By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    કેરેબિયન ક્રૂઝમાં નોરો વાઇરસ ફેલાયો, 3000થી વધુ મુસાફરોમાંથી 115માં સંક્રમણ ફેલાયો
    3 days ago
    ટ્રમ્પની ઈરાનને ચેતવણી, ‘પ્રોજેક્ટ ફ્રીડમ પ્લસ’ તૈયાર; આજે રાત્રે આવનારા એક પત્ર પર દુનિયાની નજર!
    3 days ago
    ‘ઓપરેશન સિંદૂરમાં પાકિસ્તાની એરફોર્સને અમે મદદ કરી હતી..’, ચીને પહેલીવાર સત્ય સ્વીકાર્યું
    3 days ago
    અમેરિકા સામે કરગરવા લાગ્યું પાકિસ્તાન, કહ્યું – જપ્ત કરેલા ઈરાની જહાજમાંથી અમારા લોકોને છોડી દો
    4 days ago
    પુતિનની સુરક્ષા માટે કરાઈ અભેદ્ય કિલ્લેબંધી, જાણો હત્યાનો ડર કે રશિયામાં સત્તા પલટાનો ખતરો
    5 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    મુંબઈ ઈન્ડિયન્સ પ્લેઑફની રેસમાંથી બહાર: રોયલ ચેલેન્જર્સ બેંગલુરુએ 2 વિકેટથી હરાવ્યું
    10 hours ago
    મનાલી નજીક ગુજરાતી પરિવારની કાર ખાઈમાં ખાબકી, 6નાં મોત
    10 hours ago
    એક વર્ષ સોનું ન ખરીદો: વિદેશ પ્રવાસ પણ ટાળવા વડાપ્રધાન મોદીની અપીલ
    10 hours ago
    ‘દુનિયાની કોઈપણ શક્તિ ભારતને દબાવી શકે નહીં’
    10 hours ago
    બંગાળના CM બનતાં જ પ્રથમ કેબિનેટમાં શુભેન્દુ સરકારના મોટા નિર્ણય, બોર્ડર હવે BSFને હવાલે
    11 hours ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    IPL માં વિવાદ, MI સામે જીત બાદ RCB સ્ટાર ટિમ ડેવિડનો અશ્લીલ ઈશારો
    12 hours ago
    IPLમાં મહેસાણાના ઉર્વિલ પટેલનો સપાટો: 13 બોલમાં ફિફ્ટી ફટકારી, ચિઠ્ઠીમાં લખ્યું હતું- This is for you, Papa
    12 hours ago
    યશસ્વી જયસ્વાલ અને શેફાલી વર્મા મુસીબતમાં! NADAએ ફટકારી નોટિસ, શું IPL વચ્ચે લાગશે પ્રતિબંધ?
    3 days ago
    ટીમ ઈન્ડિયામાં થશે સત્તા પરિવર્તન! સૂર્યાનું પત્તું કાપી T20 માટે શ્રેયસ નવો કેપ્ટન બનશે તેવી ચર્ચા
    3 days ago
    દારૂ પીને ગાડી ચલાવતા ઝડપાયો ઓસ્ટ્રેલિયાનો ભૂતપૂર્વ સ્ટાર ખેલાડી! કોર્ટમાં ગુનાની કબૂલાત કરવા પણ તૈયાર
    4 days ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    અભિનેત્રીનું દર્દભર્યું જીવન, પતિએ તરછોડી, સલમાન ખાન સાથે કરી હતી ફિલ્મ, હવે ચાલીમાં રહેવા મજબૂર
    6 days ago
    યશની ‘ટોક્સિક’ ફિલ્મની રીલિઝ સતત બીજીવાર ઠેલવામાં આવી
    2 weeks ago
    બોક્સ ઓફિસ પર હોલિવૂડ ફિલ્મ ‘માઈકલ’નો ‘મૂનવોક’! ઓપનહાઈમરનો રેકોર્ડ તોડ્યો, જાણો કમાણીના આંકડા
    2 weeks ago
    102 કરોડનું સોનું, 30 દુબઈ ટ્રિપ્સ અને IPS પિતા… સ્મગલિંગ કેસમાં એક વર્ષ બાદ જેલની બહાર આવશે અભિનેત્રી રાન્યા રાવ
    3 weeks ago
    સલમાનની માતૃભૂમિ ફિલ્મને હજુ સંરક્ષણ મંત્રાલયની મંજૂરી બાકી
    4 weeks ago
  • ધર્મ
    ધર્મShow More
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    6 months ago
    અયોધ્યાનો ખોવાયેલો પ્રાચીન ધ્વજ સહસ્ત્રાબ્દી પછી પાછો ફર્યો, પ્રધાનમંત્રી મોદીના હસ્તે મંદિરના શિખર પર ધ્વજા રોહણ
    6 months ago
    દેવઉઠી અગિયારસ: ભગવાન વિષ્ણુ 142 દિવસ પછી યોગનિદ્રામાંથી જાગશે,જાણો કયા રાશિના જાતકોને થશે લાભ
    7 months ago
    દિવાળી પર દીવા શા માટે પ્રગટાવવામાં આવે છે ? ચાલો જાણીયે
    7 months ago
    દિવાળી પર ઘીના દીવા કરવા કે પછી તેલના દીવા કરવા ! ક્યા શ્રેષ્ઠ છે ? ચાલો જાણીએ
    7 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજકોટ સિવિલમાં યલ્લો ફીવર વૅક્સિનની ખંડણીમાં ધરખમ ઘટાડો
    6 months ago
    યલ્લો ફીવર માટે ઉઘરાવાતું 1500નું ડૉનેશન ગેરકાયદે
    6 months ago
    આરદેશણાને નિયમ વિરૂદ્ધ AC ગાડી જેવી સવલતો
    7 months ago
    ઈન્ચાર્જ શાસનાધિકારી આરદેશણાનાં કાળાં કારનામાં બહાર આવતાં જબરો ખળભળાટ
    7 months ago
    સદાદિયાનાં રંગે રંગાઈને આરદેશણા ભાન ભૂલ્યાં
    7 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: આજે શિક્ષકદિન:જાણો શું કામ ઉજવાય છે.?
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ગુજરાત > આજે શિક્ષકદિન:જાણો શું કામ ઉજવાય છે.?
ગુજરાત

