ગુજરાતમાં માવઠાનું વધુ એક સંકટ તોલાઈ રહ્યું છે.
ખાસ-ખબર સંવાદદાતા
ગુજરાતમાં માવઠાનું વધુ એક સંકટ ઘેરાયું છે. હવામાન વિભાગ દ્વારા આગામી 21 જાન્યુઆરીના બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા અને કચ્છમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે.
- Advertisement -
છેલ્લા દોઢ મહિનામાં ત્રીજી વખત માવઠાની સંભાવનાથી ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. બીજી તરફ ગુજરાતભરમાં છેલ્લા એક સપ્તાહની સરખામણીએ ઠંડીમાં સાધારણ ઘટાડો અનુભવાયો હતો. ગત રાત્રિએ 8.8 ડિગ્રી સાથે નલિયામાં સૌથી નીચું તાપમાન નોંધાયું હતું. અમદાવાદમાં 13.1 ડિગ્રી સાથે સરેરાશ લઘુતમ તાપમાનમાં સામાન્ય કરતાં 1 ડિગ્રીનો વધારો નોંધાયો હતો. આગામી 3 દિવસ દરમિયાન અમદાવાદમાં 17 ડિગ્રીની આસપાસ લઘુતમ તાપમાન રહેવાની સંભાવના છે. જોકે, 22 જાન્યુઆરી બાદ ઠંડીના જોરમાં ફરી વધારો થઇ શકે છે.
રાજ્યમાંથી અન્યત્ર જગ્યાઓમાં ડીસામાં 10.8, ગાંધીનગરમાં 12.3, ભૂજમાં 12.8,રાજકોટમાં 13.3, વડોદરામાં 13.4, કંડલામાં 13.6, ભાવનગરમાં 14.2, સુરતમાં 16.8 ડિગ્રી સરેરાશ લઘુતમ તાપમાન નોંધાયું હતું. હવામાન વિભાગના મતે ગુજરાતમાં આગામી 3 દિવસ લઘુતમ તાપમાનમાં ફેરફાર થવાની સંભાવના નથી.


