By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    ઈતિહાસમાં પ્રથમવાર અમેરિકામાં 2 લાખ વિદેશીના વિઝા રદ્દ થશે
    6 minutes ago
    ઈટાલીમાં વાવાઝોડાના લીધે તબાહી, એરપોર્ટની છત ઊડી
    22 hours ago
    USમાં એરપોર્ટ પર ઇંધણ ખૂટી જતા હોબાળો, વિમાનો અટવાયા : NOTAM ઇમરજન્સી એલર્ટ
    23 hours ago
    અમેરિકાએ 50% ટેરિફ લગાવતાં કેનેડા ભડક્યું, વેપાર કરાર સ્થગિત કરી બદલાનું એલાન કર્યું
    3 days ago
    કોલેસ્ટ્રોલથી પીડાતા દર્દીઓ માટે આશાસ્પદ અને ક્રાંતિકારી શોધ : Verve-102 જીન થેરાપી
    4 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    મહારાષ્ટ્રનાં અમરાવતીમાં હોસ્પિટલના ચાઈલ્ડ યુનિટમાં આગ: 3 નવજાત શિશુનાં મોત
    23 hours ago
    FSSAIની લાલ આંખ : ‘શ્રદ્ધા’, ‘શ્રી સરસ’ અને ‘ગોકુલ’ બ્રાન્ડના ઘીના વેચાણ પર તાત્કાલિક રોક
    23 hours ago
    પુણેમાં રાહુલ ગાંધીના કાર્યક્રમ પહેલાં NSUI-ABVP વચ્ચે ઘર્ષણ
    3 days ago
    પૂરમાં ગંભીર ઇજાગ્રસ્ત 53 વર્ષીય હાથિણ ‘જોયમોતી’ને એરલિફ્ટ કરી વનતારા લવાઈ
    3 days ago
    બ્રિટીશ એજન્સીનો રિપોર્ટ : અલ-નીનો 100 વર્ષનું સૌથી ભયંકર, 2027માં ગરમી ભૂક્કા બોલાવશે
    3 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    ભારત 600મી ટેસ્ટમાં જીત્યું : શ્રીલંકાને 165 રનથી હરાવ્યું
    6 days ago
    રાજકોટની ધ્વનિએ ગોલ્ડ મેડલ મેળવી દેશની નંબર 1 ખેલાડી બની
    2 weeks ago
    ખેલાડીઓએ હવે 5:20 મિનિટમાં બ્રોન્કો ફિટનેસ ટેસ્ટ પાસ કરવી પડશે
    3 weeks ago
    બાયબાય ગ્લાસગો-હેલ્લો અમદાવાદ : ભારતને સોંપાયા મશાલ અને ફલેગ
    3 weeks ago
    નીરજ ચોપડાને ગોલ્ડ નહીં સિલ્વર મેડલ મળ્યો છતાં રચ્યો ઇતિહાસ !
    3 weeks ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    2 months ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    2 months ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    2 months ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    2 months ago
    ‘રાખ’ વેબ સીરિઝઃ હિન્દુ સવર્ણો વિરુદ્ધ પ્રોપગેન્ડા
    2 months ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    2 months ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    2 months ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    2 months ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    3 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    9 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજ્યમાં પ્રથમ રાજકોટ પોલીસ કાનૂની કાર્યવાહી માટે CBI જેવું મોડેલ અપનાવશે
    4 weeks ago
    હરખપદુડાં મૂરતિયાઓ શિક્ષણ સમિતિની મુલાકાતે પણ જઇ આવ્યા !
    1 month ago
    વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ
    1 month ago
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    1 month ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    1 month ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: ફાયર ફાઈટર: શહેર ભાજપની ધખધખતી હોળી પર સી.આર. પાટીલે ઠંડા પાણીનો છંટકાવ કર્યો
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ગુજરાત > રાજકોટ > ફાયર ફાઈટર: શહેર ભાજપની ધખધખતી હોળી પર સી.આર. પાટીલે ઠંડા પાણીનો છંટકાવ કર્યો
TALK OF THE TOWNરાજકોટ

ફાયર ફાઈટર: શહેર ભાજપની ધખધખતી હોળી પર સી.આર. પાટીલે ઠંડા પાણીનો છંટકાવ કર્યો

Khaskhabar Editor
Last updated: 2022/06/03 at 2:10 PM
Khaskhabar Editor 5 years ago
Share
8 Min Read
SHARE

પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી અમારા સ્ટાર પ્રચારક છે અને રહેશે : પાટીલ

