જે પવિત્ર મંદિર કે જ્યાં અનેક ઋષીમૂનીઓ સંતો મહંતો રાજાઓ મહારાજાઓ ગરીબો ધનવાનો દેવી સ્વરૂપ મહિલાઓ બાલકૃષ્ણ સ્વરૂપ બાળકો અગણ્ય શીવભકતો તેમજ અનેક શ્રધ્ધાળુઓના કુમકુમ પગલાં પાવન થઈ ચૂક્યા છે તે રાજકોટ શહેરના મધ્યમાં આવેલ 148 વર્ષ જૂના અતિ પ્રાચીન દેવાલય શ્રી પંચનાથ મહાદેવ મંદિરમાં શીવમા જીવ પરોવવાના મહા શિવરાત્રીના પાવન અવસર પર અનેક ધાર્મિક પ્રસંગોનુ આયોજન કરવામાં આવેલ છે. રાજકોટ શહેરના 148 વર્ષ જૂના અતિ પ્રાચીન પંચનાથ મહાદેવના મંદિરમાં મહાશિવરાત્રિ નિમિત્તે અનેક ધાર્મિક પ્રસંગોનું આયોજન કરવામાં આવ્યું છે. મંદિરમાં બપોરના 11.45 કલાકે માત્ર મહિલાઓ દ્વારા ભાંગની પ્રસાદીનું વિતરણ કરવામાં આવશે. તેમજ 12.15 કલાકે 121 થી વધુ વિપ્રોને બ્રહ્મભોજન કરાવવામાં આવશે. વધુમાં દાતાઓના સહયોગથી દર્શનાર્થીઓને ફરાળ સ્વરૂપે પ્રસાદ વિતરણનું સુંદર આયોજન કરવામાં આવ્યું છે. શિવભક્તો માટે અતિપ્રિય ચાર પ્રહરનું પૂજન કરવામાં આવશે. આ પૂજન સવારથી બીજા દિવસની સવાર સુધી અખંડ ચાલુ રહેશે. સર્વે શિવભક્તોને આ સુંદર આયોજનનો લાભ લેવા જણાવ્યું છે.
પંચનાથ મેડીકલ ટ્રસ્ટ દ્વારા રક્તદાન કેમ્પનું આયોજન
છેલ્લા ત્રણ વર્ષથી વિશ્વના આભ પર મંડરાયેલા કોવીડ 19 મહામારીના વાદળો ધીરે ધીરે વિખરાય રહ્યા છે ત્યારે આવતીકાલના શીવરાત્રીના પવિત્ર પર્વ પર ઘણા સમય પછી દરેક શીવાલયોમા હર હર મહાદેવના નારા ગુંજી ઉઠશે આ ધાર્મિક વાતાવરણ વચ્ચે શ્રી પંચનાથ સાર્વજનિક મેડિકલ ટ્રસ્ટ, સર્વેશ્ર્વર ચોક ચેરીટેબલ ટ્રસ્ટ, બડા બજરંગ ફાઉન્ડેશન તેમજ ફ્રીડમ યુવા ગ્રુપ દ્વારા થેલેસેમીયા પીડીત બાળકો તેમજ જરૂરતમંદ લોકો માટે મહારક્તદાનનુ આયોજન કરવામાં આવેલ છે. મહાશિવરાત્રિના પવિત્ર પર્વ નિમિત્તે પંચનાથ સાર્વજનિક મેડીકલ ટ્રસ્ટ, સર્વેશ્વર ચોક ચેરીટેબલ ટ્રસ્ટ, બજરંગ ફાઉન્ડેશન તેમજ ફ્રીડમ યુવા ગ્રપ દ્વારા થેલેસેમિયા પીડિત બાળકો અને જરૂરીયાતમંદ લોકો માટે મહારક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. પંચનાથ મહાદેવ મંદિરના સાંનિધ્યમાં સવારના 10 વાગ્યા થી રાત્રિના 10 વાગ્યા સુધી રક્તદાન કેમ્પ શરૂ રહેશે. આ બ્લડ ડોનેશન કેમ્પને સફળ બનાવવા સંદિપભાઈ ડોડીયા, મલય દેસાઈ, કેતનભાઈ સાપરીયા, વિકીભાઈ પુનવાણી, ભાગ્યેશ વોરા સહિત સર્વે ભારે જહેમત ઉઠાવી રહ્યા છે.


