By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    પેશાવરમાં શાળાની છત ધરાશાયીઃ ૨૮ ભૂલકાંના મોત
    3 minutes ago
    ગૂગલે સૌથી પાવરફૂલ એઆઈ મોડલ જેમિની 4 આર્ગોન લોન્ચ કર્યું
    55 minutes ago
    સાઉદીમાં વિશ્વની સૌથી મોટી ઓઈલ કંપની ‘અરામકો’ પર હુથીઓનો હુમલો
    1 day ago
    ભારત જ નહીં વિશ્વના અન્ય 7 દેશમાં ભડક્યો જનાક્રોશ!
    2 days ago
    ફ્લાઇટ માટે લાઈનમાં ઊભેલાં હજયાત્રીઓ પર મિસાઈલ પડી, ભારતીય સહિત 13 લોકોનાં મોત
    3 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    અમને કોઈ ડરાવી-ધમકાવી ન શકે : રાહુલ ગાંધીને સુપ્રીમ કોર્ટની ફટકાર
    8 minutes ago
    ધર્માંતરણ પછી અનામતનો લાભમળી શકે નહીં: સુપ્રીમ કોર્ટનો ઐતિહાસિક ચુકાદો
    32 minutes ago
    હલકી ગુણવત્તાના એલ્યુમિનિયમ વાસણો પર રોક લગાવશે સરકાર
    53 minutes ago
    આમિરના ભાણેજ એકટર ઇમરાન ખાનને ભારત છોડવાનો આદેશ
    58 minutes ago
    INDIA ગઠબંધનની મહારેલી સામે પોલીસની કાર્યવાહીઃ 4 FIR થઈ
    24 hours ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    ખેલાડીઓ પાછળ 700 કરોડ ખર્ચ્યા છતાં એશિયન ગેમ્સમાં મેડલ ઘટ્યા
    6 days ago
    પ્રથમ T20માં ભારતનો વેસ્ટ ઈન્ડિઝ સામે 8 વિકેટે વિજયઃ શ્રેયસ ઐયરની તોફાની સદી
    1 week ago
    ભારતીય મહિલા ક્રિકેટર હરમનપ્રીત કૌરે તમામ ફોર્મેટમાંથી કેપ્ટનશીપ છોડી
    1 week ago
    પાકિસ્તાનને ધૂળ ચટાડી ભારતે જીત્યો ગોલ્ડ મેડલ
    2 weeks ago
    વનડે વર્લ્ડ કપ 2027: 2 ઑક્ટોબરથી 21 નવેમ્બર સુધી ટૂર્નામેન્ટ રમાશે
    2 weeks ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    સલમાન ટ્રોલર્સ પર ભડક્યો : બોડી-શેમિંગ અને એજ-શેમિંગ સામે ઉઠાવ્યા સવાલ
    3 weeks ago
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    3 months ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    4 months ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    4 months ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    4 months ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    4 months ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    4 months ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    4 months ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    4 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    11 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજ્યમાં પ્રથમ રાજકોટ પોલીસ કાનૂની કાર્યવાહી માટે CBI જેવું મોડેલ અપનાવશે
    3 months ago
    હરખપદુડાં મૂરતિયાઓ શિક્ષણ સમિતિની મુલાકાતે પણ જઇ આવ્યા !
    3 months ago
    વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ
    3 months ago
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    3 months ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    3 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: આજી જીઆઇડીસીમાં મેનેજરને ગોળી ધરબી 1.53 કરોડની લૂંટ : રાજસ્થાનથી 4 આરોપીની ધરપકડ
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > CRIME > આજી જીઆઇડીસીમાં મેનેજરને ગોળી ધરબી 1.53 કરોડની લૂંટ : રાજસ્થાનથી 4 આરોપીની ધરપકડ
CRIME

આજી જીઆઇડીસીમાં મેનેજરને ગોળી ધરબી 1.53 કરોડની લૂંટ : રાજસ્થાનથી 4 આરોપીની ધરપકડ

Khaskhabar Editor
Last updated: 2026/10/15 at 2:11 PM
Khaskhabar Editor 23 minutes ago
Share
8 Min Read
SHARE

છ મહિના પૂર્વે કામ કરી ગયેલા પૂર્વ કર્મચારી સહીત 9 પરપ્રાંતીય શખ્સની સંડોવણીની આશંકા