વિજયભાઈએ રાજકોટ માટે ઘણાં કાર્યો કર્યા છે, તેમનાં અધુરા કાર્યો પૂર્ણ કરીશું

રાજકોટનું સંગઠન ઉમદા કાર્ય કરી રહ્યું છે
કોઈ જૂથવાદ નથી, ત્રણ દિવસનાં અંતરે બે સ્નેહ મિલનમાં કાર્યકરોએ ખેંચાવું ન પડે તેથી કાર્યક્રમ રદ્દ કર્યો

છેલ્લાં ઘણાં સમયથી રાજકોટ શહેર ભાજપમાં સળગી રહેલી જૂથવાદની હોળી પર પ્રદેશાધ્યક્ષ સી. આર. પાટીલે આજે રાજકોટ મુલાકાત દરમિયાન ટાઢું પાણી રેડી દીધું હતું. તેમણે જૂથવાદની વાતો નકારી હતી અને પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીનાં વખાણ કર્યા હતાં અને શહેર સંગઠનની પણ પ્રશંસા કરી હતી. આમ તેમણે ઠરેલપણાનો પરિચય આપતા શહેર ભાજપનો ઉકળાટ શમાવવા પ્રયાસ કર્યો હતો.

Contents
પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી અમારા સ્ટાર પ્રચારક છે અને રહેશે : પાટીલવિજયભાઈએ રાજકોટ માટે ઘણાં કાર્યો કર્યા છે, તેમનાં અધુરા કાર્યો પૂર્ણ કરીશુંરાજકોટનું સંગઠન ઉમદા કાર્ય કરી રહ્યું છેકોઈ જૂથવાદ નથી, ત્રણ દિવસનાં અંતરે બે સ્નેહ મિલનમાં કાર્યકરોએ ખેંચાવું ન પડે તેથી કાર્યક્રમ રદ્દ કર્યોરાજુ ધ્રુવે ફરી દોઢ ડહાપણ ડહોળ્યું

પાટીલના રંગે રંગાયું રાજકોટ ભાજપ

- Advertisement -

એરપોર્ટ પર પાટીલનું ભવ્ય સ્વાગત કરાયું
શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણીએ જણાવ્યું હતું કે, પ્રદેશ પ્રમુખને આવકારવા માટે અમે એરપોર્ટ ખાતે સવારે સૌ ઉમટી પડ્યા છીએ. સી.આર. પાટીલાના સ્વાગત સમયે હજારો ફુગ્ગા ઉડાડવામાં આવ્યા હતા અને બેન્ડની સૂરાવલિ સાથે કાર્યકરોએ તેમનું ભવ્ય સ્વાગત કર્યું હતું. શહેરમાં ચોકે ચોકે બેનર લગાડવામાં આવ્યા છે. બપોરે 3થી 4 સી.આર. પાટીલ ભાજપના અપેક્ષિત કાર્યકરો સાથે ગોષ્ઠી કરશે.

રાજકોટમાં પાટીલ બોલ્યા ‘અમે કોઈ કોંગ્રેસીને નહીં લઈએ’

મેં અમરીશ ડેરને કોઈ આમંત્રણ નથી આપ્યું : સી.આર. પાટીલ

- Advertisement -

પાટીદાર આંદોલનમાં જે કેસ પરત નથી ખેંચાયા તે પરત ખેંચાશે

ખાસ-ખબર સંવાદદાતા
સી.આર.પાટીલ હાલ રાજકોટની મુલાકાતે છે.. ત્યારે સી.આર પાટીલે નિવેદન આપતા કહ્યું કે અમરીશ ડેરને કોઈ આમંત્રણ આપ્યું નથી બલકે મારા નિવેદનને ટ્વિસ્ટ કરીને રજૂ કરવામાં આવ્યું છે, વધુમાં પાટીલે કહ્યું કે હવે કોઈ કોંગ્રેસીને પક્ષમાં લેવા તૈયાર નથી, અને કોઈને પણ પાર્ટીમાં નહીં લઈએ તેવું જણાવ્યું હતું.

સી.આર. પાટીલે નોનવેજની લારીઓ મુદ્દે નિવેદન આપ્યું હતું જેમાં તેમણે કહ્યું કે લારીઓ હટાવવાનો કોઈ મતલમ નથી.. આવી કોઈ જોગવાઈ બંધારણમાં નથી…આ મામલે તંત્રને સૂચનાઓ પણ આપી દેવામાં આવી છે.

