સૌનાં વ્હાલા વજુભાઈ વાળાનાં 85માં જન્મદિવસ નિમિત્તે ડૉ.બટુકભાઈ પરસાણા તથા માવજીભાઈ ડોડીયા દ્વારા શબ્દશુભેચ્છા
રાજકોટ અને રાજપૂત સમાજનું ગૌરવ વજુભાઈ વાળાના 85માં જન્મદિવસ નિમિત્તે તેમના વર્ષો જૂના સાથી-સ્નેહી ડો. બટુકભાઈ પરસાણા તથા માવજીભાઈ ડોડીયા દ્વારા વજુભાઈને શબ્દશુભેચ્છા પાઠવવામાં આવી છે. વજુભાઈ વાળાને જન્મદિવસ નિમિત્તે શુભેચ્છા આપતા ડો. બટુકભાઈ પરસાણા અને માવજીભાઈ ડોડીયાએ જણાવ્યું હતું કે, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘનાં કાર્યકર અને ભાજપ અગ્રણી નેતા વજુભાઈ વાળાએ 1960નાં દાયકામાં જનસંઘ સાથે જોડાઈ પોતાની રાજકીય કારકિર્દીની શરૂઆત કરી હતી. 1980માં રાજકોટ મહાનગર પાલિકાનું મેયર પદ મેળવ્યું હતું. 1985માં રાજકોટ પશ્ચિમની બેઠક ચૂંટણી જીતી વિધાનસભામાં પ્રવેશ કર્યો હતો તો 1996માં ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ તરીકેની પણ જવાબદારી ઉઠાવી હતી. રાજકોટ પશ્ર્ચિમ બેઠકને ભાજપનો ‘અજય ગઢ’ બનાવી વર્ષે 2001માં નરેન્દ્ર મોદી ને પ્રથમ વખત વિધાનસભામાં મોકલ્યા હતા. 2005-06માં વજુભાઈ વાળા એ બીજી વખત પ્રદેશ ભાજપનું પ્રમુખ પદ મેળવ્યું હતું.
વજુભાઈ વાળા 8 વાર ગુજરાત વિધાનસભા ચૂંટણી જીત્યા હતા અને 18 વાર ગુજરાતનું બજેટ રજૂ હતું. વર્ષે 1995થી 2012 સુધી તેઓ ભાજપની સરકારમાં નાણામંત્રી પદે રહ્યા હતા. વિદ્યાર્થીકાળથી જ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ સાથે ઘનિષ્ઠપણે જોડાયેલા વજુભાઈ વાળાએ ગુજરાતમાં ભાજપના સંગઠનને મજબૂત બનાવવામાં મહત્ત્વનું યોગદાન આપ્યું છે. સંઘના અનુભવને સાથે રાખી તેઓ બે વખત ભાજપના પ્રદેશ પ્રમુખ પણ રહી ચૂક્યા છે. તેમણે કર્ણાટક રાજ્યના રાજ્યપાલની જવાબદારી પણ સુપેરે નિભાવી છે.
- Advertisement -

વજુભાઈ વાળા પાકટ અને મુત્સદ્દી રાજકારણી ઉપરાંત પોતાની રમૂજવૃત્તિ અને કટાક્ષ માટે પણ જાણીતા છે. તેમના માટે અનોખી વાત એ છે કે, નરેન્દ્રભાઈ મોદીને જ્યારે 2001માં રાજ્યના મુખ્યમંત્રી તરીકે પસંદ કરવામાં આવ્યા ત્યારે તેમને ધારાસભ્ય બનાવવા વજુભાઈ વાળાએ પોતાનો ગઢ ગણાતી રાજકોટ બેઠક ખાલી કરી આપી હતી. વજુભાઈ વાળાના ભાષણમાં રમૂજ પુષ્કળ પ્રમાણમાં હોય છે, તેમનો સ્વભાવ પણ અત્યંત મિલનસાર છે. તેઓને સતત મળવાનું અને સાંભળતાં રહેવાનું મન થાય. ભાજપના નાનામાં નાના કાર્યકરના દરેક નાનામોટા પ્રસંગમાં હાજરી આપે છે એવા સૌના મોભી અને વ્હાલા વજુભાઈ વાળા સ્વસ્થ્ય – તંદુરસ્ત રહે તેવી ડો. બટુકભાઈ પરસાણા અને માવજીભાઈ ડોડીયાએ શુભેચ્છા પાઠવી હતી.

- Advertisement -
વજુભાઈ કર્ણાટકનાં રાજ્યપાલ હતા તે વેળાએ વડાપ્રધાન મોદી અને યેદીયુરપ્પા સાથે