પોલીસ કમિશનરની રાહબરીમાં 50 ટિમ દોડાવાઈ : 12 કલાકથી ઓછા સમયમાં ભેદ ઉકેલાયો

- Advertisement -

રાજકોટમાં છેલ્લા એકાદ સપ્તાહથી બની રહેલા હત્યાના બનાવો વચ્ચે ગત સાંજે આજી જીઆઇડીસીમાં તન્વી ગોલ્ડ નામની ફેકટરીના મેનેજર ઉપર કારમાં આવેલા ચાર શખ્સોએ ફાયરિંગ કરી મોતને ઘાટ ઉતારી દીધા બાદ 946 ગ્રામ સોનુ અને 2 કિલો ચાંદી સહીત 1 કરોડ 53 લાખ 20 હજારની મતા લૂંટી નાસી જતા ચકચાર મચી ગઈ હતી શહેર પોલીસને પડકાર ફેંકનાર લૂંટારુ ટોળકીને પકડવા પોલીસની 50 જેટલી ટિમો દોડાવાઈ હતી સીસીટીવી, ટેક્નિકલ અને હ્યુમન સોર્સની મદદથી પોલીસે 12 કલાકથી ઓછા સમયમાં ગુનાનો ભેદ ઉકેલી નાખ્યો છે પોલીસે રાજસ્થાનના શિરોહી અને ઉદયપુર જિલ્લા પોલીસની મદદથી ચાર આરોપીઓને ઝડપી લઇ તમામ મુદામાલ કબ્જે કર્યો છે આ ગુનામાં છ મહિના પૂર્વે કામ કરી ગયેલા પૂર્વ કર્મચારીએ ટીપ આપી હોવાની માહિતી પ્રાપ્ત થઇ છે આરોપીઓમાં લંકેશ અને અનુરાગ નામના શખ્સો સામેલ હોવાનું પણ જાણવા મળ્યું છે આ લૂંટમાં 9 જેટલા પરપ્રાંતીય હોવાની શંકાએ હાલ પોલીસે પકડાયેલા આરોપીઓને મુદામાલ સાથે રાજકોટ લાવવા તજવીજ હાથ ધરી છે સાંજ સુધીમાં ચિત્ર સ્પષ્ટ થઇ જશે તેવું જાણવા મળ્યું છે.

રાજકોટના સહકાર મેઇન રોડ પર સાધના સોસાયટીમાં રહેતાં અને આજી જી.આઈ.ડી.સી. મેઇન રોડ બાવીશી વે-બ્રિજ સામે તન્વિ એક્ષપોર્ટ ઇન્ડીયા લીમીટેડ નામની સોના ચાંદીની મેન્યુફેક્ચરીંગ નામની ભાગીદારી પેઢી ધરાવતા બીપીનભાઇ ગોરધનભાઇ વીરડીયા ઉ.52એ ચાર અજાણ્યા શખ્સો સામે થોરાળા પોલીસ સ્ટેશનમાં હત્યા, લૂંટ, આર્મ્સ એકટ સહિતની કલમ હેઠળ નોંધાવેલ ફરિયાદમાં જણાવ્યું હતું કે આ તન્વિ એક્ષપોર્ટથી આશરે ચાલીશ મિટરના અંતરમા રીફાઇનરી પણ આવેલ છે તેમજ આ રીફાનરીમા સોના-ચાંદીનુ રીફાઇન થયા બાદ તેઓના કોઈ અંગત માણસ સાથે કંપનીમા કામ કરતા સિક્યુરીટી ગાર્ડ સાથે મોકલી જવેલરી બનાવતા યુગ બિલ્ડીંગ ખાતે આપ-લે કરે છે ગઇ કાલ રાત્રીના સવા આઠેક વાગ્યાની આસપાસ હું તથા કિશોરભાઈ હાપલીયા કોટેચા ચોક પાસે હતા ત્યારે મારા ભાગીદાર મયુરભાઇનો ફોન આવેલ કે કંપનીમા કામ કરતા લાલજીભાઈ સરધારા ઉપર રીફાઇનરી પાસે ફાયરીગ થયેલ છે અને આશરે દોઢેક કરોડના સોના ચાદીના માલની લુંટ થયેલ છે અને અત્યારે લાલજીભાઈ સરધારાની મધુરમ હોસ્પીટલમાં સારવાર ચાલુ છે તેવી વાત કરતા અમે મધુરમ હોસ્પીટલ પહોંચ્યા હતા ત્યાં અન્ય ભાગીદારો પણ હાજર હતા લાલજીભાઇની ઇમરજન્સીમા સારવાર ચાલુ હતી ત્યાં ભાગીદાર રાજભાઈએ વાત કરેલ કે, સવા સાતેક વાગ્યે રિફાઇનરી ખાતે કામ કરતા વર્કર બાબુભાઇ કાકડીયાનો તુષારભાઇ સાવલિયાને ફોન આવેલ કે, પંદરેક મિનીટ બાદ કોઇ માણસને રીફાઇનરી મોકલો રિફાઇન સોનાના ઢાળીયા જેનુ વજન આશરે 946 ગ્રામ કિંમત 1,48,90,000 તથા રિફાઈન ચાંદીનો ડસ્ટ પાવડરની પ્લાસ્ટીકની કોથળી 2કીલો જેની કિંમત 4.30 લાખ મળી કુલ રિફાઈન સોના-ચાંદીની કુલ 1,53,20,000નો સોના ચાંદીનો માલ તૈયાર થયેલ છે. જેથી ભાગીદાર હરેશભાઇ સરધારાના ભાઇના દિકરા લાલજીભાઇ લવજીભાઇ સરધારાને કંપની ખાતેથી સિક્યુરીટી ગાર્ડ બાવનજી બાબુજી પઢીયાર સાથે એક્ટિવા લઈને મોકલ્યા હતા.