વધુમાં ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલે પાટીદાર આંદોલન દરમિયાન થયેલા કેસ પાછા ખેંચવા મુદ્દે પણ સી.આર.પાટીલે નિવેદન આપતા કહ્યું હતું કે, પાટીદાર આંદોલનમાં અગાઉ કેટલાક કેસો રદ કર્યા છે ત્યારે જે કેસ પરત નથી ખેંચાયા તે પણ પરત ખેંચાશે, પાટીલે 78 જેટલા કેસો પરત લેવાની કાર્યવાહી કરી રહી હોવાનું જણાવ્યું હતું અને કહ્યું હતું કે સરકારે જ વાયદો કર્યો તેના પર અડગ છે તેવું ચોક્કસપણે પાલન થશે. પ્રેસ-કોન્ફરન્સમાં પાટીલે જણાવ્યું હતું કે અંબરીશ ડેરને મેં આમંત્રણ આપ્યું નથી. આ ઉપરાંત પાટીલે જણાવ્યું હતુ કે, રાજકોટ ભાજપમાં કોઇ જૂથવાદ નથી. અને વિજય રૂપાણી અમારા સ્ટાર પ્રચારક છે અને રહેશે.

ભારે રાજકીય ચર્ચાઓ વચ્ચે આજે ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર પાટીલ રાજકોટની મુલાકાતે છે. નવા મુખ્યમંત્રીની નિમણૂંક બાદ પહેલીવાર પાટીલ રાજકોટની મુલાકાતે છે, ત્યારે આ મુલાકાતમાં રાજકોટના અમુક દિગ્ગજ નેતાની ગેરહાજરી આંખે ઉડીને વળગતી હતી. આ ગેરહાજરીએ રાજકીય ચર્ચા જગાવી છે. ત્યારે બીજી તરફ રાજકોટના પૂર્વ મુખ્યમંત્રી રૂપાણી સુરત ખાતે કાર્યક્રમમાં હાજરી આપવા નીકળી ગયા છે.

રાજુ ધ્રુવે ફરી દોઢ ડહાપણ ડહોળ્યું

રાજકોટ ભાજપનાં રાજુ ધ્રુવ આજે પોતાના ડહાપણનાં કારણે ક્ષોભજનક સ્થિતિમાં મૂકાયા હતા. વાત જાણે એમ હતી કે, ભાજપનાં ગુજરાત પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલ આજે રાજકોટની મુલાકાતે છે તે વેળાએ સરકીટ હાઉસ ખાતે એક પત્રકાર પરિષદને તેઓ સંબોધવાના હતા તે વેળાએ રાજુભાઈ સી.આર. પાટીલની બાજુમાં બેસી ગયા હતા, જો કે બાદમાં તેમને ત્યાંથી ઉભા કરવામાં આવતા રાજુ ધ્રુવ અત્યંત ક્ષોભજનક સ્થિતિમાં મૂકાઈ ગયા હતા જે તસવીર નં.1 થી 4માં નજરે પડે છે.

પ્રદેશાધ્યક્ષ બન્યા પછી સી. આર. પાટીલ સૌ પ્રથમ વખત રાજકોટ આવ્યા ત્યારે પ્રેસ કોન્ફરન્સમાં વધુ પડતું દોઢ ડહાપણ ડહોળતાં રાજુ ધ્રુવને જાહેરમાં ટપાર્યા હતાં. તેમાંથી જાણે કશો જ બોધપાઠ મેળવ્યો ન હોય તેમ આજે પ્રેસ કોન્ફરન્સ દરમિયાન ફરી રાજુ ધ્રુવએ પોતાની લાયકાત કરતાં વધુ ડહાપણ દેખાડવાનો પ્રયાસ કરતાં તેમણે અપમાનજનક સ્થિતિમાં મૂકાવું પડ્યું હતું. પ્રેસ કોન્ફરન્સમાં માત્ર પાટીલ જ ખુરશી પર બેઠાં હતાં અને રામભાઈ મોકરીયા, ડૉ. ભરત બોઘરા, ધનસુખ ભંડેરી, કમલેશ મિરાણી સહિતનાં આગેવાનો ખડેપગે હતાં ત્યારે રાજુ ધ્રુવ બરાબર પાટીલની બાજુમાં ખુરશી ખડકીને ગોઠવાઈ ગયા હતાં. પાછળ ઉભા અગ્રણીમાંથી કોઈએ તેમને શિષ્ટાચારનું ભાન કરાવીને તેમને ખુરશી પરથી ઉભા કર્યા હતા.

