By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    ભારતીય કૂ વાળા ઓઈલ ટેન્કર પર 48 કલાકમાં ત્રીજો હુમલો
    29 minutes ago
    ફ્રાન્સમાં શિક્ષકોની અછતને લઈને આંદોલન હિંસક બન્યું
    1 day ago
    મગજમાંથી ખરાબ યાદો ‘ડિલીટ’ અને સારી યાદો ‘સેવ’ કરી શકાશે
    1 day ago
    ટ્રમ્પ ‘એકલા’ પડ્યા ! પોતાની જ પાર્ટીમાં બળવો
    2 days ago
    હોર્મુઝમાં જહાજ પર મિસાઈલ હુમલો
    4 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    પાઇલટ સ્મિતની દુનિયામાં ચર્ચા, એક દિવસ મેડ ઇન ઈન્ડિયા પ્લેનની ચર્ચા થશે: PM મોદી
    36 minutes ago
    તહેવારો પૂર્વે જ RBIનો ઝટકો : વ્યાજદરમાં વધારો, લોન મોંઘી થશે
    50 minutes ago
    5 કરોડ લઇને પ્રેમાનંદ મહારાજને મળ્યાની વાત ખોટીઃ વિરાટ કોહલી
    1 hour ago
    BOOK MY SHOWની લૂંટ: ડિસ્કાઉન્ટ બાદ અલગથી ઓફર પ્રોસેસિંગ ફીની વસૂલાત
    2 hours ago
    ‘જ્ઞાનેશ, ઇટ્સ ડન બ્રો’ !
    1 day ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    પ્રથમ T20માં ભારતનો વેસ્ટ ઈન્ડિઝ સામે 8 વિકેટે વિજયઃ શ્રેયસ ઐયરની તોફાની સદી
    2 hours ago
    ભારતીય મહિલા ક્રિકેટર હરમનપ્રીત કૌરે તમામ ફોર્મેટમાંથી કેપ્ટનશીપ છોડી
    1 day ago
    પાકિસ્તાનને ધૂળ ચટાડી ભારતે જીત્યો ગોલ્ડ મેડલ
    4 days ago
    વનડે વર્લ્ડ કપ 2027: 2 ઑક્ટોબરથી 21 નવેમ્બર સુધી ટૂર્નામેન્ટ રમાશે
    5 days ago
    ભારતે પહેલીવાર 400+ રન ચેઝ કરી ઇતિહાસ રચ્યોઃ ગિલની ફાસ્ટેસ્ટ ડબલ સેન્ચુરી
    6 days ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    સલમાન ટ્રોલર્સ પર ભડક્યો : બોડી-શેમિંગ અને એજ-શેમિંગ સામે ઉઠાવ્યા સવાલ
    2 weeks ago
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    3 months ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    3 months ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    3 months ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    3 months ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    3 months ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    4 months ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    4 months ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    4 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    11 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજ્યમાં પ્રથમ રાજકોટ પોલીસ કાનૂની કાર્યવાહી માટે CBI જેવું મોડેલ અપનાવશે
    2 months ago
    હરખપદુડાં મૂરતિયાઓ શિક્ષણ સમિતિની મુલાકાતે પણ જઇ આવ્યા !
    2 months ago
    વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ
    2 months ago
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    3 months ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    3 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: રમતનાં મેદાનમાં રાસની રમઝટ : 15 હજાર ખેલૈયાઓ એક જ ગ્રાઉન્ડ પર ગરબાના તાલે ઝૂમશે
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ગુજરાત > રાજકોટ > રમતનાં મેદાનમાં રાસની રમઝટ : 15 હજાર ખેલૈયાઓ એક જ ગ્રાઉન્ડ પર ગરબાના તાલે ઝૂમશે
રાજકોટ

રમતનાં મેદાનમાં રાસની રમઝટ : 15 હજાર ખેલૈયાઓ એક જ ગ્રાઉન્ડ પર ગરબાના તાલે ઝૂમશે

Khaskhabar Editor
Last updated: 2026/10/07 at 2:47 PM
Khaskhabar Editor 23 minutes ago
Share
3 Min Read
SHARE

રાજકોટમા સતત 11મા વર્ષે SP Club અને Rajkot Update News દ્વારા વન ડે વેલકમ નવરાત્રીનું ભવ્ય આયોજન