આજે શિક્ષકદિન:જાણો શું કામ ઉજવાય છે.?

khaskhabarrajkot
Last updated: 2020/09/05 at 3:05 PM
khaskhabarrajkot 6 years ago
Share
6 Min Read
SHARE

સચિન જે. પીઠડીયા -માંગરોળ
(એમએ, એમફીલ, નેટ, જીસેટ-સમાજશાસ્ત્ર)

ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડૉ.સર્વપલ્લી રાધાકૃષ્ણનએ એકવાર કહ્યું હતું કે – “હું પહેલા શિક્ષક્ છું અને પછી રાષ્ટ્રપ્રમુખ છું.

તારીખ પાંચમી સપ્ટેમ્બર આપણે સર્વે આપણા ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડૉ.સર્વપલ્લી રાધાકૃષ્ણન નાં જન્મદિવસ ને “શિક્ષકદિન” તરીકે ઉજવીએ છીએ. ડૉ. રાધાકૃષ્ણન એક મહાન ફિલોસોફર અને શિક્ષક હતા. તેમણે એકવાર કહ્યું હતું કે – “હું પહેલા શિક્ષક્ છું,અને પછી રાષ્ટ્રપ્રમુખ છું .

- Advertisement -

રાધાકૃષ્ણનનો જન્મ ૫ સપ્ટેમ્બર, ૧૮૮૮ના રોજ તમિલનાડુના તિરુતાનીમાં થયો હતો. બાળપણથી જ રાધાકૃષ્ણન ભણવામાં હોશિયાર હતા. ૧૯૦૬માં મદ્રાસ કોલેજમાંથી તેમણે ફિલોસોફીના વિષયમાં માસ્ટર ડિગ્રી મેળવી હતી. તેઓ જ્યારે વીસ વર્ષના હતા ત્યારે જ તેમણે માસ્ટર ડિગ્રી માટે તૈયાર કરેલા શોધનિબંધથી તેમના પ્રોફેસર ખૂબ જ પ્રભાવિત થયા હતા. તેમનો આ શોધનિબંધ વીસ વર્ષની ઉંમરે પ્રકાશિત થયો હતો. ફિલોસોફીનો વિષય તેમને પસંદ ન હતો, પરંતુ તેમના દૂરના એક ભાઈ કે જે તેમની શાળા અને કોલેજમાં ભણતા હતા એ ફિલોસોફીનાં પુસ્તકો રાધાકૃષ્ણનને આપતા. રાધાકૃષ્ણન સમય પસાર કરવા માટે તે વાંચતા અને આ રીતે ફિલોસોફીમાં તેમનો શોખ કેળવાતો ગયો. ૧૯૦૯માં રાધાકૃષ્ણને ફિલોસોફીના અધ્યાપક તરીકે કારકિર્દીની શરૂઆત કરી હતી. કોલેજની નોકરીની સાથે સાથે તેઓ લેખનકાર્ય પણ કરતા. કેટલાંક સાંપ્રત સામયિકોમાં તેઓ ફિલોસોફી પર લેખ લખતા. તેમના સૌથી પહેલા પુસ્તકનું નામ ‘ધ ફિલોસોફી ઓફ રવીન્દ્રનાથ ટાગોર’ હતું. ૧૯૨૬માં