By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    ફ્રાન્સ અને સ્પેનના જંગલોમાં ભીષણ આગ : 3 લાખથી વધુ બેઘર
    1 day ago
    પેટ્રોલ-ડિઝલના ભાવ વધવાનો ખતરો ટળ્યો : ક્રૂડ ઓઇલના ભાવમાં 7%નો ઘટાડો
    1 day ago
    ચીન-રશિયા યુદ્ધમાં આવશે તો પરિણામ ખરાબ હશે : ટ્રમ્પ
    3 days ago
    ઇરાન યુધ્ધ ટ્રમ્પ માટે ગળાનું હાટકું બન્યુ : 3.38 લાખ કરોડ સ્વાહા, પરિણામ શૂન્ય
    6 days ago
    હોર્મુઝ સ્ટ્રેટમાં બે ઓઈલ ટેન્કરોમાં વિસ્ફોટ થયાનો દાવો
    1 week ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    સ્કૂલોની દાદાગીરી હવે નહીં ચાલે ! ધો-૧માં પ્રવેશ માટે પ્રી-સ્કૂલનું કોઇ સર્ટિફિકેટ ફરજિયાત નથી
    6 hours ago
    પ્રાણીઓના અધિકારોનું રક્ષણ પણ થવું જોઇએ, પરંતુ માનવજીવનના ભોગે નહીં
    6 hours ago
    હિમાચલના ચંબામાં પૂર : પાણી સાથે આવેલા પથ્થરો અને કાટમાળ ઘરોમાં ઘૂસ્યો
    6 hours ago
    પેપર લીક બિલ મુદ્દે આજે ભારે ધમાલ
    6 hours ago
    એન્ટિ પેપર બિલ રજૂ થતાં જ વિપક્ષનો હોબાળો : બંને ગૃહ સ્થગિત
    1 day ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    કોમનવેલ્થ ગેમ્સ 2026 : શર્મિલા ધનખડે દેશને અપાવ્યો બીજો ગોલ્ડ
    6 hours ago
    ગ્લાસગોમાં ભારતીય વેટલિફ્ટર્સનો દબદબો : મીરાબાઇ ચાનુએ ગોલ્ડની હેટ્રિક સાથે રચ્યો ઇતિહાસ
    1 day ago
    કોમનવેલ્થ ગેમ્સની ઓપનિંગ સેરેમની : મીરાબાઈ ચાનુ અને લવલીના બોરગોહેને તિરંગો લઈ ભારતીય ટીમની આગેવાની કરી
    4 days ago
    શુભમન ગિલ વન-ડેમાં નંબર ૧ બનવાથી એક પોઇન્ટ દૂર : ન્યૂઝિલેન્ડનો મિચેલ ટોચ પર યથાવત્
    5 days ago
    ભારતીય ક્રિકેટ મેચોમાં લાગુ થશે 7 નવા નિયમ
    1 week ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    3 weeks ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    1 month ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    1 month ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    1 month ago
    ‘રાખ’ વેબ સીરિઝઃ હિન્દુ સવર્ણો વિરુદ્ધ પ્રોપગેન્ડા
    1 month ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    1 month ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    2 months ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    2 months ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    2 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    8 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજ્યમાં પ્રથમ રાજકોટ પોલીસ કાનૂની કાર્યવાહી માટે CBI જેવું મોડેલ અપનાવશે
    1 day ago
    હરખપદુડાં મૂરતિયાઓ શિક્ષણ સમિતિની મુલાકાતે પણ જઇ આવ્યા !
    3 days ago
    વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ
    4 days ago
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    2 weeks ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    2 weeks ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: ‘પરદે કે પીછે’ ના સર્જક જયપ્રકાશ ચૌક્સે જયારે પ્રગટ થાય છે, પરદે કે સામને
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > Author > Naresh Shah > ‘પરદે કે પીછે’ ના સર્જક જયપ્રકાશ ચૌક્સે જયારે પ્રગટ થાય છે, પરદે કે સામને
AuthorNaresh Shahબોલીવુડ

