By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    કેનેડાના બ્રિટિશ કોલંબિયામાં ભયાનક દાવાનળ : ઇમરજન્સી જાહેર
    7 days ago
    કોલંબિયામાં ભયાનક ભૂકંપ : 132નાં મોત, 570 ઘાયલ
    7 days ago
    ટ્રમ્પે હથિયાર હેઠે મૂક્યા! : અમેરિકા હવે પરમાણુ કરાર વિના પણ આ યુદ્ધમાંથી પીછેહઠ કરવા તૈયાર
    1 week ago
    ભારત પર 100 % ટેરિફવાળું બિલ અમેરિકી સેનેટમાં પાસ
    1 week ago
    ન્યૂ મેક્સિકો કોર્ટે મેટાને 5390 કરોડનો દંડ ફટકાર્યો
    2 weeks ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    બિહારના લખીસરાયમાં નાસભાગ, 7 મહિલાના મોત
    13 hours ago
    ઉત્તરાખંડની ટનલમાં ભૂસ્ખલનથી પાણી-કાટમાળ ઘૂસ્યોઃ 7નાં મોત, 3 હજુ ફસાયેલાં
    4 days ago
    PM મોદીની મિમિક્રી કરીને રાહુલ ગાંધી આખા દેશમાં હાંસીપાત્ર બન્યા
    4 days ago
    85 લાખથી વધુ પેન્શનધારકોને સરકારનો ઝટકો! : ન્યૂનતમ માસિક પેન્શન 7500 રૂપિયા નહીં થાય
    4 days ago
    વિશ્વ હાથી દિવસ : વનતારાએ ભારત અને વૈશ્વિક સ્તરે હાથી કલ્યાણના ફેલાવાના કાર્યક્રમોનો વિસ્તાર કર્યો
    5 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    રાજકોટની ધ્વનિએ ગોલ્ડ મેડલ મેળવી દેશની નંબર 1 ખેલાડી બની
    4 days ago
    ખેલાડીઓએ હવે 5:20 મિનિટમાં બ્રોન્કો ફિટનેસ ટેસ્ટ પાસ કરવી પડશે
    2 weeks ago
    બાયબાય ગ્લાસગો-હેલ્લો અમદાવાદ : ભારતને સોંપાયા મશાલ અને ફલેગ
    2 weeks ago
    નીરજ ચોપડાને ગોલ્ડ નહીં સિલ્વર મેડલ મળ્યો છતાં રચ્યો ઇતિહાસ !
    2 weeks ago
    કોમનવેલ્થ ગેમ્સ : દિલીપ ગાવિતને ગોલ્ડ અને મુરલી શ્રીશંકરને લોંગ જમ્પમાં સિલ્વર
    3 weeks ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    1 month ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    2 months ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    2 months ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    2 months ago
    ‘રાખ’ વેબ સીરિઝઃ હિન્દુ સવર્ણો વિરુદ્ધ પ્રોપગેન્ડા
    2 months ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    2 months ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    2 months ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    2 months ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    3 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    9 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજ્યમાં પ્રથમ રાજકોટ પોલીસ કાનૂની કાર્યવાહી માટે CBI જેવું મોડેલ અપનાવશે
    3 weeks ago
    હરખપદુડાં મૂરતિયાઓ શિક્ષણ સમિતિની મુલાકાતે પણ જઇ આવ્યા !
    3 weeks ago
    વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ
    4 weeks ago
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    1 month ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    1 month ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: વિદ્યાર્થીઓ અભ્યાસની સાથે સાથે ક્યારેક આવું નાનું-મોટું મહેનતનું કામ કરે તો એમાં ખોટું શું છે ?
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > Author > Shailesh Sagpariya > વિદ્યાર્થીઓ અભ્યાસની સાથે સાથે ક્યારેક આવું નાનું-મોટું મહેનતનું કામ કરે તો એમાં ખોટું શું છે ?
AuthorShailesh Sagpariya

વિદ્યાર્થીઓ અભ્યાસની સાથે સાથે ક્યારેક આવું નાનું-મોટું મહેનતનું કામ કરે તો એમાં ખોટું શું છે ?

