રેસકોર્સ રિંગ રોડ પર આજે સાંજે “રંગોળી સ્પર્ધા”નું ઉદઘાટન થશે : કુલ ૪૭૫ એન્ટ્રીનું રજિસ્ટ્રેશન
“આઝાદી કા અમૃત મહોત્સવ” અંતર્ગત આપણા દેશની આઝાદીના ૭૫ વર્ષની ઉજવણીમાં “વોકલ ફોર લોકલ” અનુસંધાને આર્ટિસ્ટ વર્ગને પ્રેરિત પ્રોત્સાહિત કરવા રેસકોર્સ રિંગ રોડ ખાતે તા. ૦૩-૧૧-૨૦૨૧ થી ૦૫-૧૧-૨૦૨૧ દરમ્યાન એક અનોખા પ્રયોગ સાથે “રંગોળી સ્પર્ધા”નું આયોજન કરવામાં આવેલ છે. રાજકોટ મહાનગરપાલિકા દ્વારા વ્યક્તિગત કેટેગરીમાં ૪૦૮ અને ગ્રુપ કેટેગરીમાં ૬૮ એમ કુલ ૪૭૬ સ્પર્ધકોને માટે રંગોળીનાં બ્લોક ફાળવવામાં આવેલ અને તમામ સ્પર્ધકોએ ગઈકાલ સાંજથી રંગોળી બનાવવાનું શરૂ કર્યું હતું. દરમ્યાન આજે તા. ૦૩-૧૧-૨૦૨૧ નાં રોજ સાંજે ૬.૦૦ કલાકે બહુમાળી ભવન ચોક, રેસકોર્સ રિંગ રોડ ખાતે રંગોળી સપર્ધાનું ઉદઘાટન ગુજરાત રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના વરદ હસ્તે થશે, તેમ માન. મેયર ડો. પ્રદિપ ડવ, સ્ટેન્ડિંગ કમિટીનાં ચેરમેન પુષ્કરભાઇ પટેલ, મ્યુનિ. કમિશનર અમિત અરોરા અને સમાજ કલ્યાણ સમિતિનાં ચેરમેન પરેશભાઈ પીપળીયાએ જણાવ્યું હતું.
- Advertisement -
આ કાર્યક્રમનાં અધ્યક્ષ સ્થાને મેયર ડો. પ્રદિપ ડવ ઉપસ્થિત રહેશે. આ અવસરે સાંસદશ્રીઓ મોહનભાઈ કુંડારિયા અને રામભાઈ મોકરીયા, રાજકોટના ધારાસભ્ય અને રાજ્યના વાહન વ્યવહાર, નાગરિક ઉડ્ડયન, પ્રવાસન અને યાત્રાધામ વિભાગના માન. મંત્રી અરવિંદભાઈ રૈયાણી, પ્રદેશ ભાજપ બક્ષીપંચ મોરચાના અધ્યક્ષ ઉદયભાઈ કાનગડ, પ્રદેશ ભાજપ મંત્રી બિનાબેન આચાર્ય, ગુજરાત મ્યુનિ. ફાઈનાન્સ બોર્ડના અધ્યક્ષ ધનસુખભાઈ ભંડેરી, પ્રદેશ ભાજપ અગ્રણી નીતિનભાઈ ભારદ્વાજ, શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઈ મીરાણી, ધારાસભ્યશ્રીઓ ગોવિંદભાઈ પટેલ અને લાખાભાઈ સાગઠીયા. રાજકોટ શહેર ભાજપ મહિલા મોરચાના પ્રભારી અંજલિબેન રૂપાણી, ડેપ્યુટી મેયર ડૉ. દર્શિતાબેન શાહ, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પુષ્કરભાઇ પટેલ, મ્યુનિસિપલ કમિશનર અમિત અરોરા, સમાજ કલ્યાણ સમિતિનાં ચેરમેન પરેશભાઈ પીપળીયા, તેમજ શાસક પક્ષનાં નેતા વિનુભાઈ ઘવા, વિપક્ષ નેતા શ્રી ભાનુબેન સોરાણી, શાસક પક્ષનાં દંડક સુરેન્દ્રસિંહ વાળા વગેરે ઉપસ્થિત રહેશે.

