દેશભરમાં ઉજવાઈ રહેલા ‘સતર્કતા સપ્તાહ-૨૦૨૬’ અંતર્ગત આજે પ્રાદેશિક માહિતી કચેરી, રાજકોટ ખાતે અધિકારીઓ અને કર્મચારીઓ દ્વારા દેશમાં પ્રામાણિકતા, સત્યનિષ્ઠા અને ભ્રષ્ટાચાર મુક્ત વહીવટની સંકલ્પબદ્ધતા સાથે ભ્રષ્ટાચાર વિરોધી શપથ ગ્રહણ કરવામાં આવ્યા હતા.આજે સવારે કચેરીના તમામ સ્ટાફે ભ્રષ્ટાચાર નિર્મૂલન માટે સતત સક્રિય રહેવાની અને જનહિતમાં કાર્ય કરવાની પ્રતિજ્ઞા લીધી હતી. જેમાં નાયબ માહિતી નિયામક પ્રશાંત ત્રિવેદી, સહાયક માહિતી નિયામક સર્વે રાધિકા વ્યાસ, પ્રિયંકા પરમાર, સંદિપકુમાર કાનાણી ઉપરાંત અન્ય કર્મચારીઓ જોડાયા હતા. સતર્કતા સપ્તાહની ઉજવણી મુખ્ય ઉદ્દેશ્ય સરકારી કામકાજમાં પારદર્શિતા વધારવા અને જનજાગૃતિ ફેલાવવાનો છે, જેથી સેવારત કર્મચારીઓ નાગરિકોને વધુ ઉત્તમ, ન્યાયી અને ભ્રષ્ટાચારમુક્ત સેવાઓ પૂરી પાડી શકે.
રાજકોટ માહિતી કચેરી ખાતે ‘સત્યનિષ્ઠા અને પારદર્શિતા’ના શપથ લેવાયા

You Might Also Like
Follow US
Find US on Social Medias



