• કેશાેદના અક્ષયગઢ ખાતે સાેરઠ ક્ષય નિવારણ સમિતિના સ્થાપક અને આઝાદાના લડવૈયા રતુભાઇ અદાણીની 23 મી પુણ્યતીથી ઉજવવામાં આવી હતી. જેમાં સાેરઠ ક્ષય નિવારણ સમિતિ તેમજ શ્રી સ્વામીનારાયણ ગરૂકુલના સંતાે, મહેમાનાે તેમજ શિક્ષકાેએ સુશાેભિત ભવ્ય સ્મારક ખાતે પહાેંચી પુષ્પાંજલી અર્પી હતી. આમ રતુભાઇ નાે જન્મ 13 એપ્રિલ 1914 થયાે હતાે. જેમના સ્મારક ખાતે સન 2014 માં શતાબ્દી ઉજવણી કરવામાં આવી હતી જેના 106 વર્ષના વાણા વીતી ચુક્યા
    છે જેને યાદ કરવાની એક તક સાંપડી હાેય તેવાે સાૈ કાેઇએ અનુભવ કર્યાે હતાે. આ તકે વિજ્ઞાન સ્વામી, ધાર્મીક ભગત, વજુભાઇ ચાેલેરા, દિનુભાઇ દેવાણી, વિઠ્ઠલભાઇ નિમાવત, ભાવેશભાઇ મારડિયા સહિતના હાજર રહ્યા હતાં

અનિરુદ્ધસિંહ બાબરીયા – કેશોદ