- Advertisement -
આ રંગોળી સ્પર્ધામાં અમદાવાદ, બરોડા, સુરત, વેરાવળ, ધોરાજી, જસદણ, ગોંડલ, પારડી, ધ્રોલનાં ચિત્રકારોએ પણ એન્ટ્રી મેળવી છે.
આ રંગોળી સ્પર્ધામાં જાહેર જનતા જ નિર્ણાયક (જજ) તરીકેની ભૂમિકા ભજવશે, આ માટે ઓનલાઈન વોટિંગ તા.૦૩/૧૧/૨૦૨૧નાં સાંજના ૪:૦૦ વાગ્યાથી તા, ૦૫/૧૧/૨૦૨૧ નાં રોજ રાત્રે ૧૨:૦૦ વાગ્યા સુધી થઇ શકશે: વ્યક્તિગત કેટેગરીમાં પાંચ રંગોળી અને ગ્રુપ કેટેગરીમાં પાંચ રંગોળી એમ એક વ્યક્તિ કુલ ૧૦ (અલગઅલગ રંગોળી)ને વોટ આપી શકશે: એક રંગોળીને એક જ વોટ આપી શકાશે : રાજકોટ મહાનગરપાલિકાની એપ પરથી QR કોડ સ્કેન કરીને અથવા રજિસ્ટ્રેશન નંબર નાંખીને વોટ આપી શકાશે
આ સ્પર્ધામાં આર્ટિસ્ટને રંગોળી બનાવવા માટે ત્રણ થીમ આપવામાં આવેલ છે, જેમાં…
- આઝાદીનો અમૃત મહોત્સવ = મેરે સાપનો કા ભારત
- સ્વચ્છ ભારત મિશન = એક જનઆંદોલન
- વેક્સિનેશન મહાભિયાન = જન સમુદાયનું સુરક્ષા કવચ
| વ્યક્તિગત સ્પર્ધક કેટેગરી | ગ્રુપ સ્પર્ધક કેટેગરી |
| પ્રથમ ઇનામ રૂ. ૨૧,૦૦૦/- | પ્રથમ ઇનામ રૂ. ૩૧,૦૦૦/- |
| બીજું ઇનામ રૂ. ૧૫,૦૦૦/- | બીજું ઇનામ રૂ. ૨૫,૦૦૦/- |
| ત્રીજું ઇનામ રૂ. ૧૧,૦૦૦/- | ત્રીજું ઇનામ રૂ. ૨૧,૦૦૦/- |
| ચોથું ઇનામ રૂ. ૫,૧૦૦/- | ચોથું ઇનામ રૂ. ૧૫,૦૦૦/- |
| પાંચમું ઇનામ રૂ. ૩,૧૦૦/- | પાંચમું ઇનામ રૂ. ૧૧,૦૦૦/- |
| * પ્રોત્સાહન પુરસ્કાર |
| રંગોળી સ્પર્ધામાં પ્રોત્સાહન પુરસ્કાર પણ આપવામાં આવશે. જેમાં વ્યક્તિગત કેટેગરીમાં ૪૦ આર્ટિસ્ટને એક એક હજાર રૂપિયા અને ગ્રુપ કેટેગરીમાં કુલ ૨૫ ગ્રુપને બબ્બે હજાર રૂપિયાનું પ્રોત્સાહન ઇનામ આપવામાં આવશે. |
- કોફી ટેબલ બૂક : આ રંગોળી સ્પર્ધાનાં આયોજન બાદ એક સમગ્રલક્ષી અહેવાલ અને આકર્ષક રંગોળીની તસવીરો સાથેની એક કોફી ટેબલ બૂક બનાવવાનું આયોજન પણ કરવામાં આવેલ છે. જેમાં કલાકારોના પરિચય અને તેઓની કલા કૃતિઓ પ્રદર્શિત કરી તેઓને પ્રોત્સાહિત કરવામાં આવશે
- હેલ્પ ડેસ્ક :- સ્પર્ધકોને મદદરૂપ થવા માટે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા રેસકોર્સ રિંગ રોડ પર જુદાજુદા સ્થળોએ આવશ્યકતા અનુસાર હેલ્પ ડેસ્ક પણ કાર્યરત્ત રહેશે.


