ન્યૂડ ફોટાથી બ્લેકમેઇલ કરી 6 લાખ રોકડા અને દાગીના પડાવી લીધાનો આક્ષેપ
રાજકોટમાં રહેતા 26 વર્ષીય શ્રમિક યુવક યુવરાજ થાપા નામના નેપાળી યુવકને શ્રદ્ધા રાજપૂત સાથે પ્રેમસંબંધ હોય તે પછી યુવતીએ બ્લેકમેલિંગ કરી તેનું આર્થિક શોષણ કરતા ભાંગી પડેલા યુવાને ઝેરી દવા પી લેતા સારવાર
દરમિયાન તેનું મોત નીપજ્યું છે શ્રદ્ધા અને તેના સાથીદાર એવા સ્પા સંચાલક મેહુલ સહિતના દ્વારા નેપાળી યુવાનને બ્લેકમેલ કરી તેની પાસેથી 6 લાખની રોકડ અને સોનાના દાગીના પડાવી લીધા હતાં. ન્યૂડ ફોટા બતાવી
બ્લેકમેલ કરતા કંટાળીને શ્રમિક યુવાને આજી ડેમ પહોંચી ઝેરી દવા પી લીધી હતી. આજે સારવાર દરમિયાન તેનું મૃત્યુ થતા પરિવારજનો અને સમાજમાં રોષ ભભૂકી ઉઠ્યો છે આજી ડેમ પોલીસે જરૂરી કાર્યવાહી કરી સત્ય
જાણવા અને ગુનો નોંધવા તજવીજ હાથ ધરી છે.
- Advertisement -
નેપાળી સમાજના પ્રમુખ સંજય કારકીએ જણાવ્યું કે, ગત 20 તારીખે એટલે કે દશેરાના દિવસે અમારા નેપાળી સમાજના બજરંગવાડીમાં પાવન કોમ્પ્લેક્ષમાં રહેતા 26 વર્ષીય યુવાન યુવરાજ કેતનભાઈ થાપાએ કોઈ કારણોસર
આજી ડેમમાં જઈ ઝેરી દવા પી લીધી હતી. તેને 108 એમ્બ્યુલન્સ દ્વારા સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો જેનું આજે સારવાર દરમિયાન મૃત્યુ થયું છે.તેમણે વધુમાં કહ્યું કે, શ્રદ્ધા રાજપૂત અને મેહુલ જેઠવા બંને
યુવરાજને ન્યૂડ ફોટો બતાવી બ્લેકમેલ કરતા હતા આ ઉપરાંત 5થી 6 લાખ રોકડ અને સોનાના દાગીના એ લોકોએ પડાવી લીધા હતા. મેહુલ જેઠવા પ્રેસમાં હોવાનું કહી ધમકાવતો હતો અને શ્રદ્ધા યુવરાજ સાથે રિલેશનમાં હતી
અને રિલેશનમાંથી છૂટ્યા પછી એને અવારનવાર બ્લેકમેલ કરીને પૈસા પડાવતા હતા અને જેના ત્રાસથી આ યુવાન મરવા મજબૂર બન્યો હતો.અમારી માગ છે કે આરોપીને કડકમાં કડક સજા થાય અને પરિવારજનોને ન્યાય
મળે. કારણ કે યુવરાજ તેના પરિવારનો એકનો એક દીકરો હતો. ઘરનો આશરો છીનવાઈ જતાં પરિવાર સંકટમાં મુકાઈ ગયો છે. આ બનાવની જાણ થતા સમસ્ત નેપાળી પરિવાર દુઃખની લાગણી અનુભવી રહ્યો છે.યુવરાજ
થાપાને ઇન્સ્ટાગ્રામ પર શ્રદ્ધા રાજપૂત સાથે પ્રેમસંબંધ બંધાયો હતો આજી ડેમ પોલીસ મથકના પીએસઆઇ જાડેજાએ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી પરિવારના આક્ષેપો અંગે તપાસ કર્યા બાદ સત્ય જણાશે તો યુવકને
મરવા મજબુર કરવા અંગે ગુનો નોંધાશે.