ઇમ્પીરિયલ પેલેસ હોટલમાં ઉદ્યોગપતિઓ સાથે સ્નેહમિલન યોજાયું

શહેરમાંથી રખડતાં ઢોરનો ત્રાસ દૂર કરવા મેયરને પાટીલની સૂચના

નાના ઉદ્યોગોને સૂચિતમાંથી રેગ્યુલાઈઝ કરવા કામગીરી ચાલુ: પાટીલ

ખાસ-ખબર સંવાદદાતા
આજે રાજકોટ ખાતે પત્રકાર પરિષદ યોજ્યા બાદ સી.આર. પાટીલ શહેરના યાજ્ઞીક રોડ પર આવેલી ઇમ્પીરિયલ પેલેસ હોટલ ખાતે પહોંચ્યા હતા. અહીં રાજકોટના અલગ અલગ 44 જેટલા એસોસિએશનના હોદ્દેદારો અને જાણીતા ઉદ્યોગપતિઓને મળી તેમની સાથે ચર્ચા કરતા સી. આર. પાટીલે ચાલુ સ્નેહમિલનમાં રાજકોટના મેયર ડો.પ્રદીપ ડવને સૂચનાઓ આપી હતી. તેઓએ મયેરને ટકોર કરી કહ્યું હતું કે, રસ્તે રઝળતા ઢોર મુદ્દે કામ કરો. રસ્તે રઝળતા ઢોર 100 ટકા દૂર થાય તે મામલે કામ કરો. મંદિરો આસપાસ ભિક્ષુકો પણ ન હોવા જોઇએ. રજકોટમાં એક પણ કૂપોષિત બાળક ન રહે તે માટે કામ કરો. ગુજરાત સરકાર 10થી 15 વીઘા જગ્યા ગૠઘને આપી ઢોર સાચવવા વ્યવસ્થા ગોઢવવા અંગે વિચારણા કરી રહી છે. ઇન્ડસ્ટ્રીના વિકાસનો પ્લાન બનાવવો જોઈએ અને તેમાં અમે તમને મદદ કરીશું. વોટની અમે ચિંતા કરતા જ નથી. જે કામ થતા હશે એ કરી જ દઇશું. નહીં થાય એવા કામમાં ચોખ્ખા શબ્દમાં ના કહીશું.

નવા પ્રોજેક્ટમાં સમયસર ગ્રાન્ટ આપવામાં આવશે

સી.આર. પાટીલએ જણાવ્યું હતું કે, પ્રદુષણને તમે પ્રશ્ર્ન ગણતા નથી પણ પ્રશ્ર્ન હશે તો જરૂર ૠઙઈઇમાં પણ ફેરફાર કરવામાં આવશે. પ્રદૂષણ કેમ ઘટી શકે આ અંગે કામ કરવા ૠઙઈઇને કહેવામાં આવશે. નવી ટેક્નોલોજી સાથે આગળ વધે તો પ્રદૂષણ ઘટાડી શકાય. ઇન્ડસ્ટ્રી એ પ્રશ્ર્ન નહિ એની સાથે સજેશન પણ આપે એવું હું માનું છું. વિજયભાઈએ ખૂબ કામો કર્યા છે, હું ખાતરી આપું છું. વિજયભાઈના કાર્યકાળમાં નક્કી થયેલા પ્રોજેક્ટ સમયસર પૂર્ણ કરવામાં આવશે અને નવા પ્રોજેક્ટમાં સમયસર ગ્રાન્ટ આપવામાં આવશે.

સબસિડી આપી પણ તમારા તરફથી રિસ્પોન્સ ન આવ્યો: પાટીલ

સ્નેહમિલનમાં પાટીલે ઉદ્યોગપતિઓને જણાવ્યું હતું કે, મારી એક મૂંઝવણ છે જેનો તમે લોકો જ ઉકેલ આપી શકો છો. તમે બધા ઉદ્યોગ ક્ષેત્રના મહારથીઓ છો. ઉદ્યોગોના પ્રશ્નો આવતા જ હોય છે. પરંતુ તેનો ઉકેલ થયા પછી નવા પ્રશ્ર્નો આવતા નથી. ઉદ્યોગોને 750 કરોડની સબસીડી 1 મહિનાની અંદર પહોંચી ગઈ છે. આથી તમારા તરફથી કોઈ રિસ્પોન્સ આવ્યો નથી. નાના ઉદ્યોગોને સૂચિતમાંથી રેગ્યુલાઈઝ કરવા કામગીરી ચાલુ છે. સરકાર આ મુદ્દે વિચારણા કરી આગળ ટૂંક સમયમાં કામગીરી હાથ ધરશે. આ અંગે 11 લોકોની કમિટી બનાવવામાં આવી છે. મુખ્યમંત્રી અને સંબંધિત અધિકારીઓ સાથે બેઠક કરી પ્રશ્નો શક્ય હશે તે તત્કાલમાં હલ કરી દઇશું. પ્રથમ વખત મળ્યા ત્યારે મુખ્યમંત્રી વિજય રૂપાણી રાજકોટના જ હતા. હવે તમારા મંત્રી અરવિંદ રૈયાણી રાજકોટના છે. આથી પ્રશ્નોનો ઉકેલ આવશે જ. ઇન્ડસ્ટ્રીને આપવામાં આવતું પાણીનું ભાડું ઘટાડવું જોઈએ તે મામલે મુખ્યમંત્રીને મેં રજુઆત કરી છે.

