રશિયા પર પ્રતિબંધો અટકાવ્યા, કહ્યું- આનાથી અમેરિકાને જ ફાયદો
અમેરિકી રાષ્ટ્રપતિ ટ્રમ્પે રશિયા પર કડક પ્રતિબંધો લાદતા કાયદાને હાલ પૂરતો અટકાવી દીધો છે. ટ્રમ્પે શુક્રવારે આ નિર્ણય સાથે જોડાયેલા આદેશ પર હસ્તાક્ષર કર્યા અને કહ્યું કે આ પગલું અમેરિકાના રાષ્ટ્રીય હિતમાં છે. આ
કાયદા હેઠળ રશિયા પાસેથી તેલ અને ગેસ ખરીદતા ભારત અને ચીન જેવા દેશો પર ૧૦૦% સુધીનો ટેરિફ લાદી શકાયો હોત. રશિયા પર પ્રતિબંધો સંબંધિત કાયદાનો હેતુ તેની આવકના માર્ગો બંધ કરવાનો હતો, જેથી યુક્રેન
સામે ચાલી રહેલા યુદ્ધ માટે તેને નાણાં એકત્ર કરવામાં મુશ્કેલી પડે. ખાસ વાત એ છે કે ટ્રમ્પે ૯ ઓક્ટોબરે જ રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સાથે ડીઝલ ખરીદવાની ડીલ કરી હતી. ટ્રમ્પે રશિયા પર પ્રતિબંધો લાદનારા
બિલ (લિન્ડસે ગ્રેહામ એક્ટ) પર ૧૮ સપ્ટેમ્બર ૨૦૨૬ના રોજ હસ્તાક્ષર કર્યા હતા. ૧૬ સપ્ટેમ્બરે હાઉસ ઑફ રિપ્રેઝન્ટેટિવ્સે તેને ૨૬૨-૧૫૯ મતોથી મંજૂરી આપી હતી. રશિયા પાસેથી સૌથી વધુ કાચું તેલ ખરીદતા ૫ દેશોની
અમેરિકન યાદીમાં ચીન, ભારત, સ્લોવાકિયા ઉપરાંત હંગેરી અને અઝરબૈજાનનો સમાવેશ થતો હતો.
- Advertisement -
ભારતની તેલ આયાતમાં રશિયાનો 45% હિસ્સો
ભારત પોતાની જરૂરિયાતનું ૮૮%થી વધુ કાચું તેલ અન્ય દેશોમાંથી ખરીદે છે. ઑગસ્ટ ૨૦૨૬માં ભારતની કુલ કાચા તેલની આયાતમાં રશિયાનો હિસ્સો આશરે ૪૫% હતો. ભારતે ઑગસ્ટમાં રશિયા પાસેથી દરરોજ સરેરાશ
૨૦.૮ લાખ બેરલ કાચું તેલ ખરીદ્યું હતું. આવી સ્થિતિમાં રશિયા પાસેથી તેલ ખરીદવા પર ૧૦૦% સુધીનો ટેરિફ લાગવાનો ખતરો ભારત માટે ચિંતાનું કારણ બન્યો હતો.