‘પરદે કે પીછે’ ના સર્જક જયપ્રકાશ ચૌક્સે જયારે પ્રગટ થાય છે, પરદે કે સામને

Khaskhabar Editor
Last updated: 2022/01/19 at 1:41 PM
Khaskhabar Editor 5 years ago
Share
7 Min Read
SHARE

શાહનામા

નરેશ શાહ

આ ઘરના તમામ પાત્રો કાલ્પનિક છે
ચૌક્સે અંકલ હાલતું ચાલતું સિનેમા ઘર છે અને તમે તેમને ટૂરિંગ ટોકિઝ પણ કહી શકો છો

સલમાન ખાને પ્રસ્તાવનામાં આવા શબ્દો લખ્યાં છે, એ જયપ્રકાશ ચૌક્સે એક્યાશી વરસની ઉંમરે અત્યારે ઈન્દોર માં રહે છે. આ એ જ શહેર છે, જયાં સલમાન ખાનના પિતા સલીમ ખાનનો જન્મ થયો હતો. જો કે એવી ધારણા બાંધવાની જરૂર નથી કે એટલે – સલીમ ખાન – જયપ્રકશ ચૌક્સે નાનપણના મિત્ર હશે. એવું કશુંય નથી છતાં એ હકીકત છે કે જયપ્રકાશજી કે તેમના પત્ની ઉષાજીને કેન્સરનું નિદાન થયું, ત્યારે ખાન-પિરવાર સતત તેમની સાથે ઉભો રહેલો. ફિલ્મ વિતરણમાં દેણું થઈ ગયું ત્યારે ગુમાવ્યા છે ત્યાંથી જ પૈસા આવશે એમ કહીને સલીમખાન સાહેબે જયપ્રકાશજી સાથે પાર્ટનરશીપ કરીને એંસી ટકાનો શેર આપીને જયપ્રકાશજીને દેવાના ડુંગરની નીચેથી કાઢયા હતા. સલમાન ખાનની બોડીગાર્ડ ફિલ્મના સંવાદ, દશકા દમ ની ત્રણેય સિઝન અને બિગ બોસની ચોથી સિઝન લખનારાં આ જયપ્રકાશ ચૌક્સેજીના ઈન્દોરના ઘરની બહાર એક તક્તી છે, જેના પર લખવામાં આવ્યું છે : આ ઘરના તમામ પાત્રો કાલ્પનિક છે.

Contents
શાહનામાનરેશ શાહઆ ઘરના તમામ પાત્રો કાલ્પનિક છેચૌક્સે અંકલ હાલતું ચાલતું સિનેમા ઘર છે અને તમે તેમને ટૂરિંગ ટોકિઝ પણ કહી શકો છોઓવર ટૂ જયપ્રકાશ ચૌક્સે.કિસ્સો પ્રથમ : શાયદ ફિલ્મ અને આર.ડી. બર્મન.કિસ્સો બીજો : પંચમ, લતા અને આશા ભોંસલે.કિસ્સો ત્રીજો : ઈન્દોર, લતા અને ઉષા મંગેશકર.વધુ મજેદાર કિસ્સા નેકસ્ટ વીક….

ઓવર ટૂ જયપ્રકાશ ચૌક્સે.