8 ઓક્ટોબરે રેસકોર્સનું માધવરાવ સિંધિયા ક્રિકેટ ગ્રાઉન્ડ બનશે ગરબાનું મેદાન

- Advertisement -

માર્ગી પટેલના સૂર અને દર્પણા પંડિતની એન્કરિંગ રહેશે ખાસ આકર્ષણ

લક્કી ફાઉન્ડેશનના સથવારે ઝૂંપડપટ્ટીના બાળકો વેલકમ નવરાત્રીમાં ગરબે ઘૂમશે, બધા બાળકોને સ્યોર ગિફ્ટ આપવામાં આવશે

આ આયોજનમાં જે પણ આવક થાય તેને ગૌશાળામાં આપવામાં આવશે

- Advertisement -

રાજકોટમાં નવરાત્રીના રંગને વધુ ભવ્ય બનાવવા માટે સતત 11મા વર્ષે SP Club અને Rajkot Update News દ્વારા ‘વન ડે વેલકમ નવરાત્રી’નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. કાલે 8 ઓક્ટોબર, ગુરુવારના રોજ સાંજે 7:30 કલાકે રેસકોર્સ ખાતે આવેલા માધવરાવ સિંધિયા ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે આ ભવ્ય કાર્યક્રમ યોજાશે.

કાર્યક્રમમાં સુપ્રસિદ્ધ ગાયક કલાકાર માર્ગી પટેલ પોતાના સૂરથી ખેલૈયાઓને ગરબાના રંગમાં રંગશે, જ્યારે જાણીતી એન્કર દર્પણા પંડિત સમગ્ર કાર્યક્રમનું સંચાલન કરશે. આયોજકો દ્વારા કાર્યક્રમને આકર્ષક બનાવવા માટે અદ્યતન લાઈટીંગ ડેકોરેશન, આકર્ષક મંડપ સહિતની વિશેષ તૈયારીઓ કરવામાં આવી છે. આ વન ડે નવરાત્રી મહોત્સવમાં રાજકોટના પ્રિન્સ-પ્રિન્સેસ તેમજ ગરબા કિંગ અને ક્વીન સહિત અંદાજે 15 હજાર ખેલૈયાઓ એક જ ગ્રાઉન્ડ પર ગરબાના તાલે ઝૂમી ઉઠશે. નવરાત્રીની પરંપરાગત ઉજવણી સાથે આધુનિક આયોજનનો સંગમ જોવા મળશે. મોટી સંખ્યામાં લોકોની ઉપસ્થિતિને ધ્યાનમાં રાખીને આયોજકો દ્વારા બાઉન્સરો મારફતે ખાસ સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. સાથે જ સમગ્ર કાર્યક્રમમાં પરિવાર સાથે લોકો નવરાત્રીનો આનંદ માણી શકે તેવો પારિવારિક માહોલ જાળવવાનો પ્રયાસ હાથ ધરવામાં આવ્યો છે. ગરબા રમતા ખેલૈયાઓમાં ઉત્સાહ વધારવા માટે વિવિધ કેટેગરીમાં વિજેતા ખેલાડીઓ માટે લાખેણા ઈનામોની વણજાર રાખવામાં આવી છે. જેના કારણે ગરબાપ્રેમીઓમાં પણ કાર્યક્રમને લઈને ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આમ, રાજકોટમાં નવરાત્રીના પ્રારંભ પૂર્વે જ 11મા વર્ષે યોજાનાર ‘વન ડે વેલકમ નવરાત્રી’માં સંગીત, ગરબા, રોશની, સુરક્ષા અને ઈનામોનો સંગમ જોવા મળશે અને 15 હજાર ખેલૈયાઓની હાજરીમાં રેસકોર્સનું મેદાન ગરબાના રંગે રંગાઈ જશે.

આ વન ડે નવરાત્રી મહોત્સવને સફળ બનાવવા માટે રાજકોટ દિવ્ય ભાસ્કરના પ્રકાશભાઈ રાવરાણી, ખાસ-ખબર ન્યૂઝના જયેશભાઇ રાવરાણી, કેતનભાઈ લખતરિયા, રણજિતસિંહ રાઠોડ, ઓમ પટેલ, કેવલ રાઠોડ, વિક્રમ વાંક, સુરૂભા જાડેજા, હેમેન્દ્રસિંહ જાડેજા, જય બોરીચા, નરેન્દ્રસિંહ જાડેજા અને કાર્તિક બારડ સહિતના જહેમત ઉઠાવી રહ્યા છે. આયોજકોની ટીમ દ્વારા કાર્યક્રમના આયોજન, વ્યવસ્થાપન અને સંકલન સહિતની જવાબદારીઓમાં આ તમામ આયોજકો મહત્વની ભૂમિકા ભજવશે. આ નવરાત્રી મહોત્સવના સહઆયોજકોમાં પંકજ સખીયા, આશિષ ચૌહાણ, રૂચિત આશર, અશ્વિન ભુવા, વિપુલ રાઠોડ, રવિ સોજિયા, જયેશ સાટીયા, સાવન ચૌહાણ, રવિરાજસિંહ જાડેજા, હિરેન અકબરી, દિવ્યરાજ ભટ્ટી, તુષાર રાવરાણી, ઉપેન્દ્રસિંહ જાડેજા, કર્મરાજસિંહ પરમાર, મહર્ષિ રાજગુરુ, દર્શીત ફીચડિયા, પ્રદીપસિંહ સોલંકી, જયદીપ મેગડ, જયદીપ બોરીયા, દિવ્યરાજ જેબલિયા, જીત ભટ્ટી, આશિષ લખતરિયા, ગોપાલ રાવરાણી અને ધવલ પરમારનો સહયોગ મળી રહ્યો છે.

