ઉનાની બેલડીને દબોચી રોકડ, વાહન, મોબાઈલ મળી રૂ.3.90 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો
રાજકોટ-ગોંડલ હાઇવે પર કોરાટ ચોક નજીક આવેલ ખોડિયાર હોટેલના પાર્કિંગમાંથી હોન્ડા સીટી કારનો કાચ તોડી તસ્કરો રૂ. 3.20 લાખની રોકડ ભરેલી સૂટકેસ ઉઠાવી જતા શાપર વેરાવળ પોલીસે ગુનો નોંધી સીસીટીવી
ફૂટેજના આધારે તપાસ આદરી ઉનાની બેલડીને 3.20 લાખની રોકડ સહીત કુલ રૂ. 3.90 લાખના મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતા. તસ્કરો અગાઉ વેપારીની સુપરમાર્કેટમાં જ નોકરી કરતા હોવાનું સામે આવ્યું હતું.
- Advertisement -
રાજકોટમાં ન્યુ પપૈયાવાડીમાં રહેતા અને વેરાવળમાં વિશાલ કોમ્પ્લેક્સમાં શ્રી ઉમિયાજી સુપર માર્કેટ નામની દુકાન ધરાવતા અરવિંદભાઈ મોહનભાઈ વસાણી બુધવારે મોડી સાંજે દુકાન બંધ કરી વેપારના રૂપિયા 3.20 લાખ
સૂટકેશમાં રાખી પોતાની હોંડા સીટી કારમાં ઘરે જવા માટે રવાના થયા હતા. દરમિયાન રસ્તામાં તેઓ કોરાટ ચોક નજીક આવેલી ખોડિયાર હોટેલ ખાતે કાર પાર્ક કરી જમવા ગયા હતા. જમીને 20 મિનિટમાં પરત આવતા કારના
ડ્રાયવર સાઈડનો કાચ તૂટેલો હતો અને રોકડ ભરેલી સૂટકેશ ગાયબ હતી. જેથી તેમણે સમગ્ર મામલે શાપર પોલીસ મથકે ફરીયાદ નોંધાવી હતી.
સમગ્ર ઘટનાને પીઆઈ આર બી રાણાના નેતૃત્વ હેઠળ શાપર પોલીસની ટીમે સીસીટીવી આધારે તપાસ હાથ ધરી હતી. દરમિયાન પોલીસે ઉના પંથકના બ્રિજેશ અરજણભાઈ ચારણીયા અને મેહુલ સુરાભાઈ ચારણીયાની
ધરપકડ કરી આરોપીઓ પાસેથી 3.20 લાખ રોકડા, એકટીવા, બે મોબાઈલ સહીત 3.90 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો પ્રાથમિક પૂછતાછમાં બંને આરોપીઓ અગાઉ ફરિયાદી અરવિંદભાઈની ઉમિયાજી સુપર માર્કેટમાં નોકરી
કરતા હતા. જેથી ખબર હતી કે દર બુધવારે વકરો વધારે હોય છે. એટલું જ નહીં અરવિંદભાઈ કોરાટ ચોક પાસેની રેસ્ટોરન્ટમાં દર બુધવારે જમ્યા પછી જ ઘરે જાય છે તેવું પણ આરોપીઓ જાણતા હતા. જેના આધારે
આરોપીઓએ કોરાટ ચોક પાસેની રેસ્ટોરન્ટ પાસે પાર્ક કરેલી વેપારીની કારના કાચ ફોડી રકમ ચોરી લીધી હતી બ્રિજેશ સામે અગાઉ ઉના અને નવા બંદર પોલીસ મથકમાં ચોરીના ગુના દાખલ થઇ ચુક્યા છે.




