By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    ઈરાને ઇન્ટરનેટ કેબલ કાપી નાખવાની આપી ચેતવણી
    36 minutes ago
    લૉરેન્સ બિશ્નોઈના કટ્ટર દુશ્મન નીરજ ફરીદપુરિયા અને હિમાંશુ ભાઉની ધરપકડ
    1 hour ago
    યુરોપમાં હથિયાર નિકાસમાં ભારતની ઐતિહાસિક છલાંગ
    1 day ago
    ભારત સહિત સમગ્ર વિશ્વ પર સાયબર હુમલાનો ખતરો
    2 days ago
    હોર્મુઝમાં જહાજ પર હુમલો : ઓઈલ ટેન્કરમાં આગ લાગી
    2 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    રામલીલા મેદાનની મહારેલી સ્થગિત કરોઃ દિલ્હીના વેપારીઓનો રાહુલને પત્ર
    56 minutes ago
    PFમાં મર્યાદા વધારી પણ સરકારનો હિસ્સો રૂ.15 હજાર પૂરતો જ સીમિત રહેશે
    1 hour ago
    બંગાળની ખાડીમાં સર્જાયું લૉ પ્રેશર, 26 ઓકટોબરે ત્રાટકશે વાવાઝોડું!
    24 hours ago
    સ્પામ કોલથી મોબાઈલ યુઝર્સ ત્રાહિમામઃ દેશમાં 97% લોકોને રોજ વણમાગ્યા ફોન આવે છે
    1 day ago
    સોશિયલ મીડિયા સ્ટાર બન્યો મૂલચંદજી પથ્થર
    2 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    મુંબઈ ઇન્ડિયન્સે કિરોન પોલાર્ડને હેડ કોચ બનાવ્યા
    1 hour ago
    ખેલાડીઓ પાછળ 700 કરોડ ખર્ચ્યા છતાં એશિયન ગેમ્સમાં મેડલ ઘટ્યા
    2 weeks ago
    પ્રથમ T20માં ભારતનો વેસ્ટ ઈન્ડિઝ સામે 8 વિકેટે વિજયઃ શ્રેયસ ઐયરની તોફાની સદી
    2 weeks ago
    ભારતીય મહિલા ક્રિકેટર હરમનપ્રીત કૌરે તમામ ફોર્મેટમાંથી કેપ્ટનશીપ છોડી
    3 weeks ago
    પાકિસ્તાનને ધૂળ ચટાડી ભારતે જીત્યો ગોલ્ડ મેડલ
    3 weeks ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    સલમાન ટ્રોલર્સ પર ભડક્યો : બોડી-શેમિંગ અને એજ-શેમિંગ સામે ઉઠાવ્યા સવાલ
    1 month ago
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    4 months ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    4 months ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    4 months ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    4 months ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    4 months ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    4 months ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    4 months ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    5 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    11 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજ્યમાં પ્રથમ રાજકોટ પોલીસ કાનૂની કાર્યવાહી માટે CBI જેવું મોડેલ અપનાવશે
    3 months ago
    હરખપદુડાં મૂરતિયાઓ શિક્ષણ સમિતિની મુલાકાતે પણ જઇ આવ્યા !
    3 months ago
    વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ
    3 months ago
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    3 months ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    3 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: દિવાળી : એકલતા અને અહંકારને આહુતિ આપવાનો અવસર
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > Author > Bhavy Raval > દિવાળી : એકલતા અને અહંકારને આહુતિ આપવાનો અવસર
AuthorBhavy Raval

દિવાળી : એકલતા અને અહંકારને આહુતિ આપવાનો અવસર

Khaskhabar Editor
Last updated: 2026/10/24 at 1:01 PM
Khaskhabar Editor 2 hours ago
Share
6 Min Read
SHARE

જો દિવાળીએ ઘરની સાથોસાથ મનની સફાઈ થાય તો જ નૂતન વર્ષ ઉજવાય!