એકધારું પચ્ચીસ વર્ષ સુધી, એક જ અખબારમાં, એ પણ દરરોજ ફિલ્મની કોલમ લખવી એ જેવું- તેવું કામ તો નથી જ, બલ્કે અપને આપમાં એ એક રેકોર્ડ બે્રક (શબ્દ-સિનેમાનો) યજ્ઞ છે. જયપ્રકાશ ચૌક્સેજીના નામે હવે એ દર્જ થઈ ગયો છે. દૈનિક ભાસ્કર (ગુજરાતમાં દિવ્ય ભાસ્કર) માં તેમની કોલમ ‘પરદે કે પીછે’ કોલમ સિલ્વર જ્યુબિલી ઉજવી ચૂક્વી છે. તરત યાદ આવે એવા બે નામ છે; બહેરામ કોન્ટ્રકટર (બિઝી બી) અને તારક મહેતા (ચિત્રલેખા). ફિલ્મોના અઠંગ અભ્યાસુ, ફિલ્મ વિતરક અને રાજકપૂર- સલીમ ખાન સાથે અત્યંત નિકટતમ સંબંધ ધરાવતાં જયપ્રકાશ ચૌક્સેજીને દૈનિક ભાસ્કર માટે સુધીર અગ્રવાલે દરરોજ લખવાની વાત કરી ત્યાં તેમણે થોડી આનાકાની કરી એટલે એ વખતના ગ્રુપ એડિટર શ્રવણ ગર્ગે તેમને સમજાવતાં કહ્યું કે, ચૌક્સે સાહેબ, આ કોલમમાં તમારે ત્રણ ચીજ પર જ ફોક્સ કરવાનું છે : એન્ટરટેઈન્મેન (મનોરંજન), ઈન્ફોર્મેશન (માહિતી) અને એનલાઈટમેંટ (આત્મજ્ઞાન).

- Advertisement -

અગાઉ દૈનિક ભાસ્કરની સિનેમા પૂર્તિ નવરંગનું સંપાદન કરી ચૂકેલાં જયપ્રકાશજી આખરે લખવા માટે સંમત થયા. આ લખનાર સહિત જયપ્રકાશજીની પરદે કે પીછે કોલમના નિયમિત વાચકો જાણે છે કે, તેઓ એક ચિતંક અને દાર્શનિકની જેમ ફિલ્મોને સાંકળી લઈને બુદ્ઘિગમ્ય રીતે એ કોલમ લખે છે. પરદે કે પીછે કોલમનો ફિલ્મ ઈન્ડસ્ટ્રીઝમાં ઈમ્પેકટ પણ જબરો પડે છે અને એટલે જ ડૉ. ૠતુ પાંડે શર્માએ તેમને મળીને, તેમના જ શબ્દોમાં લખેલી અને જાન્યુઆરી ર1 માં પ્રગટ થયેલી જીવન કથાનું નામ જયપ્રકાશ ચૌકલે : પરદે કે સામને આપવામાં આવ્યું છે. બેશક, મહાન જીવનકથાની કેટેગરીમાં મુકી શકાય તેવું આ પુસ્તક નથી પણ જયપ્રકાશજીએ તેમાં લેખિકા સાથે શેર કરેલાં કિસ્સા અને વાતો નિ:સંકોચ રસપ્રદ છે.

કિસ્સો પ્રથમ : શાયદ ફિલ્મ અને આર.ડી. બર્મન.

1979 માં આવેલી શાયદ ફિલ્મ નસીરુીન શાહ અને ઓમપુરીની બીજી જ ફિલ્મ હતી. એ પહેલાં બન્નેની ગોધૂલી ફિલ્મ આવેલી. જયપ્રકાશ ચૌક્સેજી શાયદ ના એકઝિક્યુટીવ પ્રોડયુસર હતા. તેમણે શાયદ માટે આર. ડી. બર્મનને સંગીતકાર તરીકે સાઈન કરેલાં પણ પંચમે (આર.ડી.) એ જાણ્યું કે ફિલ્મના ગીતો કોઈ નવા ગીતકાર નિદા ફાઝલી અને વિઠ્ઠલભાઈ પટેલ (જૂઠ બોલે કૌઆ કાટે ) લખવાના છે તો તેમણે કહ્યું કે, ચૌક્સે તમે આનંદ બક્ષી જેવા જાણીતા ગીતકારને લો. હું નવા ગીતકાર સાથે કામ નથી કરતો. નવા ગીતકારોને ધૂન અને મીટરની ગતાગમ નથી હોતી.. આવા ચક્કરમાં ન પડતાં.