હાર્વર્ડ યુનિર્વિસટી ખાતે તેમણે ઈન્ટરનેશનલ કોંગ્રેસ ઓફ ફિલોસોફીમાં તેમણે કોલકાત્તા યુનિર્વિસટીનું પ્રતિનિધિત્વ કર્યું હતું. ૧૯૪૭માં ભારત આઝાદ થયું ત્યારે તેઓ યુનેસ્કો ખાતે ભારતના પ્રતિનિધિ તરીકે કાર્યરત હતા. જ્યારે ૧૯૪૯થી ૧૯૫૨ દરમિયાન તેઓ સોવિયેત યુનિયન ખાતે ભારતના રાજદૂત રહ્યા હતા. ૧૯૫૨માં તેમની વરણી ભારતના રાષ્ટ્રપતિ તરીકે કરવામાં આવી હતી. જ્યારે તેઓ ભારતના રાષ્ટ્રપતિ બન્યા ત્યારે તેમના મિત્રો અને વિદ્યાર્થીઓ દ્વારા તેમના જન્મદિવસની ઉજવણી કરવા માટે ઉત્સાહ બતાવવામાં આવ્યો હતો.

જોકે રાધાકૃષ્ણને પોતાના જન્મદિવસને શિક્ષકદિન તરીકે ઊજવવાનું સૂચન કર્યું હતું. બસ, ત્યારથી તેમનો જન્મદિવસ ભારતમાં શિક્ષકદિન તરીકે ઊજવવામાં આવે છે. ડો. રાધાકૃષ્ણનને તેમના સેવાકાર્ય માટે કેટલાક બ્રિટિશ અને ભારતીય ઈલકાબોથી સન્માનિત કરવામાં આવ્યા હતા. ૧૯૫૪માં તેમને ભારતરત્નથી સન્માનિત કરવામાં આવ્યા હતા. ૧૯૭૫માં ઓક્સફર્ડ યુનિર્વિસટીએ તેમને ટેમ્પલટન એવોર્ડથી નવાજ્યા હતા. ઈનામમાં મળેલી બધી જ રકમ તેમણે યુનિર્વિસટીને દાનમાં આપી દીધી હતી. ત્યારથી ૧૯૮૯માં ઓક્સફર્ડ યુનિર્વિસટીએ ડો. રાધાકૃષ્ણનની યાદમાં સ્કોલરશિપ આપવાની શરૂઆત કરી છે

ડો. રાધાકૃષ્ણન દેશ દુનિયામાં ફિલોસોફર પ્રેસિડેન્ટ તરીકે જાણીતા છે. વર્ષો પહેલાં ફિલોસોફર પ્લેટોએ લખેલું કે આદર્શ રાજ્ય એ કહેવાય જ્યાં રાજા દાર્શનિક હોય. ડો. રાધાક્રિષ્નન રાષ્ટ્રપતિ બન્યા એટલે એ વાત થોડી-ઘણી સાચી સાબિત થઈ. રાધાક્રિષ્નનનો જન્મ ૧૮૮૮માં આંધ્ર પ્રદેશના ધાર્મિક શહેર તિરૂતનીમાં થયેલો. તેમના પિતા સર્વપલ્લી વીરાસ્વામી અને માતા સીતામ્મા ગરીબ બ્રાહ્મણ હતાં. દક્ષિણ ભારતની પરંપરા પ્રમાણે તેમના નામમાં લાગતો સર્વપલ્લી શબ્દ હકીકતમાં ગામનું નામ છે. વર્ષો પહેલાં તેમના પૂર્વજો આ ગામમાં રહેતાં હતાં.