માટીનાં કોડિયાં તો દેવ દિવાળી વીતતાં જ ઓલવાઈ જશે, ઝળહળતી રોશનીઓ બુઝાઈ જશે, પણ…

- Advertisement -

ભવ્ય રાવલ : લેખક-પત્રકાર

​’તમસો મા જ્યોતિર્ગમય’ આપણે સદીઓથી આ મંત્રને ઉચ્ચારતા આવ્યા છીએ. ‘દિવાળી એટલે અંધકાર પર અજવાળાનો વિજય’ એ આપણે બાળપણથી નિબંધોમાં લખતા આવ્યા છીએ. દિવાળી પ્રકાશનું પર્વ છે. અંધકારને
ઓગાળવા ઠેરઠેર ઉજાસ કરવામાં આવે છે. દિવાળી આવે એટલે ચોતરફ રોશની ઝળહળી ઉઠે પણ એ આંખને આંજી દેતા અજવાળા વચ્ચે ક્યાંક અંતરના કોઈ ખૂણે અંધકાર છુપાયેલો હોય છે. એ અંધકાર છે, એકલતાનો… એ
અંધકાર છે, અહંકારનો…

આસો વદ અમાસની રાત હોય, આખું શહેર ફટાકડાંના અવાજથી ગાજતું હોય, રંગોળીઓમાં રંગો ખીલ્યા હોય, ત્યારે કોઈ પોશ સોસાયટીના ત્રણ માળના બંગલાની બાલ્કનીમાં બે ચશ્માધારી ભીની આંખો રસ્તાના ખાલીપાને માપી
રહી હોય છે. એ ઘર… જે ક્યારેક ધમાચકડી અને ખડખડાટ હાસ્યથી જીવંત તીર્થ જેવું ધબકતું હતું, એ ઘર… આજે કાયમી સ્મશાનવત્ મૌન ઓઢીને બેઠું છે. દીકરો કે દીકરી કદાચ ન્યૂજર્સી, લંડન કે ટોરોન્ટોમાં સ્થાયી છે.
‘ડેડ-મોમ, અહીં વર્ક પરમિટ અને રજાઓનો પ્રોબ્લેમ છે, આ વખતે નહીં પોસીબલ થાય…’

- Advertisement -

મોબાઈલની છ ઈંચની સ્ક્રીન સામે ગોઠવાઈને મા-બાપ તેમના સંતાનો સામે બનાવટી હાસ્ય કરે છે. પૌત્ર-પૌત્રીઓ અંગ્રેજી લહેકામાં ‘હેપ્પી દિવાલી દાદા-દાદી’ કહીને રમવા દોડી જાય છે. સ્ક્રીન પર દેખાતી એ રંગીન દુનિયા
પાછળ બેઠેલા મા-બાપના હાથ કાંપતા હોય છે. વીડિયો કોલ પૂરો થતા જ આલીશાન ઓરડામાં જે સન્નાટો છવાય છે, એ બંગલાની બહાર ફૂંટી રહેલા બોમ્બના ધડાકા કરતાં વધુ ઘાતક હોય છે. મા-બાપ એકલતાનો શિકાર બની
ગયા તો દીકરા-દીકરીઓ અહંકારના સકંજામાં આવી ગયા.

દિવાળી આવે એટલે બધા જ સફાઈ અભિયાનમાં જોતરાઈ જાય. પંખા પરની ધૂળ સાફ થાય, અભરાઈઓનાં જૂનાં છાપાં બદલાય, ખૂણેખાંચરેથી કચરો બહાર ફેંકાય. કબાટમાંથી વર્ષો જૂનાં વાસણો કાઢીને માંજી-ધોઈને ચમકાવી
દેવાય. જોકે આ ઘરની સફાઈ પાછળ દોડતા માણસે ક્યારેય પોતાના મનની પેટી ખોલીને તેને સાફ કરવાની હિંમત કરી નથી. ત્યાં તો જૂઓ… કેટલો કચરો પડ્યો છે! મિલકત, માનપાન કે ક્ષુલ્લક વાતોમાં અટવાયેલી વેરની
ગાંઠો લોહીના સંબંધો કરતાં પણ વધુ મજબૂત બનીને બેઠી છે, ખરું છે કે નહીં? જરા વિચારજો.