જયપ્રકાશજીએ પંચમદાના મિત્ર-અભિનેતા રણધીર કપૂરને કહ્યું એટલે પછી પંચમદા નિદા ફાઝલીને મળવા તૈયાર થયા પણ પ્રથમ મુલાકાતમાં જ નિદા ફાઝલીની સૂઝ-સમજ-સંગીતના જ્ઞાન અને શબ્દોથી પ્રભાવિત થઈ ગયા. નિદા ફાઝલીએ શાયદ ફિલ્મના ગીત એટલાં સરસ લખ્યા હતા કે રેકોર્ડિગ પછી તેમણે ગીતકારને મળવાની ઈચ્છા પ્રગટ કરેલી એટલે જયપ્રકાશજીએ નિદા ફાઝલીનો લતા સાથે મેળાપ કરવી દેવો પડયો હતો.

- Advertisement -

કિસ્સો બીજો : પંચમ, લતા અને આશા ભોંસલે.

શાયદ ફિલ્મ માટે જયપ્રકાશજી પંચમદાને ઘેર મળવા જતાં ત્યારની જ આ વાત છે. આર. ડી. બર્મન ત્યારે હરજાઈ રણધીર કપૂરનું સંગીત પણ આપતા હતા. એક વખત આવી જ બેઠકમાં બિલ્ડીંગના વોચમેનનો ફોન આવ્યો કે, મેડમ (આશાજી) ની ગાડી આવી ગઈ છે એટલે આર. ડી. બર્મને નવી ધૂન બનાવવાનું આટોપી લીધું. જયપ્રકાશજીને વિચિત્ર લાગ્યું તેથી તેમણે કારણ પૂછયું. એ વખતે ખબર પડી કે મેડમ આવ્યાની જાણ કરવાની ખુદ પંચમદાએ જ તાકિદ કરી હતી. કારણ ? આશા જો આ ધૂન સાંભળે તો એ પોતે જ ગીત ગાવાનો આગ્રહ રાખશે પણ આર. ડી. બર્મને કારણ જણાવતાં કહ્યું : ‘હું આ ગીત લતા પાસે ગવડાવવા માંગુ છું કારણકે આ ગીતમાં હળવું હાસ્ય પણ છે. આશા એમાં લાઉડ થઈ જવાની અને તો તો ગીતનું સૌન્દર્ય જ ખતમ થઈ જાઈ. યે આશા કે બસ કી બાત નહીં હૈ.’

– અને પછી ? આશા ભોંસલે જે દિવસે આઉટ ઓફ ટાઉન (મુંબઈ) હતા ત્યારે તેમની ગેરહાજરીમાં પંચમે આ ગીત લતાજી પાસે રેકોર્ડ કરાવ્યું હતું.

કિસ્સો ત્રીજો : ઈન્દોર, લતા અને ઉષા મંગેશકર.

આજકાલ નાના શહેરોમાં શૂટ થયેલી ફિલ્મો પ્રેક્ષકો સાથે વધુ કનેકટ થઈને વધુ વેપાર કરતી થઈ ગઈ છે, પણ જયપ્રકાશ ચૌક્સેજીએ 1978 માં આખી શાયદ ફિલ્મનું શૂટિંગ ઈન્દોરમાં કરાવ્યું હતું. પિરણામ પછીના વરસે જ મળી ગયું હતું. ત્રણ લાખમાં બનેલી શાયદ ફિલ્મનું ઈન્દોરનું જ કલેકશન ત્રણ લાખ રૂપિયાનું થયું હતું. ખેર, આ ફિલમમાં ચૌક્સેજીએ કવિ દુષ્યંતકુમારજીની એક કવિતાને ગીત તરીકે લીધી હતી અને એ લતા મંગેશકર ગાવાના હતા.

યોગાનુયોગ એ થયો કે રેકોર્ડીગના દિવસે જયપ્રકાશ ચૌક્સે ઈન્દોરમાં હતા, પાછળથી દુષ્યંતકુમારની કવિતાનું રેર્કોડીંગ થયું. ચૌક્સેજી આવ્યા એટલે સંગીત માનસ મુખર્જી (ગાયક શાનના પિતા) એ ગીત સંભળાવ્યું તો એ ઉષા મંગેશકરના અવાજમાં હતું. અપસેટ થઈ ગયેલાં જયપ્રકાશજીએ કારણ પૂછયું ત્યારે સંગીતકાર માનસ મુર્ખજીએ કહ્યું : ‘હું તો રેર્કોડીંગ માટે લતાજીને જ લેવા ગયેલો પણ લતાજીએ કહ્યું કે, મારું ગળું ખરાબ છે. ઉષા મંગેશકરને લઈ જાવ.’

