દર્દીના 1,20,000 સ્નેહીજનોને સમયસર પરત કરતો સ્ટાફ અભિનંદનને પાત્ર
ખાસ-ખબર સંવાદદાતા
108ની સમય સુચકતાં ભરી કામગીરીને કારણે અનેક દર્દીઓનો યોગ્ય સમયે ઈલાજ થાય છે અને જીવના જોખમાં ઘટાડો થાય છે. પરંતુ સાથો સાથ 108નો સ્ટાફ પ્રેરણાદાયી કામગીરી કરીને લોકોના આશીર્વાદ પણ પ્રાપ્ત કરે છે. એવો જ એક પ્રેરણાદાયી કિસ્સો આજ રોજ બન્યો છે. 46 વર્ષીય ઈસ્માઈલભાઈ મોટરસાઈકલ લઈને રાજકોટ જામનગર રોડ હાઈવે મોટા રામપરા પાટીયા પાસે જામનગર થી રાજકોટ આવી રહ્યા હતા. તે દરમિયાન ખુંટિયો વચ્ચે આવતાં ઈસ્માઈલભાઈનું બાઈક સ્લીપ થયું હતું અને ઘાયલ થયા હતા.
- Advertisement -
ઘટનાની જાણ થતાં જ 108નો સ્ટાફ સમયસર સ્થળે પહોંચી ગયો હતો અને સારવાર માટે સિવિલમાં લઈ ગયા હતા. ઈસ્માઈલભાઈ પાસે 1 લાખ 20 હજાર રોકડા રૂપિયા હતા. જેને સાચવીને 108ના સ્ટાફ રેશમાબેન અને જીતુભાઈ ગઢવીએ ઈસ્માઈ લભાઈના રૂપિયા તેમના બહેન ફરીદાબેનને સિવિલ હોસ્પિટલમાં પરત કર્યા હતા. આમ 108ની ઈમાનદારી વખાણવાને લાયક છે.


