અઠવાડીયામાં 4 દિવસ શાળા ચાલુ રાખવાનું આયોજન
દફતર-પાટી તૈયાર કરો !
ખાસ-ખબર સંવાદદાતા
ગુજરાતમાં દિવાળી વેકેશન ખૂલવાને હજુ 9 દિવસની વાર છે ત્યારે, શાળાઓ ખુલવા અંગે વાલીઓ -વિદ્યાર્થીઓ સાથે સરકાર પણ થોડી અસમંજસમાં છે. ધોરણ 1થી 5ની શાળાઓ શરૂ કરવા મુદ્દે રાજ્યના આરોગ્ય વિભાગના અધિક મુખ્યસચિવ, મનોજ અગ્રવાલે એક મહત્વનું નિવેદન આપતા કહ્યું છે કે, શિક્ષણ વિભાગ સાથે આરોગ્ય વિભાગના સંકલન બાદ જ શાળાઓ ખુલવા અંગે નિર્ણય લેવાશે.
કોરોનાની ગાઈડલાઈન પ્રમાણે લાંબા સમય બાદ પ્રાથમિક શિક્ષણ શરૂ થશે તેવા એંધાણ છે. જેમાં ડિસેમ્બરની શરૂઆતમાં આ વર્ગો ખુલશે તેવી માહિતી મળી રહી છે. અઠવાડીયામાં 4 દિવસ શાળા ચાલુ રાખવાનું આયોજન તો વિદ્યાર્થીઓ માટે ઓનલાઈન શિક્ષણનો પણ વિકલ્પ રાખવામાં આવશે તેવી ચર્ચા છે. પ્રાથમિક શાળાના સમયગાળામાં પણ ઘટાડો થશે તો વાર્ષિક શિક્ષણ દિવસો વધારવા પર પણ શિક્ષણ વિભાગ નિર્ણય લઈ શકે છે.
- Advertisement -