ત્રણ વર્ષ પહેલાં પપ્પાજીએ કહેલો એક કડવો શબ્દ હજુ અકબંધ સાચવી રાખ્યો છે, એટલે હવે સાસુ-સસરાના ઘરે જવાનું ગમતું નથી. મમ્મીજીએ ઘરેણાંથી લઈ જમીનની વહેંચણીમાં કરેલી કથિત અન્યાયની વાતો હજુ તાજી છે.
પાડોશીએ મોં મચકોડ્યું હતું એ વેર હજુ એમનુંએમ છે. શાળો તો સાલો છે અને મામો તો કંસને સારો કહેડાવે એવો છે. મિત્રોએ મેણાટોણા મારવામાં પણ ક્યાં કશું બાકી રાખ્યું છે? આપણા કોણ અને કેટલા તેની તો શું વાત કરવી,
હવે પોતાના પડછાયા પર પણ યકીન કરવો મુશ્કેલ છે. ઘરની દીવાલો તો રંગરોગાનથી ચમકી ગઈ છે પણ દિલની દીવાલો પર અભિમાન, ઈર્ષ્યા અને કડવાશનાં એવાં જાળાં બાઝી ગયા છે કે ત્યાં પ્રેમ, વિશ્વાસ અને
પોતાનાપણાનો શ્વાસ રુંધાઈ ગયો છે.

ચોપડા પૂજન વખતે વેપારી કંકુ-ચોખાથી ‘શ્રી સવા’ લખીને જૂના નાણાકીય હિસાબો સરભર કરી લે છે પણ આ આયખાના ચોપડાનું શું? પરમાત્માએ આપેલા સંબંધોના સરનામે આપણે ક્યારે નવો હિસાબ શરૂ કરીશું? શું આ નવું
વર્ષ માત્ર કેલેન્ડર બદલવાનો તહેવાર છે કે પછી અંતરમાં સંઘરી રાખેલા કડવા હિસાબોને ‘ચૂકતે’ કરવાનો અવસર? સાચું નૂતન વર્ષ તો ત્યારે જ બને જ્યારે આપણે કોઈને સોરી કહી શકીએ, અને કોઈની ભૂલને હસીને માફ કરી
શકીએ. ફરગેટ ઑલ, લેટ્સ સ્ટાર્ટ અ ન્યૂ જર્ની…

આ વખતે એક નાનકડો પ્રયોગ કરવા જેવો છે. કચરાપેટીમાં ઘરની તૂટેલી ચીજો સાથે મનમાં સંઘરેલો કચરો પણ પધરાવી દો. જેની સાથે મહિના કે વર્ષોથી અબોલા છે, એને કોઈ પણ જાતની પૂર્વશરત વગર ફોન જોડી દો.
કહો, ‘જે થયું તે, ભૂલી જાઓ અને આગળ વધો… સાલમુબારક!’ સામેવાળો શું પ્રતિક્રિયા આપશે એની ચિંતા છોડો, તમે તમારો ચોપડો ચોખ્ખો કરી લો. સંબંધોમાં જીતવાનું નથી હોતું, સંબંધોને જીવવાના હોય છે. કોઈ પોતાનાને
હરાવીને મેળવેલી જીત પણ હકીકતમાં સૌથી મોટી હાર જ હોય છે.

અને કદાચ જો તમે વતનથી, તમારાં ઘરડાં મા-બાપથી દૂર હો તો આ વખતે વીડિયો કોલની ઔપચારિકતા પતાવીને અટકી ન જતાં. તમે પૃથ્વીના ગમે તે છેડે હો, એમને એટલો અહેસાસ જરૂર કરાવજો કે, આભ આંબતી તમારી
સફળતાની શાખાઓ જે જમીન પર ટકેલી છે તે જમીન માતા-પિતાનાં ચરણો છે. બની શકે તો આ નહીં તો આવનારી રજાઓમાં સીધા એમની સામે ઊભા રહી જજો. કારણ કે મા-બાપ માટે દુનિયાની કોઈ ગિફ્ટ કે રેમિટન્સ
એમના સંતાનના એક ઉષ્માભર્યા આલિંગનની બરાબરી કરી શકતાં નથી.

