મૃતક મૂળ મધ્યપ્રદેશનો વતની, ડુંગરપુરથી બાધી તરફ જઈ રહ્યો હતો ત્યારે બનાવ બન્યો પરિવારમાં આક્રંદ છવાયો
ડુંગરપુર – બાધી રોડ પર બાઈક સ્લીપ થતા ગંભીર રીતે ઘવાયેલા 18 વર્ષીય યુવકનું સારવાર દરમ્યાન મૃત્યુ નીપજ્યું હતું. પડધરી તાલુકાના બાઘી (આણંદપર) ગામે વાડી વિસ્તારમાં રહેતા ગંગુ ભગવાનભાઈ સોલંકી (ઉંમર વર્ષ 18) ગત તા.21 ના રોજ રાત્રે 9 વાગ્યાં આસપાસ બાઈક લઈને ડુંગરપુરથી બાધી તરફ જઈ રહ્યો હતો ત્યારે બાઈક સ્લીપ થઈ જતા માથાના ભાગે ગંભીર ઈજા થઈ હતી.
તેને તત્કાલ રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. અહીં સારવાર દરમિયાન ગઈકાલે રાત્રે તેનું મોત નીપજ્યું હતું. પડધરી પોલીસના સ્ટાફે રાજકોટ સિવિલ હોસ્પિટલ દોડી આવી, જરૂરી કાગળ કાર્યવાહી કરી હતી. મૃતદેહને પીએમ અર્થે ખસેડ્યો હતો. મૃતક મૂળ મધ્યપ્રદેશના વતની હતો. ખેત મજૂરી કરતો હતો. બનાવ અંગે પડધરી પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ જે. જે. મેર વધુ તપાસ ચલાવી રહ્યા છે. બનાવથી યુવકના પરિવારમાં શોક છવાયો હતો.