- Advertisement -

તેમની પ્રગતિ બહુ સીધી લીટીમાં હતી. દેશમાં ઉપકુલપતિ સુધી પહોંચ્યા પછી તેઓ ઓક્સફર્ડ યુનિવર્સિટીમાં ૬ વર્ષ વિઝિટિંગ પ્રોફેસર રહ્યા. ત્યાં તેમણે હિન્દુ ધર્મ ભણાવ્યો. એ દરમિયાન ઇન્દિરા ગાંધી, સાંસદ ભૂપેશ ગુપ્તા અને ઇઝરાયેલના ઉપવડાપ્રધાન રહી ચૂકેલા યિગેલા આલોં જેવાં તેમના વિદ્યાર્થીઓ હતાં.

૧૯૪૮માં તેઓ યુનેસ્કોના ચેરમેન બન્યા. ૧૯૪૯માં કૃષ્ણન રશિયામાં ભારતના રાજદૂત બન્યા. સરમુખત્યાર જોસેફ સ્તાલિન કોઈને મળવા માટે તૈયાર ન થતો. પણ રાધાકૃષ્ણનને બે વખત મળ્યો. આક્રમકતા અને બળપ્રયોગ કરી સત્તા પર આવેલા સ્તાલિનને ઈશારો કરતાં કરતાં કૃષ્ણને કહેલું કે અમારે ત્યાં પણ એક રાજાએ ધરાર સત્તા હાંસલ કરી એ પછી તેને કલિંગમાં પશ્ચાત્તાપ કરવાનો વારો આવેલો. સ્તાલિન-કૃષ્ણનની બે મુલાકાતથી આખા જગતને આશ્ચર્ય થયેલું. ૧૯૫૨માં દેશને સક્ષમ ઉપરાષ્ટ્રપતિની જરૂર પડતાં રાધાકૃષ્નને ભારત બોલાવી લેવાયા. અહીંથી જ તેઓ ભારતના સર્વોચ્ચ પદ સુધી પહોંચ્યા. ૧૯૫૪માં તેમને ભારત રત્ન આપી દેવાયો હતો. ૧૯૬૨માં તેમણે ભારતના રાષ્ટ્રપતિ તરીકે શપથ લીધા અને રાષ્ટ્રપતિ તરીકે પોતાનો પગાર ઘટાડી ૨ હજાર રૂપિયા કરી નાખ્યો. અગાઉ નોંધ્યું તેમ તેમની વિશ્વભરમાં ખ્યાતિ હતી. પરિણામે અમેરિકા પહોંચ્યા ત્યારે તેમને હેલિકોપ્ટર દ્વારા સીધા જ વ્હાઈટ હાઉસમાં ઊતરવાનું સન્માન મળ્યું. આ રીતે વ્હાઈટ હાઉસમાં પહોંચનારા એ વખતે તેઓ પહેલા પરદેશી હતા. અંતિમ દિવસોમાં તેઓ ઘણું ભૂલી જતાં હતા. તબિયતની પણ ગંભીર સમસ્યાઓ હતી. એ સ્થિતિ વચ્ચે જ તેઓએ ૧૯૭૫ની ૧૭મી એપ્રિલે વહેલી સવારે હંમેશાં માટે વિદાય લીધી.

સર્વપલ્લી રાધાકૃષ્ણનના 10 વિચાર

1 ભગવાનની પૂજા નથી થતી, પરંતુ એ લોકોની પૂજા થાય છે જે એમના નામ પર બોલવાનો દાવો કરે છે. 

2 શિક્ષક એ નથી જે વિદ્યાર્થીના મગજમાં તથ્યોને જબરદસ્તી નાંખે. પરંતુ વાસ્તવિક શિક્ષક તો એ છે કે જે એ આવનારા પડકારો માટે તૈયાર કરે.

3 શિક્ષા દ્વારા જ માનવ મસ્તિષ્કનો સદુપયોગ કરી શકાય છે. તેથી વિશ્વને એક માની શિક્ષાનું આયોજન કરવું જોઇએ.

4 પુસ્તક વાંચવાથી આપણાને વિચાર કરવાની ટેવ અને સાચી ખુશી મળે છે. 

5 કોઇપણ આઝાદી ત્યાં સુધી સાચી નથી હોતી, જ્યાં સુધી તેને પામનાર લોકોને વિચારો વ્યક્ત કરવાની આઝાદી ન આપવામાં આવે. 

