની કાર્યવાહી માટેનું સ્થળ કેમીસ્ટ એસોસીએશન રાજકોટની ઓફીસ, 807, આલાપ-એ બિલ્ડીંગ, લીમડા ચોક, રાજકોટ નકકી કરવામાં આવેલ છે.
અત્રે એ ઉલ્લેખનીય છે કે છેલ્લા 6 વર્ષથી (બે ટર્મ) કેમીસ્ટ એસોસીએશન રાજકોટની જાહેર થયેલ ચૂંટણી છેલ્લે બિનહરીફ થાય છે અને પ્રમુખ તરીકે મયુરસિંહ જાડેજા તથા મંત્રી તરીકે અનિમેષભાઇ દેસાઇની સર્વાનુમતે વરણી કરવામાં આવે છે.આમ ‘વિવાદ નહીં પણ સંવાદ અને વિકાસ’ નું સૂત્ર સાર્થક થતું હોવાનું દેખાઇ રહ્યું છે અને સંગઠીત એકતાની નોંધ લેવાઇ રહી છે.