સ્નેહમિલનમાં ડેપ્યુટી મેયરને ખુરશી ન મળી!

ઈમ્પીરિયલ પેલેસમાં યોજાયેલાં આ સ્નેહ મિલનમાં રાજકોટના ડેપ્યુટી મેયર ડો. દર્શિતા શાહને આઠ મિનીટ સુધી ઉભું રહેવું પડ્યું હતું. કારણ કે, ખુરશી ન મળતા તેઓ ઉભા રહ્યા હતા. બાદમાં ખુરશીની વ્યવસ્થા કરાતા તેઓ બેસી ગયા હતા.

You Might Also Like

રક્ષાબંધન પર્વે રાજકોટની બજારોમાં રાખડીઓની રોનક : રૂ.10થી રૂ.600 સુધીની રાખડીઓની વિશાળ રેન્જ

ધારાસભ્ય રમેશ ટીલારા દ્વારા 29મીએ વિનામૂલ્યે મેગા સર્વ રોગ નિદાન કેમ્પ

લાખાજીરાજ રોડ-ધર્મેન્દ્ર રોડ પર ફરીવાર ફેરિયાઓનો ત્રાસ

રામનાથ મંદિરે ભાવિકોને અગવડ ન પડે તે માટે 1000 ફૂટની ગ્રીલ ફીટ કરાઇ

રાજકોટ જિલ્લા પંચાયતની કારોબારી સમિતિએ રૂ.39.63 કરોડના ખર્ચે 43 કામને મંજૂરી આપી

Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article ઈશ્ર્વર પાસે મદદનો હાથ લંબાવ્યા પહેલાં તેની સમજણપૂર્વક ભક્તિ જરૂરી
Next Article મોદીની માફી નહીં, માસ્ટરસ્ટ્રોક!

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાજકોટ

રક્ષાબંધન પર્વે રાજકોટની બજારોમાં રાખડીઓની રોનક : રૂ.10થી રૂ.600 સુધીની રાખડીઓની વિશાળ રેન્જ

Khaskhabar Editor Khaskhabar Editor 48 seconds ago
ઈતિહાસમાં પ્રથમવાર અમેરિકામાં 2 લાખ વિદેશીના વિઝા રદ્દ થશે
ઈટાલીમાં વાવાઝોડાના લીધે તબાહી, એરપોર્ટની છત ઊડી
સુરતની ફિશ માર્કેટને ‘નરેન્દ્ર મોદી’નું નામ અપાતાં વિવાદ
ધારાસભ્ય રમેશ ટીલારા દ્વારા 29મીએ વિનામૂલ્યે મેગા સર્વ રોગ નિદાન કેમ્પ
લાખાજીરાજ રોડ-ધર્મેન્દ્ર રોડ પર ફરીવાર ફેરિયાઓનો ત્રાસ
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાજકોટ

રક્ષાબંધન પર્વે રાજકોટની બજારોમાં રાખડીઓની રોનક : રૂ.10થી રૂ.600 સુધીની રાખડીઓની વિશાળ રેન્જ

Khaskhabar Editor Khaskhabar Editor 48 seconds ago
રાજકોટ

ધારાસભ્ય રમેશ ટીલારા દ્વારા 29મીએ વિનામૂલ્યે મેગા સર્વ રોગ નિદાન કેમ્પ

Khaskhabar Editor Khaskhabar Editor 22 hours ago
રાજકોટ

લાખાજીરાજ રોડ-ધર્મેન્દ્ર રોડ પર ફરીવાર ફેરિયાઓનો ત્રાસ

Khaskhabar Editor Khaskhabar Editor 23 hours ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?