પડધરી, શાપર, મેટોડા, ગોંડલ, જસદણ, જેતપુર, જામકંડોરણા અને પાટણવાવમાં દરોડા
રાજકોટ જિલ્લામાં લોકોના આરોગ્ય સાથે ચેડાં કરતા બોગસ તબીબો ઉપર કાયદેસરની કાર્યવાહી કરવા અંગે રાજકોટ રેન્જ આઈજી નિર્લિપ્ત રાય અને એસપી વિજયસિંહ ગુર્જરની સૂચના અન્વયે ગઈકાલે હાથ ધરાયેલા સ્પેશ્યલ ઓપરેશનમાં 17 ઘોડા ડોકટરને પોલીસે પકડી લેતા ખળભળાટ મચી ગયો છે રાજકોટ જિલ્લાના પડધરી, શાપર, મેટોડા, ગોંડલ, જસદણ, જેતપુર, જામકંડોરણા અને પાટણવાવ સહિતના વિસ્તારમાં એસઓજી પીઆઈ એફ.એ.પારગીની રાહબરીમાં પીએસઆઇ પી.કે.મિશ્રા અને પીએસઆઇ જી.જે.ઝાલા સહિતની ટીમોએ અને સ્થાનિક પોલીસે દરોડા પાડી દવાઓ, ઇન્જેક્શન સહિત મોટા પ્રમાણમાં મુદામાલ કબ્જે કર્યો હતો.
- Advertisement -
શાપરમાં 8 વર્ષથી ક્લિનિક ચલાવતો હતો
શાપરમાં ભાડાની દુકાનમાં કોઈપણ મેડિકલ ડીગ્રી વગર ક્લિનિક શરૂ કરી એલોપેથીક તબીબ તરીકે લોકોના આરોગ્ય સાથે ચેડા કરતાં મૂળદાસ નરશી નિમાવતને પકડી ક્લિનિકમાંથી એલોપેથીક દવાઓ, સિરીઝ, નિડલનો સમાન સહિત 10989નો મુદામાલ કબ્જે કરી બોગસ તબીબની ધરપકડ કરી હતી પોતે 8 વર્ષથી તબીબી પ્રેક્ટિસ કરતો હતો.
દાસ 22 વર્ષથી પ્રેક્ટિસ કરતો હતો
એસઓજીની ટીમે શાપર ગામમાં લોકોના આરોગ્ય સાથે ચેડા કરતા અમરકુમાર ગોકુળચંદ દાસને પકડી પાડી ક્લિનિકમાંથી દવાઓ, સીરીઝ તેમજ મેડિકલ પ્રેક્ટિસ ને લગતો સામાન મળી 25,873 નો મુદ્દામાલ કબજે કર્યો હતો આ બોગસ ડોક્ટર દાસ છેલ્લા 22 વર્ષથી ક્લિનિક ચલાવતો હોવાનું જાણવા મળ્યું છે.
રાજપરામાંથી ભાવેશ કોઠીયા પકડાયો
એસઓજીની ટીમે કોટડાસાંગાણી પોલીસ મથક વિસ્તારમાં આવેલ રાજપરા ગામના બસ સ્ટેન્ડ પાસે મહાદેવ ક્લિનિક ચલાવતા બોગસ તબીબ ભાવેશ રમેશ કોઠીયાને પકડી તપાસ કરતા તેની પાસે કોઈપણ પ્રકારની મેડિકલ ડીગ્રી વગર તે લોકોના આરોગ્ય સાથે ચેડા કરી સારવાર આપતો હતો. પોલીસે ક્લિનિકમાંથી મેડિકલ પ્રેક્ટિસને લગતો સામાન અને દવાઓ સહિતનો મુદ્દામાલ કબજે કર્યો હતો.
- Advertisement -
કાળાસરમાંથી પરપ્રાંતીય બોગસ તબીબ ઝડપાયો
જસદણ પોલીસ મથક વિસ્તારના કાળાસર ગામના બસ સ્ટેન્ડની સામે કોઈ પણ મેડિકલ ડિગ્રી વગર ક્લિનિક ચલાવતા મૂળ બિહારના સંતોષકુમાર શંકરરામને પકડી પાડી ક્લિનિકમાંથી એલોપેથીક દવાઓ, સિરીઝ, નીડલ તથા મેડિકલ પ્રેક્ટિસને લગતો સામાન મળી 14,670 નો મુદ્દામાલ કબજે કર્યો હતો.
