રાજકોટ – સરકાર દ્વારા પશુપાલકો તેમજ દરિયાઈ ખેતી કરતા માછીમારોને વિવિધ લાભો મળી રહે તે માટે કિશાન ક્રેડિટ કાર્ડ ઈશ્યુ કરવામાં આવે છે. આ કાર્ડ ઈશ્યુ કરવા માટે ખાસ કેમ્પના આયોજન અર્થે ગત રોજ તા. ૧૦ નવેમ્બરના જિલ્લા કક્ષાની કોર કમિટીની બેઠક લીડ બેન્ક, રાજકોટ ખાતે યોજાઈ હતી.