​માટીનાં કોડિયાં તો દેવ દિવાળી વીતતાં જ ઓલવાઈ જશે, ઝળહળતી રોશનીઓ બુઝાઈ જશે, પણ જો આ દિવાળીએ આપણે કોઈ વિખૂટા પડેલા હૃદયને કરુણા-ક્ષમાથી જોડી શકીએ, કોઈ એકલવાયાના અંતરમાં સ્નેહ-વ્હાલનું
અજવાળું ભરી શકીએ અને પોતાના અહંકાર સાથે પોતાનાઓની એકલતાની આહુતિ આપી શકીએ તો જ સમજવું કે આપણી અંદર સાક્ષાત્ પરમાત્માનો દીપ પ્રગટ્યો છે અને ખરા અર્થમાં અંધકાર પર પ્રકાશનો વિજય થયો છે.

You Might Also Like

સપ્લાયર હલકી ગુણવત્તાવાળો માલપધરાવે ત્યારે “સેલ ઓફ ગૂડ્ઝ એક્ટ” હેઠળ વેપારીને કાનૂની સુરક્ષા

દુનિયાભરમાં હોમિયોપેથી આયુર્વેદ પ્રાકૃતિક ચિકિત્સા દ્વિતીય કક્ષાની વૈકલ્પિક ચિકિત્સા કેવી રીતે બની ગઈ

શું પેરિસ બહુ ઝડપથી મુસ્લિમ શહેર બની જશે?

કંપનીઓની માતા : ઇસ્ટ ઇન્ડીયા કંપની

લાગણી અને પ્રેમની મીઠાશ

Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article બંગાળની ખાડીમાં સર્જાયું લૉ પ્રેશર, 26 ઓકટોબરે ત્રાટકશે વાવાઝોડું!
Next Article ‘મલાઈ’એ નકામા વહી જતા નાળિયેરના પાણીમાંથી બનાવ્યું ‘શાકાહારી ચામડું’

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
Author

સપ્લાયર હલકી ગુણવત્તાવાળો માલપધરાવે ત્યારે “સેલ ઓફ ગૂડ્ઝ એક્ટ” હેઠળ વેપારીને કાનૂની સુરક્ષા

Khaskhabar Editor Khaskhabar Editor 10 minutes ago
દુનિયાભરમાં હોમિયોપેથી આયુર્વેદ પ્રાકૃતિક ચિકિત્સા દ્વિતીય કક્ષાની વૈકલ્પિક ચિકિત્સા કેવી રીતે બની ગઈ
ઈરાને ઇન્ટરનેટ કેબલ કાપી નાખવાની આપી ચેતવણી
રાજકોટ એઈમ્સ પાસે રૂ. ૬.૭૫ કરોડના ખર્ચે અત્યાધુનિક એસ.ટી. બસ સ્ટેશન બનશે
શું પેરિસ બહુ ઝડપથી મુસ્લિમ શહેર બની જશે?
કંપનીઓની માતા : ઇસ્ટ ઇન્ડીયા કંપની
Previous Next
- Advertisement -
Ad imageAd image

About Us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

You Might Also Like

Author

સપ્લાયર હલકી ગુણવત્તાવાળો માલપધરાવે ત્યારે “સેલ ઓફ ગૂડ્ઝ એક્ટ” હેઠળ વેપારીને કાનૂની સુરક્ષા

Khaskhabar Editor Khaskhabar Editor 10 minutes ago
Authorમનીષ આચાર્ય

દુનિયાભરમાં હોમિયોપેથી આયુર્વેદ પ્રાકૃતિક ચિકિત્સા દ્વિતીય કક્ષાની વૈકલ્પિક ચિકિત્સા કેવી રીતે બની ગઈ

Khaskhabar Editor Khaskhabar Editor 28 minutes ago
Author

શું પેરિસ બહુ ઝડપથી મુસ્લિમ શહેર બની જશે?

Khaskhabar Editor Khaskhabar Editor 40 minutes ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?