આંબરડીમાંથી બોગસ ડોક્ટર સોલંકી પકડાયો
જસદણના આંબરડી ગામે પ્રાથમિક શાળા વાળી શેરીમાં ક્લિનિક ખોલી લોકોના આરોગ્ય સાથે ચેડા કરતાં સોલંકીને પકડી પાડી એસઓજીની ટીમે દવાઓ સહિત મેડિકલ પ્રેક્ટિસને લગતો સામાન પકડી પાડી કાર્યવાહી કરી હતી.
લીલાપુરમાંથી અરવિંદ દેસાણીની ધરપકડ
રાજકોટ ગ્રામ્ય એસઓજીની ટીમે જસદણના લીલાપુર ગામે રામજી મંદિર પાસે કોઈપણ ડિગ્રી વગર ક્લિનિક ખોલી લોકોના આરોગ્ય સાથે ચેડા કરતાં બોગસ તબીબ અરવિંદ પ્રભુદાસ દેસાણીને પકડી પાડી મેડિકલ પ્રેક્ટિસને લગતો મુદ્દામાલ કબજે કર્યો હતો.
ખીરસરામાંથી પ્રિયાંશુ મેંદપરા ઝડપાયો
મેટોડા પોલીસની ટીમે પોલીસ મથક વિસ્તારમાં દરોડા પાડી ખીરસરા જીઆઇડીસી ગેટની અંદર આવેલ પિતૃ આશિષ આર્કેડ કોમ્પલેક્ષમાં કોઈપણ મેડિકલ ડિગ્રી વગર ક્લિનિક ખોલી લોકોના આરોગ્ય સાથે ચેડાં કરતાં રાજકોટના રાજલક્ષ્મી સોસાયટીના પ્રિયાંશુ અશ્વિન મેંદપરાને પકડી પાડી એલોપેથીક દવાઓ સહિતનો મુદ્દામાલ કબજે કર્યો હતો.
પડધરીમાંથી હરિપ્રસાદ જાનીની ધરપકડ
પડધરી પોલીસ મથક વિસ્તારમાં પણ સ્થાનીક પોલીસે દરોડો પાડી પડધરીના ગીતા નગરમાં બાપા સીતારામ ચોક સામેની શેરીમાં કોઈપણ મેડિકલ ડિગ્રી વગર દવાખાનું ખોલી એલોપેથીક સારવાર આપતા હરિપ્રસાદ નાનાલાલ જાનીને ઝડપી લઈ મેડિકલ પ્રેક્ટિસને લગતો મુદ્દામાલ કબજે કર્યો હતો.
ડૈયામાંથી ઇશાદ નકાણી ઝડપાયો
ગોંડલ તાલુકા પોલીસ મથકની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે મળેલ ચોક્કસ બાતમીના આધારે દૈયા ગામમાં મુસ્લિમ જમાતખાના સામે આવેલ રહેણાંક મકાનમાં કોઈપણ મેડિકલ ડિગ્રી વગર દવાખાનું ચલાવતા ઈશાદ ફિરોજ નકાણીને પકડી પાડી મેડિકલ પ્રેક્ટિસને લગતો સામાન કબજે કર્યો હતો.
સ્ટેશન વાવડીમાંથી જનક વણપરીયા ઝડપાયો
એસઓજીની ટીમ જેતપુર તાલુકાના સ્ટેશન વાવડી ગામમાં મેઇન બજારમાં કોઈપણ મેડિકલ ડિગ્રી વગર લોકોના આરોગ્ય સાથે ચેડા કરતાં જેતપુરના જનક નટુ વણપરિયાને પકડી પાડી મેડિકલ પ્રેક્ટિસને લગતો સામાન કબજે કર્યો હતો.
