LCBની ટીમનો બાતમી આધારે દરોડો : જામનગરનો શખસ આપી ગયાની કબૂલાત
શહેરમાં પ્રતિબંધિત ફટાકડાનું વેચાણ અટકાવવા પોલીસ દ્વારા ઝુંબેશ શરુ કરવામાં આવી છે જે અંતર્ગત કાલાવાડ રોડ પર શિવમ હાઉસીંગ સોસાયટીના મકાનમાં એલસીબી ઝોન-૨ની ટીમે દરોડો પાડી વેપારીને પ્રતિબંધિત
ઉંદરડી ફટાકડા સાથે ઝડપી લઈ તેની ધરપકડ કરી તેની પાસેથી નવ હજારની મતા કબજે કરી પુછતાછ કરતા તેને આ પ્રતિબંધિત ફટાકડા જામનગરનો શખસ વેચાણ માટે આપી ગયાની કબુલાત આપતા પોલીસે વધુ
કાર્યવાહી કરી છે. રાજકોટમાં પોલીસ કમિશનરના ફટાકડા અંતર્ગતના જાહેરનામાની કડક અમલવારી કરાવવાની સૂચના અન્વયે એલસીબી ઝોન 2ના એએસઆઈ જયંતીભાઈ ગોહિલ, હરપાલસિંહ જાડેજા, રાજેશભાઈ મિયાત્રા, શક્તિસિંહ ગોહિલ, હેમેન્દ્રભાઈ વાધીયા, સત્યજિતસિંહ જાડેજા, સહદેવસિંહ જાડેજા, કુલદીપસિંહ રાણા, શિવભદ્રસિંહ ગોહિલ અને મૈસુરભાઈ કુંભારવાડિયા સહિતના સ્ટાફે બાતમી આધારે જાગનાથ પ્લોટમાં ફટાકડાનો વેપાર કરતા અને યુનિવર્સિટી રોડ પર રહેતા મયુર જગદીશભાઈ નેનસોનેયાના કાલાવાડ રોડ પર શિવમ હાઉસીંગ મકાનમાં પ્રતિબંધિત ફટાકડાનો જથ્થો છુપાવી વેચાણ કરતો હોવાની માહિતીને આધારે દરોડો પાડતા મકાનમાંથી 9600ની કિંમતના પ્રતિબંધિત (ઉંદરડી)ના 96 બોકસ મળી આવતા પોલીસે વેપારી મયુર સામે તાલુકા પોલીસમાં ગુનો રજીસ્ટર કરાવતા પોલીસે ધરપકડ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.




