દિલ્હીના રામલીલા મેદાન પર યોજાતુ રાવણ દહન એ સૌથી વધુ આકર્ષણ ધરાવતો ઉત્સવ છે અને તેમાં રાષ્ટ્રપતિ -વડાપ્રધાન સહિતના મહાનુભાવો પણ સામેલ થઈ ગયા છે અને લાખોના ખર્ચ રાવણનું પુતળુ તૈયાર થાય છે. તેમાં આ વર્ષે રાવણદહન સાથે કોકરોચ દહન પણ થશે. આ આયોજનમાં હવે ‘ભગવો’ કબ્જો છે અને હવે દાવો કરાયો છે કે કોકરોચ (વંદા) દહન એ સ્વચ્છતાનો સંદેશ છે. એક તરફ કોકરોચ જનતા પાર્ટી દિલ્હીમાં એક બાદ એક સ્થળે દેખાવો ધરણા યોજી રહી છે તે સમયે અહી ૩૦ ફૂટ ઊંચું કોકરોચનુ પૂતળુ તૈયાર કરાયુ છે. રાવણ-કુંભકર્ણ અને મેઘનાથના પુતળા પાસે જે કોકરોચનું પણ પુતળું હશે. હવે આયોજક ભાજપના ધારાસભ્ય અશોક ગોયલ કહે છે કે આ તો દેશમાં સ્વચ્છતા પુરાવવાનો સંદેશ છે તેને આ આંદોલન સાથે કશું લાગતુ વળગતુ નથી અને સ્વચ્છતા માટે દુષ્ટ સામે સારાનો વિજય પણ પ્રતિક બનશે.
દિલ્હીમાં આ વખતે રાવણ સાથે ‘વંદા’નું પણ દહન થશે

You Might Also Like
Follow US
Find US on Social Medias