ચાપરાજપુરમાંથી રફીક ગરાણાને ઝડપી લીધો
જેતપુર તાલુકા પોલીસ મથકની ટીમ વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી ત્યારે મળેલ ચોક્કસ બાકીના આધારે ચાપરાજપુર ગામની ગ્રામ પંચાયત ઓફિસ વાળા રોડ પર કોઈપણ મેડિકલ ડીગ્રી વગર દવાખાનું ચલાવતાં જેતપુરના રફીક હુસેન ગરાણાને પકડી પાડી મેડિકલ પ્રેક્ટિસને લગતો મુદ્દામાલ કબજે કર્યો હતો.
જેતપુરમાંથી મનીષ પાસવાનની ધરપકડ
જેતપુર સીટી પોલીસ મથકની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે મળેલ ચોક્કસ બાતમીના આધારે કણકીયા પ્લોટમાં ચુનાની ભઠ્ઠી પાસે કોઈપણ મેડિકલ ડિગ્રી વગર લોકોના આરોગ્ય સાથે છેડા કરતાં મનીષ ઉર્ફે નથની જગદીશ પાસવાનને પકડી પાડી મેડિકલ પ્રેક્ટિસ ને લગતો સામાન કબજે કર્યો હતો.
જેતપુરમાંથી હાજીસાબીર નેવિવાલની ધરપકડ
જેતપુર ઉદ્યોગનગર પોલીસ મથકનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો ત્યારે મળેલ બાતમીના આધારે ધોરાજી રોડ પર આવેલ જલારામનગરમાં મહાદેવ કરિયાણા નામની દુકાનની બાજુમાં કોઈપણ મેડિકલ ડિગ્રી વગર દવાખાનું ખોલી સારવાર આપતા હાજીબસીર હાજીહબીબ નેવીવાલને પકડી મેડિકલ પ્રેક્ટિસને લગતો મુદ્દામાલ કબજે કર્યો હતો.
સોળવદર ગામેથી ઉપલેટાનો હિરેન રામાણી ઝડપાયો
જામકંડોરણા પોલીસ મથકનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો ત્યારે મળેલ ચોક્કસ બાતમીના આધારે સોળવદર ગામે મકાનમાં કોઈપણ મેડિકલ ડિગ્રી વગર દવાખાનુ ખોલી લોકોના આરોગ્ય સાથે ચેડા કરતા હિરેન ચંદુ રામાણીને ઝડપી લઈ મેડિકલ પ્રેક્ટિસને લગતો મુદ્દામાલ કબજે કર્યો હતો.
જેતપુરમાંથી ધ્રુવ ઠાકોરની ધરપકડ
જેતપુર સીટી પોલીસ મથકની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે મળેલ ચોક્કસ બાતમી આધારે જેતપુરના વડનગર રોડ પર કોઈપણ મેડિકલ ડિગ્રી વગર દવાખાનું ખોલી લોકોના આરોગ્ય સાથે ચેડા કરતા ધ્રુવ નરેન્દ્ર ઠાકોરને પકડી પાડી મેડિકલ પ્રેક્ટિસને લગતો સામાન કબજે કર્યો હતો.
કલાણામાંથી બોગસ તબીબની ધરપકડ
પાટણવાવ પોલીસ મથક વિસ્તારમાં એસઓજીની ટીમ ત્રાટકી હતી અને કલાણા ગામમાંથી પણ કોઈપણ મેડિકલ ડિગ્રી વગર લોકોના આરોગ્ય સાથે ચેડા કરતા શખ્સને દબોચી મેડિકલ પ્રેક્ટીશને લાગતો સમાન કબ્જે કર્યો હતો.
ભાડેરમાંથી સાવન ઝડપાયો
એસઓજીની ટીમે પાટણવાવ પોલીસ મથકમાં વધુ એક કેસ પણ કર્યો હતો.જેમાં ભાડેર ગામે રાબડીયા શેરીમાં કોઈપણ મેડિકલ ડિગ્રી વગર દવાખાનું ખોલી લોકોના આરોગ્ય સાથે છેડા કરતાં જૂનાગઢના સાવન હરસુખ દોમળયાને મેડિકલ પ્રેક્ટિસને લગતો સામાન કબજે કર્યો હતો.