બાદ આઠેક વાગ્યે રાજભાઈ અને મયુરભાઇ ઓફીસમાં હતા ત્યારે મયુરભાઇને હિતેષભાઈનો ફોન આવેલ કે, લાલાભાઇ પર રીફાઇનરી ખાતે ફાયરીંગ થયેલ છે તેમ કહેતા તુરત જ દોડી ગયેલ અને ત્યા લાલજીભાઇ સરધારા રોડની સાઇડ પર ઢળી ગયેલ હાલતમા હતા જેથી તેને તાત્કાલિક સારવાર માટે મધુરમ હોસ્પિટલ ખાતે લઇ ગયા હતા ત્યા સિક્યુરિટી ગાર્ડ બાવનજી પઢિયારએ રાજભાઈને વાત કરેલ કે લાલજીભાઇ સોના-ચાંદીનુ બેગ લઇને રિફાઇનરીના ગેઇટ બહાર નિકળેલ ત્યારે બે અજાણ્યા માણસો લાલજીભાઇ સાથે ઝપાઝપી કરતા હોય પોતે લાલજીભાઈને બચાવવા જતા એક અજાણ્યા શકશે હથીયાર કાઢી લાલજીભાઈ ઉપર ફાયરીંગ કરતા લાલજીભાઈ નીચે પડી જતા લાલજીભાઇ પાસે રહેલ થેલો લુટીને બન્ને અજાણ્યા માણસો મરૂન કલરની ટાટા કંપની ટીગોર કારમા બેસી ગયા હતાં કારમા જોતા બીજા બે અજાણ્યા માણસો પણ બેઠા હતા અને તે ગાડી હંકારી ભાગી ગયા હતા લાલજીભાઇ સરધારાનુ હોસ્પીટલમાં ટૂંકી સારવાર બાદ મોત નિપજ્યું હતું જેથી લાલજીભાઈ ઉપર ફાયરીંગ કરી મોત નિપજાવી સોના ચાંદી ભરેલા થેલાની લુંટ કરી નાસી જતા આ અંગે ફરિયાદ નોંધાવી હતી.

