રાજકોટ શહેર કોંગ્રેસ પ્રમુખ ડો. રાજદીપસિંહ જાડેજાની આગેવાનીમાં હોદ્દેદારો, આગેવાનો અને કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં અમદાવાદ પહોંચ્યા
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા અમદાવાદ ખાતે આયોજિત ‘સંવિધાન રક્ષા માર્ચ’માં જોડાવા માટે રાજકોટ શહેર કોંગ્રેસની ટીમ આજે રાજકોટથી અમદાવાદ જવા રવાના થઈ હતી. રાજકોટ શહેર કોંગ્રેસ પ્રમુખ ડો. રાજદીપસિંહ જાડેજાની આગેવાની હેઠળ શહેર કોંગ્રેસના હોદ્દેદારો, આગેવાનો અને કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં આ માર્ચમાં સહભાગી થવા રવાના થયા હતા. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા આયોજિત આ રાજ્યસ્તરીય કાર્યક્રમમાં સમગ્ર ગુજરાતના વિવિધ શહેરો અને જિલ્લાઓમાંથી કોંગ્રેસના શહેર-જિલ્લા પ્રમુખો, હોદ્દેદારો, આગેવાનો અને કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી સંવિધાન અને લોકશાહીના રક્ષણ માટે એકજૂથતાનો સંદેશ આપશે. આ માર્ચનો મુખ્ય ઉદ્દેશ દેશના સંવિધાનિક મૂલ્યો, લોકશાહી પરંપરાઓ, નાગરિકોના મૂળભૂત અધિકારો અને સામાજિક ન્યાયના સિદ્ધાંતો પ્રત્યે જનજાગૃતિ લાવવાનો છે. ભારતનું સંવિધાન દરેક નાગરિકને સમાનતા, ન્યાય, સ્વતંત્રતા અને બંધુત્વની ખાતરી આપે છે. સંવિધાનની આ ભાવના જળવાઈ રહે અને લોકશાહી વ્યવસ્થા વધુ મજબૂત બને તે માટે જનભાગીદારી અત્યંત આવશ્યક છે.
- Advertisement -
આજની ‘સંવિધાન રક્ષા માર્ચ’ માત્ર એક કાર્યક્રમ નહીં, પરંતુ દેશના લોકતાંત્રિક મૂલ્યો અને બંધારણીય અધિકારો પ્રત્યેની સામૂહિક પ્રતિબદ્ધતા વ્યક્ત કરવાનું માધ્યમ બનશે. રાજ્યભરમાંથી કોંગ્રેસના સંગઠનના આગેવાનો અને કાર્યકર્તાઓની ભાગીદારી આ અભિયાનને વ્યાપક સ્વરૂપ આપશે. આ પ્રસંગે રાજકોટ શહેર કોંગ્રેસ પ્રમુખ ડો. રાજદીપસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, “ભારતનું સંવિધાન દેશના દરેક નાગરિકના અધિકારો, સન્માન અને સમાનતાનો આધાર છે. સંવિધાનની રક્ષા એટલે દેશના દરેક નાગરિકના અધિકારોની રક્ષા. લોકશાહીની સાચી તાકાત જનતાના અધિકારો અને બંધારણીય વ્યવસ્થામાં રહેલી છે. આ મૂલ્યોની જાળવણી માટે જાગૃત નાગરિક તરીકે આપણી સૌની જવાબદારી છે. રાજકોટ શહેર કોંગ્રેસની ટીમ આ જ સંકલ્પ સાથે અમદાવાદ ખાતે યોજાનારી સંવિધાન રક્ષા માર્ચમાં જોડાઈ રહી છે.”
રાજકોટ શહેર કોંગ્રેસના પ્રમુખ ડો. રાજદીપસિંહ જાડેજાની આગેવાનીમાં શહેર સંગઠનના હોદ્દેદારો અને કાર્યકર્તાઓની આ સહભાગિતા સાથે રાજકોટ શહેર કોંગ્રેસ પણ રાજ્યસ્તરીય ‘સંવિધાન રક્ષા માર્ચ’માં પોતાની ઉપસ્થિતિ નોંધાવશે. સંવિધાનની ગરિમા જળવાય, લોકશાહી મજબૂત બને અને નાગરિકોના અધિકારો સુરક્ષિત રહે – એ જ સંવિધાન રક્ષા માર્ચનો સંકલ્પ છે.અને આ સંકલ્પ ને સિદ્ધ કરવા રાજકોટ થી ડો. રાજદીપસિંહ જાડેજાની આગેવાની હેઠળ, સંજયભાઈ અજુડિયા, રવિ જીતીયા, મુકુંદભાઈ ટાંક, હાજીભાઇ ઓડિયા અર્જુનભાઈ ચૌહાણ, ઇબ્રાહીમભાઇ સોરા, મેહુલ મકવાણા જગદીશસિંહ જાડેજા રાજુભાઈ ચાવડા યુનુસ ભાઈ જુણેજા, ભાવેશભાઈ વાઘેલા સુરેશભાઈ ગેરૈયા, રાજુભાઈ બાબીયા ગીરીશભાઈ પટેલ અજીતભાઈ વાંક, સલીમભાઈ કારિયાણી સિકંદરભાઈ ડાકોરા નરેશભાઈ પરમાર સહિત આગેવાનો અને કાર્યકર્તાઓ હોદ્દેદારો રાજકોટ થી રવાના થયા હતા.