Khaskhabar Editor
Last updated: 2022/02/02 at 5:33 PM
Khaskhabar Editor 5 years ago
Share
3 Min Read
SHARE

થોડા દિવસ પહેલાં રાજકોટ જિલ્લાની એક સરકારી શાળામાં શિક્ષકની સાથે શાળાના મકાનનું રીપેરિંગનું કામ કરતાં વિદ્યાર્થીઓનાં ફોટા સોશિયલ મીડિયામાં વાયરલ થયા અને લોકોએ વિદ્યાર્થીઓ પાસે મજૂરી કરાવાતી હોવાની કાગારોળ મચાવી.

શૈલવાણી
– શૈલેષ સગપરિયા

થોડા દિવસ પહેલા રાજકોટ જિલ્લાની એક સરકારી પ્રાથમિક શાળામાં શિક્ષકની સાથે શાળાના મકાન રીપેરીંગનું કામ કરતા વિદ્યાર્થીઓના ફોટાઓ વાયરલ થયેલા. કેટલાય લોકોએ વિદ્યાર્થીઓ પાસે મજૂરી કરાવાતી હોવાની કાગારોળ મચાવેલી.

- Advertisement -

વિદ્યાર્થીઓ અભ્યાસની સાથે સાથે ક્યારેક આવું નાનું-મોટું મહેનતનું કામ કરે તો એમાં ખોટું શું છે ? મને એવું લાગે છે કે આપણે શિક્ષણનો અર્થ માત્ર પુસ્તકયું જ્ઞાન પૂરતો સીમિત કરી દીધો છે. ગુરુકુલ પરંપરામાં આશ્રમમાં રહેતા વિદ્યાર્થીઓ અભ્યાસ સાથે આશ્રમનું બધું જ કામ કરતા. રાજાનો દીકરો હોય તો પણ એણે મેદાન સાફ કરવાથી લઈને બધું જ કામ કરવું પડતું. ક્યારેય કોઈ રાજા ફરિયાદ લઈને ગુરુકુલમાં નહોતા જતા કે તમે અમારા બાળકો પાસે મજૂરી કેમ કરાવો છો ?

હું ગામડાની સરકારી શાળામાં જ ભણેલો છું. અમે અમારી શાળાના રૂમ વાળતા અને મેદાન પણ સાફ કરતા. અમારી શાળામાં પીવાના પાણીના ગોળાઓ પણ અમે જ ભરતા. આ કામ માટે વિદ્યાર્થીઓના વારા પાડેલા હોય. અમે આતુરતાપૂર્વક અમારો વારો આવવાની રાહ જોતા કારણકે એ કામની એક અલગ મજા હતી. મારી ઉંમરના લગભગ બધાએ આવા કામ કર્યા હશે. તો શું એમાં આપણે મજૂર થઈ ગયા ? આવું કામ કરવાથી આપણી જિંદગી બરબાદ થઈ ગઈ ? આવું કામ કર્યું એમાં આપણું ભણવાનું બગડ્યું ? ઉલટાનું આવા કામો કરવાના લીધે આપણે સૌ ઘડાયા.

આપણે શિક્ષણનો અર્થ માત્ર પુસ્તકયું જ્ઞાન પૂરતો સીમિત કરી દીધો છે, ગુરુકુલ પરંપરામાં આશ્રમમાં રહેતા વિદ્યાર્થીઓ અભ્યાસ સાથે આશ્રમનું બધું જ કામ કરતા

- Advertisement -

શાળામાં અભ્યાસ કરતા બાળકો પાસે શિક્ષકો ક્યારેક કોઈ શારીરિક મહેનતનું કામ લે તો એ બાળક માટે નુકસાનકારક નહીં લાભદાયક જ છે. બાળકના સર્વાંગી વિકાસ માટે એ બહુ જરૂરી છે. જો આ બાબતે વાલી તરીકે ફરિયાદ લઈને શાળાએ દોડી જઈશું તો આપણી નવી પેઢીને નમાલી બનાવી દેશું. બાળકો પ્રાથમિક શાળામાંથી જ એ શીખીને જવા જોઈએ કે કોઈ કામ નાનું કે સામાન્ય નથી. બાળકોને ખાલી ચોપડીઓના થોથા જ ભણાવ્યા કરીશું તો એ બીજું કશું જ નહીં શીખી શકે અને જીવનમાં ક્યારેક કોઈ વિકટ ઘડી આવે તો ટકી પણ નહીં શકે.