- Advertisement -

બનાવ અંગેની જાણ થતાં પોલીસ કમિશ્નર બ્રજેશકુમાર ઝા, એડી.સીપી ચૈતન્ય માંડલીક, ડીસીપી ક્રાઈમ જગદીશ બાંગરવા, ડીસીપી હેતલ પટેલ, એસીપી ક્રાઇમ બસિયા, ક્રાઈમ બ્રાન્ચ પીઆઇ એ એસ ચાવડા, એમ એલ ડામોર, સી એચ જાદવ, પીસીબી પીઆઇ એમ આર ગોંડલીયા, એસઓજી પીઆઇ એન બી ચૌધરી, થોરાળા પીઆઇ શક્તિસિંહ સોઢા, એલસીબી સહિતનો મોટો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો અને 50 જેટલી જુદી જુદી ટીમોને દોડાવવામાં આવી હતી ફોરેનિ્સકની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી હતી અને નિરીક્ષણ કરી તપાસનો ધમધમાટ શરુ કર્યો હતો શહેર પોલીસે રાજકોટ ઉપરાંત રાજ્યભરમાં નાકાબંધી કરી હતી અને ક્રાઇમ બ્રાન્ચને 12 કલાકથી ઓછા સમયમાં ગુનાનો ભેદ ઉકેલવામાં સફળતા પ્રાપ્ત થઇ હતી રાજકોટ શહેર ક્રાઈમ બ્રાન્ચે ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન રિસોર્સથી આ આરોપીઓને ટ્રેક કરી, રાજસ્થાન ખાતેથી રાજસ્થાન પોલીસના સરસ સંકલન સાથે ઝડપી લીધા છે. રાજસ્થાનના શિરોહી જિલ્લાના પિંડવાડા પોલીસ સ્ટેશન અને ઉદયપુર જિલ્લાની પોલીસના સહયોગથી આરોપીઓને તમામ મુદ્દામાલ સાથે ઝડપી લઇ રાજકોટ શહેર ક્રાઈમ બ્રાન્ચ ખાતે લાવવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે આ લૂંટમાં અગાઉ કામ કરી ચુકેલો કર્મચારી સૂત્રધાર હોવાનું માનવામાં આવી રહ્યું છે આ લૂંટમાં 9 જેટલા પરપ્રાંતીય આરોપીઓની સંડોવણી હોવાની શંકા સેવાઈ રહી છે જો કે સાંજ સુધીમાં ચિત્ર સ્પષ્ટ થઇ જશે અને સાંજે રાજકોટ પોલીસ સત્તાવાર વિગતો જાહેર કરશે.

કર્મચારીએ પ્રતિકાર કરતા લૂંટારુએ 3 રાઉન્ડ ફાયરિંગ કર્યું

આજી વસાહત વિસ્તારમાં આવેલી તનવી ગોલ્ડના કર્મચારી લાલજીભાઈ સરધારા 946 ગ્રામ સોનું અને 2 કિલો ચાંદીના દાગીના લઈ એક્ટિવા પર જઈ રહ્યા હતા ત્યારે કારમાં આવેલા લૂંટારુઓએ દાગીના ભરેલો થેલો લૂંટવાનો પ્રયાસ કર્યો. પરંતુ લાલજીભાઈએ પ્રતિકાર કરતા લૂંટારુઓએ હથિયારમાંથી 3 રાઉન્ડ ફાયરિંગ કરી લૂંટ ચલાવી હતી છાતીના ભાગે ગોળી લાગવાથી સારવાર દરમિાયન તેમનું મોત નિપજ્યું હતું.

1994માં સોની બજારથી તન્વી ગોલ્ડ પેઢીનો પ્રારંભ : 12 ભાગીદાર

તન્વી ગોલ્ડની પેઢીની શરૂઆત 1994માં સોની બજારમાં માધવ કોમ્પ્લેકસથી કરી હતી. બાદમાં 2023માં આજી જીઆઇડીસીમાં પેઢી શરૂ કરી નજીકના અંતરમાં જ રિફાઇનરી પણ ચાલે છે. તન્વી ગોલ્ડની આ પેઢીમાં ૧૨ ભાગીદારો છે જેમાં બીપીનભાઇ ગોરધનભાઇ વીરડીયા, તુષારભાઇ વલ્લભભાઇ સાવલીયા, રાજભાઇ અશોકભાઈ ભાલારા, મયુરભાઇ ભુપતભાઇ લીંબાસીયા, હરેશભાઇ મોહનભાઇ સરધારા, હીતેષભાઈ મોહનભાઇ સરધારા, દિનેશભાઇ મશરૂભાઈ મેવાડા, અંકુરભાઈ જેરામભાઈ અજાણી,રવીભાઈ અશોકભાઈ ભાલારા, રાજેશભાઇ બાબુભાઇ તારપરા, વિનોદભાઇ મનજીભાઈ પરસાણા અને સંદિપભાઇ જગદીશભાઇ હાપલીયાનો સમાવેશ થાય છે.