વન ડે નવરાત્રી મહોત્સવનું LIVE સ્ટ્રીમિંગ
વન ડે નવરાત્રી મહોત્સવનો ઉત્સાહ માત્ર સ્થળ પર ઉપસ્થિત લોકો પૂરતો સીમિત નહીં રહે. મહોત્સવનું જીવંત પ્રસારણ ચાર ન્યૂઝ પ્લેટફોર્મ પર કરવામાં આવશે. જેમાં Rajkot Updates News, City News, ગુજરાત ન્યૂઝ અને અબતક (ABTak) Channel પર જોવા મળશે. આથી રાજકોટ સહિત દેશ-વિદેશમાં બેઠેલા લોકો પણ વન ડે નવરાત્રી મહોત્સવની લાઈવ ઝલક નિહાળી શકશે.

You Might Also Like

વોટ ચોર ગદ્દી છોડનાં નારા સાથે રાજકોટ શહેર કોંગ્રેસ દ્વારા જનજાગૃતિ રેલી યોજાઈ

નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ કુકર્મો અને દુષ્કર્મોનો અખાડો

ઓલ ઇન્ડિયા પોલીસ મીટમાં કેયુર રાજયગુરુએ હાઇબોર્ડ ડાઇવિંગમાં સિલ્વર મેડલ જીત્યો

રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દવાઓથી લઈ સ્વચ્છતા સુધીની સમસ્યાનો આક્ષેપ

બેડીપરાના ગ્રીન પાલક પંજાબીમાંથી 52 કિલો, રૈયા ચોકડી પાસેના ડ્રિઝલ્સ પિઝામાંથી 23 કિલો અખાદ્ય પદાર્થનો નાશ

Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article ભારતીય કૂ વાળા ઓઈલ ટેન્કર પર 48 કલાકમાં ત્રીજો હુમલો
Next Article નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ કુકર્મો અને દુષ્કર્મોનો અખાડો

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાજકોટ

વોટ ચોર ગદ્દી છોડનાં નારા સાથે રાજકોટ શહેર કોંગ્રેસ દ્વારા જનજાગૃતિ રેલી યોજાઈ

Khaskhabar Editor Khaskhabar Editor 4 minutes ago
અમદાવાદની 10 સ્કૂલ અને મોદી સ્ટેડિયમને બોમ્બથી ઉડાવવાની ધમકી
નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ કુકર્મો અને દુષ્કર્મોનો અખાડો
ભારતીય કૂ વાળા ઓઈલ ટેન્કર પર 48 કલાકમાં ત્રીજો હુમલો
પાઇલટ સ્મિતની દુનિયામાં ચર્ચા, એક દિવસ મેડ ઇન ઈન્ડિયા પ્લેનની ચર્ચા થશે: PM મોદી
તહેવારો પૂર્વે જ RBIનો ઝટકો : વ્યાજદરમાં વધારો, લોન મોંઘી થશે
Previous Next
- Advertisement -
Ad imageAd image

About Us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

You Might Also Like

રાજકોટ

વોટ ચોર ગદ્દી છોડનાં નારા સાથે રાજકોટ શહેર કોંગ્રેસ દ્વારા જનજાગૃતિ રેલી યોજાઈ

Khaskhabar Editor Khaskhabar Editor 4 minutes ago
રાજકોટ

નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ કુકર્મો અને દુષ્કર્મોનો અખાડો

Khaskhabar Editor Khaskhabar Editor 15 minutes ago
રાજકોટ

ઓલ ઇન્ડિયા પોલીસ મીટમાં કેયુર રાજયગુરુએ હાઇબોર્ડ ડાઇવિંગમાં સિલ્વર મેડલ જીત્યો

Khaskhabar Editor Khaskhabar Editor 1 hour ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?