બોલીવૂડની લોકપ્રિય એક્ટ્રેસ મૌની રોયે પોતાના બોયફ્રેન્ડ સૂરજ નામ્બિયાર સાથે આજે લગ્ન કરી લીધા છે. મૌની અને સૂરજના લગ્નની પહેલી તસવીર સામે આવી છે.
http://https://www.instagram.com/p/CZOOjfxtGvE/?utm_source=ig_web_copy_link
મૌની રોય અને સૂરજે ગોવામાં દક્ષિણ ભારતીય રીત- રિવાજ પ્રમાણે લગ્ન કર્યા છે. મૌની અને સૂરજ તસવીરમાં મંડપમાં બેઠેલા જોઇ શકાય છે. બંનેની આ તસવીર ખૂબ જ વાયરલ થઈ રહી છે. દક્ષિણ ભારતીય પરંપરાગત દુલ્હન બનેલી મૌની આ તસવીરોમાં ખૂબ જ સુંદર લાગી રહી છે.
- Advertisement -
મૌનીએ વ્હાઇટ કલરની રેડ બોર્ડર વાળી ખૂબસૂરત સાડી પહરેલી છે. આ સાથે તેણે ગોલ્ડન જ્વેલરી પણ પહેરી છે. જે તેના ડેશિંગ લૂકને વધારે નિખારે છે. તેણીનો પતિ સૂરજ નામ્બિયાર દક્ષિણ ભારતીય છે. આ માટે બંનેએ દક્ષિણ ભારતીય રીત- રિવાજ પ્રમાણે લગ્ન કર્યા છે.
http://https://www.instagram.com/p/CZOLufPvVSL/?utm_source=ig_web_copy_link
ગોવામાં આજે, નજીકના મિત્રો અને પરિવારની હાજરીમાં તેમણે લગ્ન કરી લીધા છે. આજે સોશિયલ મીડિયા પર લગ્નના તહેવારોની તસવીરો સામે આવી છે. આ લગ્ન સમારોહમાં બોલિવૂડ અને ટીવીની અનેક હસ્તીઓ હાજરી આપી છે.
- Advertisement -
મૌનીએ લગ્ન પહેલા બંનેની તસવીરો શેર કરી છે.