6 પુસ્તકો એ માધ્યમ છે, જેના દ્વારા વિભિન્ન સંસ્કૃતિઓની વચ્ચે પુલનું નિર્માણ કરવામાં આવી શકે છે.

7 શિક્ષાનું પરિણામ એક મુક્ત રચનાત્મક વ્યક્તિ હોવુ જોઇએ, જે ઐતિહાસિક પરિસ્થિઓ અને પ્રાકૃત્તિક આપદાઓ વિરુદ્ધ લડી શકે. 

8 જ્ઞાનના માધ્યમથી અમને શક્તિ મળે છે. પ્રેમ દ્વારા અમને પરિપૂર્ણતા મળે છે. 

9 આપણે ટેક્નિકલ જ્ઞાન સિવાય આત્માની મહાનતાને પ્રાપ્ત કરવી પણ જરૂરી છે.

10 શાંતિ રાજનૈતિક અથવા આર્થિક બદલાવથી નથી આવી શકતી પરંતુ માનવીય સ્વભાવમાં બદલાવથી આવી શકે છે.

You Might Also Like

મિશ્ર ઋતુની અસર: અઠવાડિયામાં સામાન્ય તાવ, શરદી-ઉધરસના 1400થી વધુ કેસ

પીએમ મોદીના કાર્યક્રમમાં જોડાવા રાજકોટથી ભાજપના કાર્યકરોનો મહાસંગમ ઉમટ્યો

બેડલા ગામે પત્ની સાથે આડા સંબંધની શંકાએ યુવકની હત્યા કરી લાશ સ્મશાનમાં દાટી દીધી

પત્ની સાથે આડા સંબંધ ધરાવતા શખ્સની પાઇપ ફટકારી, ગળામાં કુહાડી ઝીંકી હત્યા

20મીએ થશે લોકાર્પણ, 600 મીટર લાંબા બ્રિજથી વાહન ચાલકોને ટ્રાફિકથી મળશે મુક્તિ

Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article ડેનિયલ ક્રેગ ‘નો ટાઇમ ટુ ડાઇ’ સાથે જેમ્સ બોન્ડ સિરીઝને અલવિદા કહેશે – જૂઓ વીડિયો
Next Article કેશાેદના અક્ષયગઢ ખાતે આઝાદીના લડવૈયા અને સોરઠ ક્ષય નિવારણ સમિતિના સ્થાપક રતુભાઇ અદાણીનો 23મી પુણ્યતીથીની ઉજવણી કાર્યક્રમ યોજાયો

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાજકોટ

મિશ્ર ઋતુની અસર: અઠવાડિયામાં સામાન્ય તાવ, શરદી-ઉધરસના 1400થી વધુ કેસ

Khaskhabar Editor Khaskhabar Editor 10 hours ago
પીએમ મોદીના કાર્યક્રમમાં જોડાવા રાજકોટથી ભાજપના કાર્યકરોનો મહાસંગમ ઉમટ્યો
બેડલા ગામે પત્ની સાથે આડા સંબંધની શંકાએ યુવકની હત્યા કરી લાશ સ્મશાનમાં દાટી દીધી
પત્ની સાથે આડા સંબંધ ધરાવતા શખ્સની પાઇપ ફટકારી, ગળામાં કુહાડી ઝીંકી હત્યા
20મીએ થશે લોકાર્પણ, 600 મીટર લાંબા બ્રિજથી વાહન ચાલકોને ટ્રાફિકથી મળશે મુક્તિ
866 જર્જરિત મિલકતોને મનપાની નોટિસ, જોખમી બાંધકામો દૂર કરવા કડક આદેશ
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાજકોટ

મિશ્ર ઋતુની અસર: અઠવાડિયામાં સામાન્ય તાવ, શરદી-ઉધરસના 1400થી વધુ કેસ

Khaskhabar Editor Khaskhabar Editor 10 hours ago
રાજકોટ

પીએમ મોદીના કાર્યક્રમમાં જોડાવા રાજકોટથી ભાજપના કાર્યકરોનો મહાસંગમ ઉમટ્યો

Khaskhabar Editor Khaskhabar Editor 10 hours ago
રાજકોટ

બેડલા ગામે પત્ની સાથે આડા સંબંધની શંકાએ યુવકની હત્યા કરી લાશ સ્મશાનમાં દાટી દીધી

Khaskhabar Editor Khaskhabar Editor 10 hours ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?