વિશ્વના વિકસિત દેશો એની નવી પેઢીને શારીરિક શ્રમનું મહત્વ શીખવાડે છે અને આપણે એને મજૂરી ગણીને શ્રમની વિમુખ રાખીએ છીએ. અમેરિકાના ઉધોગપતિના દીકરાને કે જાપાનના ઉચ્ચ અધિકારીની દીકરીને બીજાની હોટેલમાં વેઈટર તરીકે કામ કરવામાં પણ શરમ નથી આવતી કારણકે એને શ્રમ પ્રત્યે સુગ નથી.

બાળકોનો સર્વાંગી વિકાસ ઇચ્છતા હોય તો પુસ્તકના જ્ઞાન સાથે નાનપણથી શારીરિક શ્રમની પણ ટેવ પાડજો. શાળામાં ક્યારેક શારીરિક શ્રમ કરાવે તો ફરિયાદ કરવા ન દોડશો કે હોબાળો ન મચાવશો કારણકે એ જીવનશિક્ષણનો જ એક ભાગ છે જેના વગર ઘણું બધું અધૂરું રહી જાય છે.

You Might Also Like

શું માંસાહારીઓ-દારૂડિયાઓને ધ્યાન-ધર્મ કરવાનો અધિકાર નથી?

કનેસરા ગામ પાસે કંનનાથ મહાદેવ, દુઃખભંજન હનુમાનજી અને ખોડિયાર માતાજીનું મંદિરનો ત્રિવેણી સંગમ

શિવભક્તનો અદભુત સેવાયજ્ઞ : રામનાથધામનું નવસર્જન

અમે લોકોને ખુશ કરવા નથી બેઠાં

ખાસ-ખબરની છ વર્ષની ખબર

Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article ચલણી સિક્કાનો અસ્વિકાર કરવો ગંભીર ગુનો ગણાશે
Next Article કેજરીવાલનું મહાકૌભાંડ : ‘ખાસ-ખબર’ કરે છે રાષ્ટ્રીય કક્ષાનો બ્લાસ્ટ 

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાષ્ટ્રીય

બિહારના લખીસરાયમાં નાસભાગ, 7 મહિલાના મોત

Khaskhabar Editor Khaskhabar Editor 13 hours ago
અમદાવાદના પાર્થ પટેલ અને ગ્રૂપે વિશ્વના સૌથી ઊંચા મોટરેબલ રોડ ઉમલિંગ લા પર બાઇક અભિયાન પૂર્ણ કર્યું
રાજકોટની જૂની કુવાડવા રોડ પોલીસ ચોકી બની દારૂડિયાઓનો અડ્ડો!
ગુજરાતની 10 લાખથી વધુ દીકરીને દર મહિને મફત સેનેટરી નેપકીન
જમીન ન હોય તો ખાનગી જમીન ખરીદીને પણ ગ્રામીણ પરિવારોને વિનામૂલ્યે પ્લોટ ફાળવણી કરાશે
નાગર બોર્ડીંગમાં 19મીએ સર્વે મંડળોની અને 20 ઓગસ્ટે ટ્રાન્સપોર્ટરોની બેઠક યોજાશે
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

AuthorBhavy Raval

શું માંસાહારીઓ-દારૂડિયાઓને ધ્યાન-ધર્મ કરવાનો અધિકાર નથી?

Khaskhabar Editor Khaskhabar Editor 4 days ago
AuthorBhavy Raval

કનેસરા ગામ પાસે કંનનાથ મહાદેવ, દુઃખભંજન હનુમાનજી અને ખોડિયાર માતાજીનું મંદિરનો ત્રિવેણી સંગમ

Khaskhabar Editor Khaskhabar Editor 5 days ago
Authorરાજકોટ

શિવભક્તનો અદભુત સેવાયજ્ઞ : રામનાથધામનું નવસર્જન

Khaskhabar Editor Khaskhabar Editor 5 days ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?