એકઝિક્યૂટિવ પ્રોડયુસર ચૌક્સેજીનો અણગમો લતાજી સુધી પણ પહોંચ્યો હતો. એક વખત તેઓ રાજકપૂરને મળવા આવેલા ત્યારે ચૌક્સે પણ હાજર હતા. તેમનો પરિચય જાણ્યા પછી લતાજી વાતચીત વગર ચાલ્યા ગયા એટલે ચૌક્સેજીએ શાયદ ફિલ્મના ગીતની આખી વાત કરી. સાંભળીને રાજકપૂર બોલેલાં : ‘હવે લતાજી કાયમ તમારાથી નારાજ જ રહેશે.’

વધુ મજેદાર કિસ્સા નેકસ્ટ વીક….

 

You Might Also Like

PM નરેન્દ્ર મોદીને ખુલ્લો પત્ર…થોડાંક લોકો ભારતના નામે શરમજનક વર્તન કરે ત્યારે તમે કરોડો દેશપ્રેમી ભારતીયોના મૌનને તેમની સંમતિ ન માનશો

આજના અસલી અને અનિવાર્ય ગુરુ : AI

પ્રકૃતિ તો મબલખ આપે છે, આપણે ઝીલી શકવાની ક્ષમતા કેળવી નથી

ભારતમાં લિવ-ઇન રિલેશનશિપ અંગે કાનૂની જોગવાઈઓ

રતિ : બોસના દબાણથી ચિડચિડિયા બનેલા પતિનો ગુસ્સો પત્ની અને સંતાન પર ઉતરતાં દાંપત્યમાં વધ્યો વિવાદ

Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article ભારત સહિત અનેક દેશોમાં ટેલિગ્રામ ડાઉન થતા યુઝરોને અસુવિધા
Next Article બચ્ચનજી, રજનીશાઈટીસ અને કચ્છ

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
AuthorKinnar Acharya

PM નરેન્દ્ર મોદીને ખુલ્લો પત્ર…થોડાંક લોકો ભારતના નામે શરમજનક વર્તન કરે ત્યારે તમે કરોડો દેશપ્રેમી ભારતીયોના મૌનને તેમની સંમતિ ન માનશો

Khaskhabar Editor Khaskhabar Editor 6 hours ago
શિક્ષણ સમિતિની અંગ્રેજી શાળાઓમાં નવા પ્રવેશ બંધ !
અક્ષર માર્ગ-કાલાવડ રોડ બન્યા લુખ્ખાઓનો અડ્ડો
પ્રદ્યુમ્નપાર્ક ઝૂમાં સિંહ ‘ધનંજય’ સાથેના સંવનનથી સિંહણ ‘ધરતી’એ વધુ 3 સિંહબાળને જન્મ આપ્યો
રાજકોટ RTO કચેરી રામભરોસે ? સમયપાલનનો અભાવ, અરજદારો પરેશાન
સ્મિતની સારવાર માટે રોજ 1 લાખથી વધુનો ખર્ચ : પરિવાર અને મિત્રોની તમામ સમાજને સહાયની અપીલ
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

AuthorKinnar Acharya

PM નરેન્દ્ર મોદીને ખુલ્લો પત્ર…થોડાંક લોકો ભારતના નામે શરમજનક વર્તન કરે ત્યારે તમે કરોડો દેશપ્રેમી ભારતીયોના મૌનને તેમની સંમતિ ન માનશો

Khaskhabar Editor Khaskhabar Editor 6 hours ago
AuthorBhavy Raval

આજના અસલી અને અનિવાર્ય ગુરુ : AI

Khaskhabar Editor Khaskhabar Editor 6 hours ago
Kinnar Acharya

પ્રકૃતિ તો મબલખ આપે છે, આપણે ઝીલી શકવાની ક્ષમતા કેળવી નથી

Khaskhabar Editor Khaskhabar Editor 1 day ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?