લાલજીભાઈ વર્ષોથી પેઢીમાં કામ કરતાં હતા : સંતાનમાં 1 પુત્ર- 1 પુત્રી

આજી જીઆઇડીસીમાં આવેલ તન્વી ગોલ્ડ પેઢીમાં વર્ષોથી મેનેજર તરીકે નોકરી કરતા લાલજીભાઈ સરધારાની કરપીણ હત્યા કરી 1.53 કરોડની લૂંટ ચલાવી આરોપીઓ નાસી છૂટ્યા હતા લાલજીભાઈ સરધારા છેલ્લા 22 વર્ષથી તન્વી ગોલ્ડ પેઢી સાથે જોડાયેલા હતા તેઓ બિગ બજાર પાસે આવેલ એપી પાર્કમાં રહેતા હતા તેમને સંતાનમાં એક પુત્ર અને પુત્રી હોવાનું પણ સામે આવ્યું છે મોભીના મોતથી પરિવારમાં શોક વ્યાપી ગયો છે.

You Might Also Like

રાજકોટમાં બે વર્ષની બાળકીને માતાએ જ પાંચમા માળેથી ફેંકી દઈ મોતને ઘાટ ઉતારી હતી

રાજકોટની રૈયારાજ કંપની સાથે 6 કરોડની ઠગાઈના ગુનામાં 4 માસથી વોન્ટેડ દંપતિની ગાંધીનગરમાંથી ધરપકડ

સાબરમતીમાં નશામાં ધૂત PSI ભરત પંડયાએ અકસ્માત સજર્યો

અરવલ્લીમાં પોલીસ અને બિશ્નોઈ ગેંગના ડ્રગ્સ માફિયા વચ્ચે ફાયરિંગ

મહિલા તબીબને ડિજિટલ અરેસ્ટ કરી 58.50 લાખ પડાવી લેવાના કેસમાં સાળા-બનેવીની ધરપકડ

Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article ધર્માંતરણ પછી અનામતનો લાભમળી શકે નહીં: સુપ્રીમ કોર્ટનો ઐતિહાસિક ચુકાદો
Next Article અમને કોઈ ડરાવી-ધમકાવી ન શકે : રાહુલ ગાંધીને સુપ્રીમ કોર્ટની ફટકાર

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
આંતરરાષ્ટ્રીય

પેશાવરમાં શાળાની છત ધરાશાયીઃ ૨૮ ભૂલકાંના મોત

Khaskhabar Editor Khaskhabar Editor 3 minutes ago
અમને કોઈ ડરાવી-ધમકાવી ન શકે : રાહુલ ગાંધીને સુપ્રીમ કોર્ટની ફટકાર
ધર્માંતરણ પછી અનામતનો લાભમળી શકે નહીં: સુપ્રીમ કોર્ટનો ઐતિહાસિક ચુકાદો
રાજકોટમાં બે વર્ષની બાળકીને માતાએ જ પાંચમા માળેથી ફેંકી દઈ મોતને ઘાટ ઉતારી હતી
સરગમ ગોપી રાસોત્સવમાં ઓરકેસ્ટ્રા અને સિંગરોની ધમાકેદાર રમઝટ
ક્લબ યુવીમાં ખેલૈયાઓ મન મૂકી ગરબે ઘૂમ્યાઃ મૌલેશભાઈ ઉકાણીનો જન્મદિવસ ઉજવાયો
Previous Next
- Advertisement -
Ad imageAd image

About Us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

You Might Also Like

CRIME

રાજકોટમાં બે વર્ષની બાળકીને માતાએ જ પાંચમા માળેથી ફેંકી દઈ મોતને ઘાટ ઉતારી હતી

Khaskhabar Editor Khaskhabar Editor 37 minutes ago
CRIME

રાજકોટની રૈયારાજ કંપની સાથે 6 કરોડની ઠગાઈના ગુનામાં 4 માસથી વોન્ટેડ દંપતિની ગાંધીનગરમાંથી ધરપકડ

Khaskhabar Editor Khaskhabar Editor 1 week ago
CRIME

સાબરમતીમાં નશામાં ધૂત PSI ભરત પંડયાએ અકસ્માત સજર્યો

Khaskhabar Editor Khaskhabar Editor 1 week ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?